દેશમુખની વધી મુશ્કેલી ! PMLA કોર્ટે ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને 15 નવેમ્બર સુધી ED કસ્ટડીમાં મોકલ્યા

|

Nov 12, 2021 | 4:12 PM

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને NCP પ્રમુખ શરદ પવારને પત્ર લખીને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

દેશમુખની વધી મુશ્કેલી ! PMLA કોર્ટે ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને 15 નવેમ્બર સુધી ED કસ્ટડીમાં મોકલ્યા
Money Laundering Case

Follow us on

Money Laundering Case : એક કરોડના કથિત મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની 15 નવેમ્બર સુધી કસ્ટડી લંબાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દેશમુખની ગયા અઠવાડિયે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(Enforcement Directorate)  દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

મની લોન્ડરિંગ કેસમાં 6 નવેમ્બરના રોજ સ્પેશિયલ હોલિડે કોર્ટે રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા દેશમુખને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા અને કસ્ટડીની EDની માંગને નકારી કાઢી હતી. એક દિવસ બાદ બોમ્બે હાઈકોર્ટે(Bombay High court)  ટ્રાયલ કોર્ટના આદેશને બાજુ પર રાખીને દેશમુખને 12 નવેમ્બર સુધી ED કસ્ટડીમાં રાખવા આદેશ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, દેશમુખને આજે PMLA કોર્ટના ન્યાયાધીશ એચએસ સથભાઈ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેમણે તેમની કસ્ટડી 15 નવેમ્બર સુધી લંબાવી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પરમબીર સિંહે પુરાવાના અભાવે અનિલ દેશમુખ વિરુદ્ધ એફિડેવિટ મોકલી હતી

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ જેમણે અનિલ દેશમુખ (Anil Deshmukh) પર 100 કરોડની ઉચાપત કરવાનો આરોપ મૂક્યો હતો, તેણે આ બાબતની તપાસ કરતા ચાંદીવાલ કમિશનને એફિડેવિટ મોકલી છે. આ એફિડેવિટમાં તેણે કહ્યું છે કે તેમની પાસે અનિલ દેશમુખ વિરુદ્ધ અન્ય કોઈ પુરાવા નથી. તમને જણાવી દઈએ કે, આ મામલાની તપાસ માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પૂર્વ ન્યાયાધીશ કૈલાશ ઉત્તમચંદ ચાંદીવાલના નેતૃત્વમાં એક તપાસ પંચની રચના કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો ?

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) અને NCP પ્રમુખ શરદ પવારને પત્ર લખીને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે અનિલ દેશમુખ સચિન વાજે સહિતના પોલીસ અધિકારીઓનો ઉપયોગ કરીને મુંબઈના બાર અને રેસ્ટોરન્ટમાંથી પૈસા પડાવ્યા હતા. વધુમાં પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે અનિલ દેશમુખે પોલીસ અધિકારીઓને 100 કરોડ રૂપિયાની વસૂલાતનો ટાર્ગેટ આપ્યો હતો.

 

આ પણ વાંચો: આર્યન ખાન સાપ્તાહિક હાજરી નોંધાવવા માટે પહોંચ્યો NCB ઓફિસ, શું આર્યન નોંધાવશે તેનું નિવેદન ?

આ પણ વાંચો: ‘કંગનાએ ઓવરડોઝ લીધો છે’, NCP નેતા નવાબ મલિકે બોલિવુડ ક્વીન પર કર્યો કટાક્ષ

Next Article