શિંદે જૂથને મોટી રાહત, હવે સુપ્રીમ કોર્ટમાં 11 જુલાઈએ થશે વધુ સુનાવણી, ત્યાં સુધી 16 ધારાસભ્યોને ગેરલાયક નહી ઠેરાવી શકાય

|

Jun 27, 2022 | 3:45 PM

સુપ્રીમ કોર્ટે, એકનાથ શિંદે જૂથે કરેલ અરજી સંદર્ભે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે વધુ 5 દિવસનો સમય આપ્યો છે. વિધાનસભાના ઉપાધ્યક્ષે, 16 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે પાઠવેલી નોટીસને, એકનાથ શિંદે જૂથે, સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.

શિંદે જૂથને મોટી રાહત, હવે સુપ્રીમ કોર્ટમાં 11 જુલાઈએ થશે વધુ સુનાવણી, ત્યાં સુધી 16 ધારાસભ્યોને ગેરલાયક નહી ઠેરાવી શકાય
Eknath Shinde, Supreme Court

Follow us on

એકનાથ શિંદે (Eknath Shinde) જૂથના બળવાખોર ધારાસભ્યો તરફથી સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં આજે આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે આ માટે આગામી તારીખ 11 જુલાઈ આપી છે. હવે 5 દિવસ પછી સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે, એકનાથ શિંદે જૂથે કરેલ અરજી સંદર્ભે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે વધુ 5 દિવસનો સમય આપ્યો છે. વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરીએ (Deputy Speaker of the Legislative Assembly), એકનાથ શિંદે જૂથના, 16 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે નોટીસ પાઠવી હતી. એકનાથ શિંદે જૂથે વિધાનસભા ઉપાધ્યક્ષે પાઠવેલી નોટીસને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી.

એકનાથ શિંદે જૂથના બળવાખોર ધારાસભ્યો તરફથી સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આમાં, પ્રથમ અરજીમાં, શિંદે જૂથના 16 ધારાસભ્યોને ડેપ્યુટી સ્પીકર દ્વારા ગેરલાયક ઠેરવવા સંબંધિત નોટિસ મોકલવાની કાર્યવાહીને પડકારવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં આજે આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે આ માટે આગામી તારીખ 11 જુલાઈ આપી છે. તમામ પક્ષકારોને 11મી જુલાઈએ સાંજે 5.30 વાગ્યા સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના આ વચગાળાના આદેશમાં 16 ધારાસભ્યોને મોટી રાહત મળી છે. આનાથી તે 11 જુલાઈ સુધી ગેરલાયક ઠરે નહીં.

આ પહેલા સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદેની અરજી પર નોટિસ જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટે ડેપ્યુટી સ્પીકરને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે શિવસેના અને મહારાષ્ટ્ર સરકારને નોટિસ ફટકારી છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ નોટિસ પાઠવી છે. નોટિસનો જવાબ આપવા માટે 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે. દરમિયાન, રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી છે કે અરજદારો (શિંદે જૂથના ધારાસભ્યો) અને તેમના પરિવારના સભ્યો અને તેમની સંપત્તિના રક્ષણ માટે તમામ સંભવિત પગલાં લેવામાં આવશે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ઉપાધ્યક્ષની ભૂમિકા પર સવાલ

શિંદે જૂથે તેની અરજીમાં મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. શિંદે જૂથ અને અન્ય બળવાખોર ધારાસભ્યો તરફથી હાજર રહેલા નીરજ કિશન કૌલે કહ્યું કે ઉપાધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય લેવાનો બાકી છે, તો તે પોતે બળવાખોર ધારાસભ્યો સામે ગેરલાયકાતની નોટિસ કેવી રીતે જાહેર કરી શકે. કૌલે કહ્યું કે બળવાખોર ધારાસભ્યોને નોટિસનો જવાબ આપવા માટે 48 કલાકનો સમય આપવામાં આવ્યો હતો, જે મહારાષ્ટ્ર વિધાનસભાના નિયમ 11નું ઉલ્લંઘન હતું. જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે આ કેસમાં નબામ રેબિયા કેસ લાગુ પડતો નથી અને શિંદે જૂથે પહેલા હાઈકોર્ટનો સંપર્ક કરવો જોઈતો હતો.

નબામ રેબિયા કેસનો ઉલ્લેખ

ઉદ્ધવ જૂથ વતી અભિષેક મનુ સિંઘવીએ ચર્ચાની શરૂઆત કરી હતી. અજય ચૌધરી અને સુનીલ પ્રભુ તરફથી હાજર રહેલા એડવોકેટ સિંઘવીએ રજૂઆત કરી હતી કે આ કેસમાં નબામ રેબિયા કેસ લાગુ પડતો નથી. સિંઘવીએ કહ્યું કે હાઈકોર્ટમાં ગયા વગર સુપ્રીમ કોર્ટમાં આવવું ખોટું છે. સિંધવીએ દલીલ કરી હતી કે ઉપાધ્યક્ષનું પદ બંધારણીય છે. જ્યાં સુધી ઉપાધ્યક્ષ નિર્ણય ના લે ત્યાં સુધી કોર્ટે તેમાં દખલ ન કરવી જોઈએ. તેના પર જજ સૂર્યકાંતે કહ્યું કે નબામ રેબિયા કેસમાંઉપાધ્યક્ષ અને અધ્યક્ષના નિર્ણયોની સ્પષ્ટતા કરવામાં આવી છે. કોર્ટે કહ્યું કે અમે તપાસ કરી રહ્યા છીએ કે જે નોટિસ મોકલવામાં આવી છે તે બંધારણ મુજબ છે કે નહીં. અમે ગૃહની કાર્યવાહી વિશે વાત નથી કરી રહ્યા. ન્યાયાધીશ સૂર્યકાન્તે કહ્યું કે કોર્ટ નોટિસ મોકલવાની કાયદેસરતામાં દખલ કરી શકે છે.

 

Published On - 3:13 pm, Mon, 27 June 22

Next Article