સંજય રાઉતને EDએ ફરી મોકલી નોટિસ, 18 નવેમ્બરે પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું

|

Nov 16, 2022 | 9:32 PM

આજે (16 નવેમ્બર, બુધવાર) બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરાયેલ સુધારેલી અરજીમાં EDએ સંજય રાઉતના જામીન રદ કરવાની માંગ કરી છે. એટલે કે સંજય રાઉતની મુશ્કેલીઓ હજુ ઓછી થઈ નથી. 100 દિવસ જેલમાં રહ્યા બાદ તેને મુંબઈ સેશન્સ કોર્ટની સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન આપ્યા હતા.

સંજય રાઉતને EDએ ફરી મોકલી નોટિસ, 18 નવેમ્બરે પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું
Sanjay Raut
Image Credit source: File Image

Follow us on

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શિવસેનાના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતને ફરીથી નોટિસ મોકલી છે. રાઉતને 18 નવેમ્બરે પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. હાલમાં સંજય રાઉતને પત્રાચોલ કૌભાંડ કેસમાં જામીન મળી ગયા છે. તેને 15,000 રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. જામીન સાથે કેટલીક શરતો પણ સામેલ છે. આ શરતોમાં એક શરત એ પણ છે કે જ્યારે પણ તેમને તપાસ કે પૂછપરછ માટે બોલાવવામાં આવશે ત્યારે તેમણે સંબંધિત તપાસ એજન્સીને સહકાર આપવો પડશે. EDએ બોમ્બે હાઈકોર્ટમાં સુધારેલી અરજી પણ દાખલ કરી હતી.

આજે (16 નવેમ્બર, બુધવાર) બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરાયેલ સુધારેલી અરજીમાં EDએ સંજય રાઉતના જામીન રદ કરવાની માંગ કરી છે. એટલે કે સંજય રાઉતની મુશ્કેલીઓ હજુ ઓછી થઈ નથી. 100 દિવસ જેલમાં રહ્યા બાદ તેને મુંબઈ સેશન્સ કોર્ટની સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન આપ્યા હતા. તે પછી પણ EDએ તેને પડકાર ફેંકીને બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરી હતી. બોમ્બે હાઈકોર્ટે જામીનના આદેશ પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. બોમ્બે હાઈકોર્ટે EDને કહ્યું હતું કે મુંબઈ સેશન્સ કોર્ટને સુનાવણીમાં એક મહિનાથી વધુ સમય લાગ્યો હોય તેવા મામલામાં તે એક દિવસમાં ચુકાદો કેવી રીતે આપી શકે.

રાઉતના જામીન સામે EDની અરજી પર 25 નવેમ્બરે સુનાવણી

હવે EDએ બોમ્બે હાઈકોર્ટમાં સુધારેલી અરજી દાખલ કરીને સંજય રાઉતના જામીન રદ કરવાની માંગ કરી છે. આ અંગે 25 નવેમ્બરે સુનાવણી થશે. EDએ છેલ્લે જસ્ટિસ ભારતી ડાંગરેની ડિવિઝન બેંચ સમક્ષ અરજી દાખલ કરી હતી. કોર્ટે EDની કેટલીક ભૂલો ગણાવી હતી અને તરત જ સુનાવણી કરવાનો ઈનકાર કર્યો હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સુધારેલી અરજી દાખલ કરી ચૂક્યુ છે ED, માંગ હજુ પણ જામીન રદ કરવાની

કોર્ટે સંજય રાઉતની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી હતી અને સવાલ કર્યો હતો કે કેટલાક સાક્ષીઓના નિવેદનો રાકેશ વાધવાન અને સારંગ વાધવન મુખ્ય આરોપી હોવા તરફ ઈશારો કરે છે. પરંતુ EDએ પોતાની સ્વતંત્ર મરજીથી પસંદ કરેલ રીતે રાઉતને મુખ્ય આરોપી બનાવ્યો. આ રીતે, કોર્ટે અન્ય કેટલીક ભૂલો તરફ ધ્યાન દોર્યું હતું. તે ભૂલોને સુધારીને EDએ સુધારેલી અરજી દાખલ કરી છે. હવે તમામની નજર 25 નવેમ્બરે થનારી સુનાવણી પર ટકેલી છે.

Next Article