Maharashtra: ‘વિકાસ ભંડોળ મેળવવા અહંકારને બાજુ પર રાખવો જોઈએ’, નામ લીધા વિના શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર સાધ્યુ નિશાન
CM એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતા કહ્યું હતુ કે વિકાસ ભંડોળ મેળવવા માટે કેન્દ્ર સાથે સારા સંબંધો જાળવવા જોઈએ. કામ ઓનલાઈન કે ઘરેથી નહીં પણ જમીન પર થાય છે.
મહારાષ્ટ્રમાં શિવસેના નામ અને ચિન્હ શિંદે જૂથના ફાળે જતા રાજકીય ધમાસાણ સર્જાયુ છે, ત્યારે CM એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતા કહ્યું હતુ કે વિકાસ ભંડોળ મેળવવા માટે કેન્દ્ર સાથે સારા સંબંધો જાળવવા જોઈએ. કામ ઓનલાઈન કે ઘરેથી નહીં પણ જમીન પર થાય છે તો વધુમાં તેમણે કહ્યું કે નવા રાજ્ય માટે અહંકારને બાજુ પર રાખવાની જરૂર છે.
મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાણ સર્જાયુ
આપને જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરે 2019 અને 2022ની વચ્ચે મહા વિકાસ આઘાડી સરકારમાં મુખ્યપ્રધાન હતા. જેમાં તેમની નરેન્દ્ર મોદી સરકાર સાથે અવારનવાર તકરાર થતી હતી. જેના પર શિંદેએ નિશાન સાધ્યુ હતુ.
તો વધુમાં શિંદેએ કહ્યું હતુ કે વિકાસ માટે જમીન પર કામ કરવું જરૂરી છે. તમે ઓનલાઈન અથવા ફેસબુક દ્વારા કામ કરી શકતા નથી. વિકાસ ભંડોળ માટે કેન્દ્ર સાથે વ્યવહાર કરતી વખતે મુખ્યમંત્રીએ પોતાનો અહંકાર બાજુ પર રાખવો પડે છે. મહત્વનું છે કે જ્યારે શિંદે જૂથને મૂળ શિવસેના તરીકે નામ અને પ્રતીક મેળવવા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે શિંદેએ કહ્યું કે શિવસેનાની સ્થાપના બાળાસાહેબ ઠાકરેએ કરી હતી. શિવસેનાના મોટાભાગના ધારાસભ્યો, સાંસદો, કોર્પોરેટરો મારી સાથે છે. ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વિના તેમણે કહ્યું કે તેમણે સત્તાની લાલસામાં બાળાસાહેબ ઠાકરેની વિચારધારા સાથે દગો થયો છે.
વિકાસ માટે જમીન પર કામ કરવું જરૂરી – CM એકનાથ શિંદે
મહત્વનું છે કે ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને વાસ્તવિક શિવસેના તરીકે સ્વીકાર્યું છે. પંચે શિંદે જૂથને શિવસેનાના નામ અને ધનુષ અને તીરના પ્રતીકનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. પંચને જાણવા મળ્યું કે ઉદ્ધવ જૂથે ચૂંટણી યોજ્યા વિના તેમના વર્તુળમાંથી લોકોને બિનલોકશાહી રીતે પદાધિકારી તરીકે નિયુક્ત કરીને લોકશાહી માત્ર નામની રહેવા દીધી હતી.