પોર્ન રેકેટ કેસમાં રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ફરી વધી, હવે EDએ નોંધ્યો કેસ

|

May 19, 2022 | 9:21 AM

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા સામે ગયા વર્ષે સામે આવેલા કથિત પોર્ન રેકેટના સંબંધમાં કેસ નોંધ્યો છે.

પોર્ન રેકેટ કેસમાં રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ફરી વધી, હવે EDએ નોંધ્યો કેસ
Raj Kundra ( file photo)

Follow us on

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra) સામે ગયા વર્ષે સામે આવેલા કથિત પોર્ન રેકેટના સંબંધમાં મનીલોન્ડરીગનો (money laundering) કેસ નોંધ્યો છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં 20 જુલાઈએ રાજ કુન્દ્રાની ધરપકડ કરી હતી. જુલાઈમાં રાજ કુન્દ્રાની ધરપકડ પહેલા મુંબઈ પોલીસે ફેબ્રુઆરીમાં આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી હતી.

આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ કથિત રીતે અશ્લીલ ફિલ્મો બનાવી રહ્યા હતા અને લોકોને વેબ સિરીઝ અથવા બોલિવૂડ ફિલ્મોમાં ભૂમિકા આપવાનું વચન આપીને છેતરતા હતા. મહત્વાકાંક્ષી મોડેલો અને કલાકારોને ફિલ્મી ભૂમિકાઓનું વચન આપવામાં આવ્યું હતું અને આ પોર્નોગ્રાફિક ફિલ્મો કરવા માટે કહેવામાં આવ્યું હતું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

કથિત રીતે અશ્લીલ ફિલ્મોનુ શૂટિંગ મડ આઇલેન્ડ અથવા મલાડમાં અક્સા પાસે ભાડાના બંગલા અથવા એપાર્ટમેન્ટમાં થયું હતું. શૂટિંગ દરમિયાન આરોપી અભિનેત્રીઓને અલગ સ્ક્રિપ્ટ શૂટ કરવા માટે કહેતો હતો અને નગ્ન દ્રશ્યો શૂટ કરવાનું પણ કહેતો હતો. જો કોઈ અભિનેત્રીએ ના પાડી તો તેને કથિત રીતે ધમકી આપવામાં આવતી અને પછી શૂટિંગનો ખર્ચ ચૂકવવા માટે કહેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

શૉટ ક્લિપ્સ એવી એપ્લિકેશનો પર અપલોડ કરવામાં આવતી હતી. જે સબસ્ક્રિપ્શન-આધારિત હતી અને સબ્સ્ક્રાઇબર્સને આવી સામગ્રી જોવા માટે રૂપિયાની ચૂકવણી કરવી પડતી હતી અને સબ્સ્ક્રાઇબરે સામગ્રી જોવા માટે ચોક્કસ રકમ ચૂકવવાની રહેતી તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

મુંબઈ પોલીસે પોર્નોગ્રાફી ફિલ્મોના કેસમાં તેની તપાસ ચાલુ રાખી, ત્યારે તેમને હોટશોટ્સની સંડોવણી વિશે જાણ થઈ. વધુ તપાસમાં જાણવા મળ્યું કે રાજ કુન્દ્રાની ફર્મ, વિઆનનો યુકે સ્થિત ફર્મ કેનરીન સાથે કરાર હતો, જે હોટશોટ્સ એપ ધરાવતી હતી. આ પેઢી બ્રિટનમાં રાજ કુન્દ્રાના સાળાની માલિકીની હતી. હોટશોટ એપનો ઉપયોગ પોર્નોગ્રાફિક ક્લિપ્સ અપલોડ કરવા માટે થતો હતો.

રાજ કુન્દ્રાની સાથે તેમની કંપનીના આઈટી હેડ રેયાન થોર્પની પણ પોર્ન રેકેટ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુન્દ્રા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જામીન પર મુક્ત થયા હતા.

Next Article