AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EDની મોટી કાર્યવાહી, 429 કરોડના કૌભાંડ મામલે બેન્કના પૂર્વ ચેરમેનની કરી ધરપકડ

તમને જણાવી દઈએ કે આ પહેલા EDને સેવા વિકાસ બેંક સાથે જોડાયેલા કૌભાંડની ફરિયાદ મળી હતી. આ પછી EDએ તપાસ શરૂ કરી. તપાસમાં અમર મૂળચંદાની આ કેસમાં શંકાસ્પદ હોવાનું જણાયું હતું. આ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.

EDની મોટી કાર્યવાહી, 429 કરોડના કૌભાંડ મામલે બેન્કના પૂર્વ ચેરમેનની કરી ધરપકડ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 6:59 AM
Share

Pune: મહારાષ્ટ્રના (Maharashtra) પૂણે શહેરમાં 429 કરોડના કૌભાંડનો મામલો સામે આવ્યો છે. આ કૌભાંડ મામલે બેંકના પૂર્વ ચેરમેન અમર મૂળચંદાનીની ધરપકડ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આ ધરપકડ કરવામાં આવી છે. EDએ સેવા વિકાસ બેંકના પૂર્વ ચેરમેન મૂળચંદાનીને કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે મૂળચંદાનીને 7 જુલાઈ સુધી EDની કસ્ટડીમાં મોકલી દીધો છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા EDને સેવા વિકાસ બેંક સાથે જોડાયેલા કૌભાંડની ફરિયાદ મળી હતી. આ પછી EDએ તપાસ શરૂ કરી. તપાસમાં અમર મૂળચંદાની આ કેસમાં શંકાસ્પદ હોવાનું જણાયું હતું. આ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.

મૂળચંદાની પર બોગસ કાગળો પર લોન આપવાનો આરોપ છે. આ સમગ્ર મામલો કુલ 429 કરોડ રૂપિયાનો છે. આરોપ છે કે મૂળચંદાનીએ તેના નજીકના લોકો સાથે મળીને લોન ડાયવર્ટ કરીને બેંકનું કૌભાંડ કરીને કરોડો રૂપિયા ખિસ્સામાં નાખ્યા છે. આ કેસમાં EDએ 27 જાન્યુઆરી 2023ના રોજ તેમના અલગ અલગ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ કેસમાં તેની અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે જામીન પર બહાર આવ્યો હતો.

આ પણ વાંચો: CMની ખુરશી પર અજિત પવારની નજર, કોણ છે એ પાંચ ધારાસભ્યો જે ગેમ ચેન્જ કરી શકે

શું છે સમગ્ર કૌભાંડ?

ઓગસ્ટ 2021માં અમર મૂલચંદાની સામે સેવા વિકાસ બેંક સંબંધિત કૌભાંડ અંગે કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપ છે કે તેણે સેવા વિકાસ સહકારી બેંકમાંથી લોનના નામે પૈસા ઉપાડવા માટે 124 પ્રકારની નકલી અરજીઓ તૈયાર કરી. તેના દ્વારા 429 કરોડ રૂપિયા અલગ-અલગ લોકોમાં વહેંચવામાં આવ્યા હતા.

કોઈપણ દસ્તાવેજને યોગ્ય રીતે ચેક કર્યા વગર લોન આપવામાં આવી હતી. તેણે એવા લોકોને પણ લોન આપી હતી, જેમને તે સારી રીતે જાણતો હતો કે તેઓ ક્યારેય લોન ચૂકવી શકશે નહીં. આ પછી જ્યારે EDને તેની ફરિયાદ મળી, ત્યારે કેસ નોંધવામાં આવ્યો અને તપાસ કરવામાં આવી. આ તપાસમાં રૂ.429 કરોડનું કૌભાંડ બહાર આવ્યું હતું.

ઓડિટ કરવામાં આવ્યું ત્યારે આખો મામલો આવ્યો સામે

2020માં સહકારી સહ-કમિશનર રાજેશ જાધવે બેંકનું ઓડિટ કર્યું હતું. તેમના ઓડિટમાં આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ કેસમાં કેસ નોંધાયા બાદ- અમર મૂળચંદાની, અશોક મૂળચંદાની, મનોહર મૂળચંદાની, દયા મૂળચંદાની, સાધના મૂળચંદાની અને સાગર મૂળચંદાની 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. EDએ મૂળચંદાની, રોઝરી એજ્યુકેશન ગ્રુપના ડિરેક્ટર વિનય અરહાના, સાગર સૂર્યવંશી, ખેમચંદ ભોજવાની અને તેમના પરિવારોની 121 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">