મુંબઈમાં કોવિડ-19 વેક્સિન ડ્રાય રનની ફૂલ પ્રૂફ તૈયારીઓ

મુંબઈમાં કોવિડ-19 વેક્સિન ડ્રાય રનની ફૂલ પ્રૂફ તૈયારીઓ

કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાને પગલે મહારાષ્ટ્ર સરકાર શુક્રવારે મુંબઈમાં ત્રણ સ્થળોએ ડ્રાય રન થશે. જેમાં કૂપર હોસ્પિટલ, રાજાવાડી હોસ્પિટલ અને બીકેસી સેન્ટર શામેલ છે.

Neeru Zinzuwadia Adesara

| Edited By: Bipin Prajapati

Jan 08, 2021 | 8:08 AM

કોવિડ-19 વૈક્સિનેશનનું ફાઈનલ કાઉન્ટડાઉન

ડ્રાય રન માટે છે માયાનગરી તૈયારી

કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાને પગલે મહારાષ્ટ્ર સરકાર શુક્રવારે મુંબઈમાં ત્રણ સ્થળોએ ડ્રાય રન થશે. જેમાં કૂપર હોસ્પિટલ, રાજાવાડી હોસ્પિટલ અને બીકેસી સેન્ટર શામેલ છે. આ ડ્રાય રન સવારે 9.30 વાગ્યાથી શરૂ થશે. આ સાથે જ મહારાષ્ટ્રના 30 જિલ્લાઓ અને 25 મહાનગરપાલિકા વિસ્તારોમાં કોરોના રસીકરણ અભિયાન માટે ડ્રાય રન હાથ ધરશે.

કોરોના હોટસ્પોટ મુંબઈમાં અંતિમ તબક્કાની તૈયારી

BMCએ આરએન કૂપર, કેઈએમ, સાયન, નાયર, રાજાવાડી, વી એન દેસાઈ, શતાબ્દી (કાંદિવલી) અને ભાભા (બાંદ્રા) હોસ્પિટલોમાં આઠ રસીકરણ કેન્દ્રો સ્થાપવાની જાહેરાત કરી દીધી છે. બીએમસીના એડિશનલ કમીશ્નર સુરેશ કાકાનીએ જણાવ્યું છે કે બીએમસી તરફથી કોવિડ -19 રસી માટેની પરિવહન યોજના અને સંગ્રહની વિગતો મુંબઈ પોલિસ વિભાગ સાથે શેર કરી છે.

સામૂહિક રસીકરણ માટેના આયોજન, અમલીકરણ અને અહેવાલની તૈયારી પણ હાથ ધરવામાં આવશે. વાસ્તવિક રસીકરણ શરૂ કરતા પહેલા તમામ બાબતોની ચકાસણી અને નિરીક્ષણ પણ કરવામાં આવશે. વધુમાં તેઓએ કહ્યું કે ડ્રાય રન રસીકરણ દરમિયાન પડકારોનો પણ અભ્યાસ કરશે અને તે મુજબ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે. આ રસીકરણ અભિયાનના તમામ સ્તરે અધિકારીઓ અને કર્મચારીઓનો વિશ્વાસ વધારવાનો પણ પ્રયાસ છે. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે જણાવ્યું હતું કે, દરેક જિલ્લાના ત્રણ આરોગ્ય કેન્દ્રો અને રાજ્યના મહાનગર પાલિકાના એક આરોગ્ય કેન્દ્રમાં ડ્રાય રન હાથ ધરવામાં આવશે.

આ ડ્રાય રન માટેની તૈયારીઓ પહેલાથી જ ચાલી રહી છે, જેમાં જિલ્લાઓ, આરોગ્ય કેન્દ્રો અને રસીકરણ ટીમોના યુઝર આઈડી તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ડ્રાય રનમાં 25 લાભાર્થીઓને એક કેન્દ્ર પર સિમ્યુલેટેડ રસી આપવામાં આવશે. કોવિન એપ્લિકેશનમાં લાભાર્થીની માહિતીની ચકાસણી કર્યા પછી, રસીકરણની માહિતી એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવશે.

2 જાન્યુઆરીના ડ્રાય રનમાં કોવિન એપ્લીકેશનમાં કનેક્ટિવીટી ઈશ્યૂ થતાં કામમાં મુશ્કેલી સર્જાય હતી. આ અગાઉ 2 જાન્યુઆરીએ પુણે, નંદુરબાર, જલ્ના અને નાગપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારો, તેમજ પિંપરી-ચિંચવાડ અને નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ એક નાનો ડ્રાય રન ચલાવવામાં આવ્યો હતો. એટલે શુક્રવારના ડ્રાય રનમાં આ તમામ વિસ્તારોનો સમાવેશ નથી કરાયો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati