Good News : મુંબઈમાં ઓછા થઈ રહ્યા છે કોરોનાના કેસ, હોસ્પિટલોમાં 85% થી વધુ બેડ ખાલી

|

Jul 12, 2021 | 12:51 PM

એક અહેવાલ મુજબ, મુંબઈમાં 23,270 કોવિડ-19 બેડમાંથી ગત શુક્રવારે લગભગ 19,411 બેડ ખાલી રહ્યા હતા. તેમાંથી 18,300 થી વધુ બેડ ખાનગી અને જાહેર હોસ્પિટલમાં હતા, જ્યારે બાકીના કોવિડ કેર સેન્ટરોમાં હતા.

Good News : મુંબઈમાં ઓછા થઈ રહ્યા છે કોરોનાના કેસ, હોસ્પિટલોમાં 85% થી વધુ બેડ ખાલી
પ્રતિકાત્મક તસવીર

Follow us on

મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે દ્વારા લાદવામાં આવેલા કડક લોકડાઉનની અસર હવે દેખાઈ રહી છે. કોરોનાના ઘટતા જતા કેસની સાથે રાજ્યની કોવિડ હોસ્પિટલોના બેડ પણ ખાલી પડી રહ્યા છે. અહેવાલ મુજબ, કોવિડ-19 દર્દીઓ માટે ફાળવેલા હોસ્પિટલના લગભગ 85 ટકા બેડ રાજધાની મુંબઈમાં ખાલી છે. જેના કારણે ડોક્ટર્સ ફરી એકવાર આ ખાલી હોસ્પિટલોમાં નિયમિત આરોગ્ય તપાસ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે.

રાજ્યમાં કોરોનાનો કહેર વધતા ઘણી સર્જરીઓ બાકી છે. આવી સ્થિતિમાં ડોકટરો આ હોસ્પિટલોના બેડનો ઉપયોગ સર્જરી માટે કરવા માંગે છે. એક અહેવાલ મુજબ, મુંબઈમાં 23,270 કોવિડ-19 બેડમાંથી ગત શુક્રવારે લગભગ 19,411 બેડ ખાલી રહ્યા હતા. તેમાંથી 18,300 થી વધુ બેડ ખાનગી અને જાહેર હોસ્પિટલમાં હતા, જ્યારે બાકીના કોવિડ કેર સેન્ટરોમાં હતા. અંદાજે 55% ટકા આઈસીયુ બેડ ખાલી રહ્યા હતા.

9 જુલાઈએ પરેલની કેઈએમ હોસ્પિટલમાં (KEM Hospital) એક પણ કોરોના દર્દીનું મોત નીપજ્યું ન હતું. હોસ્પિટલના ડીન ડો. હેમંત દેશમુખે જણાવ્યું હતું કે, કોરોના કેસોમાં ઘટાડો થવાને કારણે 60 ટકા નિયમિત કાર્ય હોસ્પિટલમાં ફરી શરૂ થયું છે. અમારી પાસે હાલમાં 500 નોન કોવિડ દર્દીઓ છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

 

આ પણ વાંચો: Health Tips: ગોળની ચા પીવાના છે અનેક ફાયદા, જાણીને તમે ખાંડને કહી દેશો બાય બાય

આ પણ વાંચો: Rath Yatra LIVE : નિજ મંદિર પરત ફર્યા ભગવાન જગન્નાથ, શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ રથયાત્રા

Next Article