શિવસેનાના નામ અને નિશાન પર હવે 30 જાન્યુઆરીએ સુનાવણી, ECએ ઠાકર-શિંદે જૂથ પાસે માંગ્યો લેખિત જવાબ

|

Jan 20, 2023 | 10:22 PM

કપિલ સિબ્બલે કોઈ નવી વાત કહેવાની જગ્યા પર પોતાની જૂની દલીલો કરી. તેમને કહ્યું કે ઘણા લોકોના અલગ થઈ જવાથી તેને એક અલગ જૂથની માન્યતા આપવામાં આવતી નથી.

શિવસેનાના નામ અને નિશાન પર હવે 30 જાન્યુઆરીએ સુનાવણી, ECએ ઠાકર-શિંદે જૂથ પાસે માંગ્યો લેખિત જવાબ
Image Credit source: File Image

Follow us on

શિવસેના પાર્ટીના નામ પર અને તેના ચૂંટણી ચિહ્ન ‘ધનુષબાણ’ પર કોનો હક? ઠાકરે જૂથ કે શિંદે જૂથનો? તેનાથી જોડાયેલા વિવાદને લઈ શુક્રવારે (20 જાન્યુઆરી) કેન્દ્રીય ચૂંટણી પંચે સામે સુનાવણી થઈ. શિવસેનાના ઉદ્ઘવ ઠાકરે જૂથને કપિલ સિબ્બલ અને દેવેન્દ્ર કામતે દલીલ રજૂ કરી. જવાબમાં એકનાથ શિંદે જૂથમાંથી મહેશ જેઠમલાણી અને મનિંદર સિંહે દલીલો રજૂ કરી. બંને પક્ષની દલીલ આજે પૂર્ણ થઈ ગઈ. ચૂંટણી પંચ હવે આ મુદ્દા પર 30 જાન્યુઆરીએ સુનાવણી કરશે. સોમવારે ઠાકરે અને શિંદે જૂથથી લેખિતમાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે.

ચૂંટણી પંચે આ વિશે કંઈ કહ્યું નથી કે પાર્ટી પ્રમુખ તરીકે ઉદ્ઘવ ઠાકરેનો જે કાર્યકાળ 23 જાન્યુઆરીએ પૂર્ણ થઈ જશે. ત્યારબાદ સંગઠનાત્મક ચૂંટણી કરાયા વગર તે પાર્ટી પ્રમુખ તરીકે કેવી રીતે રહી શકે છે? ઠાકરે જૂથનો પક્ષ મુકતા વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે ઠાકરે જૂથ જ અસલી શિવસેના છે. તેમાં કોઈ જૂથ નથી.

ઠાકરે જૂથ જ મૂળ શિવસેના

કપિલ સિબ્બલે કોઈ નવી વાત કહેવાની જગ્યા પર પોતાની જૂની દલીલો કરી. તેમને કહ્યું કે ઘણા લોકોના અલગ થઈ જવાથી તેને એક અલગ જૂથની માન્યતા આપવામાં આવતી નથી. શિંદે જૂથ કોઈ રાજકીય પાર્ટી નથી. પ્રતિનિધિ સભા અને જિલ્લા પ્રમુખોની વાત કરીએ તો શિંદે જૂથને નહીં પણ ઠાકરે જૂથને બહુમત છે. ચૂંટણી પંચ રાષ્ટ્રીય કાર્યકારિણીની મુદ્દત વધારે અને સંગઠનાત્મક નિર્ણય લેવાની ઉદ્ધવ ઠાકરેને પરવાનગી આપે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ પણ વાંચો: Air Polluation: દેશની આર્થિક રાજધાનીની બગડી હવા, AQI 300ને પાર

પ્રતિનિધિ સભા નહીં, લોકપ્રતિનિધઓની સંખ્યા મહત્વની: શિંદે જૂથ

મહેશ જેઠમલાણીએ શિંદે જૂથના પક્ષમાં દલીલ કરી કે ચૂંટણી ચિન્હનો નિર્ણય કરવાનો અધિકાર ચૂંટણી પંચનો છે. તે સુપ્રીમ કોર્ટના અધિકાર વિસ્તારનો મામલો નથી. તેથી ચૂંટણી ચિન્હના મામલે ચૂંટણી પંચ લોકપ્રતિનિધિઓના બહુમતને જોતા શિંદે જૂથને શિવસેનાનું ચૂંટણી ચિન્હ આપે. લોકતંત્રમાં પ્રતિનિધિ સભા મહત્વની નથી, લોકપ્રતિનિધિઓ વધારે મહત્વના છે. શિંદે જૂથની પાસે ધારાસભ્યો અને સાંસદોની બહુમતી છે.

કેન્દ્રીય ચૂંટણી પંચે બંને જૂથની દલીલો સાંભળ્યા બાદ બંને જ જૂથને લેખિતમાં જવાબ આપવા માટે સોમવાર સુધીનો સમય આપ્યો છે. કપિલ સિબ્બલનું જોર તે વાત પર હતું કે રાષ્ટ્રીય કાર્યકારિણી અને પ્રતિનિધિ સભામાં ઠાકરે જૂથને બહુમત છે. શિંદે જૂથનું જોર હતું કે પ્રતિનિધિ સભાની જગ્યાએ લોકપ્રતિનિધિઓની બહુમતી મહત્વની છે. તેમની પાસે ધારાસભ્યો અને સાંસદોની બહુમતી છે.

શિંદે જૂથની દલીલ એ પણ હતી કે એકનાથ શિંદે મુખ્ય નેતા પદ પર હતા. ત્યારે રાષ્ટ્રીય કાર્યકારિણીનો વ્યવહાર કેવી રીતે થાય, તે તેમનો હક છે. તેમની પરવાનગી વગર રાષ્ટ્રીય કાર્યકારિણીના તમામ નિર્ણય ગેરકાયદેસર છે પણ ઠાકરે જૂથનું કહેવું હતું કે શિવસેનાના પાર્ટી બંધારણમાં મુખ્ય નેતા પદનો ઉલ્લેખ જ નથી. તેથી જ તેમને મુખ્ય નેતા કહેવાનો કોઈ આધાર નથી.

Next Article