મુંબઈના બિલ્ડર સામે EDની મોટી કાર્યવાહી, 22 જગ્યાએ દરોડા, 30 કરોડની સંપત્તિ જપ્ત

|

Feb 13, 2024 | 6:21 PM

કેન્દ્રીય તપાસ એજન્સી EDએ તલોજા પોલીસ સ્ટેશન અને ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બે અલગ-અલગ એફઆઈઆરના આધારે PMLA હેઠળ મુંબઈના એક જાણીતા બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. એજન્સીએ 22 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં 30 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.

મુંબઈના બિલ્ડર સામે EDની મોટી કાર્યવાહી, 22 જગ્યાએ દરોડા, 30 કરોડની સંપત્તિ જપ્ત

Follow us on

કેન્દ્રીય તપાસ એજન્સી EDએ મુંબઈના એક જાણીતા બિલ્ડર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ મુંબઈ અને નવી મુંબઈમાં 22 સ્થળો પર દરોડા પાડ્યા છે. સુપ્રીમ કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડના પરિસરમાં પણ 7 ફેબ્રુઆરીએ દરોડા પાડવામાં આવ્યા હતા. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દરોડામાં 27.5 લાખ રૂપિયા રોકડ, કરોડોની એફડી અને સંપત્તિના દસ્તાવેજો જપ્ત કર્યા છે. માહિતી અનુસાર, દરોડામાં કુલ સંપત્તિના દસ્તાવેજો અને 30 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે.

તલોજા પોલીસ સ્ટેશન અને ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં તપાસ એજન્સી દ્વારા નોંધાયેલી બે અલગ-અલગ એફઆઈઆરના આધારે EDએ PMLA હેઠળ કાર્યવાહી કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે બિલ્ડર ટેકચંદાણી અને અન્યોએ ચેમ્બુરના તલોજામાં હાઉસિંગ સોસાયટી બનાવવાના નામે લગભગ 1700 ગ્રાહકો પાસેથી 400 કરોડ રૂપિયા લઈ લીધા હતા, પરંતુ ગ્રાહકોને ના તો ફ્લેટ મળ્યા અને ના તો પૈસા પાછા આપવામાં આવ્યા.

400 કરોડનું કૌભાંડ

તપાસ એજન્સી પાસેથી મળેલી માહિતી અનુસાર, 1700 લોકો પાસેથી લીધેલા 400 કરોડ રૂપિયા ટેકચંદાનીએ પરિવારના નામે અલગ-અલગ જગ્યાએ જમીન અધિગ્રહણમાં રોક્યા હતા. આ પહેલા પણ મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) દ્વારા ઘણાં ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો. પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ બ્રાન્ચે શહેરના બિલ્ડર લલિત ટેકચંદાનીની છેતરપિંડી અને બનાવટના કેસમાં ધરપકડ કરી હતી.

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી
ભારતના આ 7 સ્ટેશન પરથી વિદેશ જાય છે ટ્રેન, જાણો નામ

અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, આ મામલો ઘણાં ઘર ખરીદનારાઓ સાથે કથિત છેતરપિંડી સાથે સંબંધિત છે. તેમણે કહ્યું કે ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે તેણે તળોજામાં ટેકચંદાનીના બાંધકામ પ્રોજેક્ટમાં રૂ. 36 લાખનું રોકાણ કર્યું હતું. તેમણે કહ્યું કે કંપનીએ તેમને ખાતરી આપી હતી કે આ પ્રોજેક્ટ 2017માં તૈયાર થઈ જશે, પરંતુ તેનું નિર્માણ 2016માં બંધ થઈ ગયું. આવી સ્થિતિમાં તેમને ના તો ફ્લેટ મળ્યો અને ના તો તેમના પૈસા પાછા મળ્યા.

 

Published On - 11:20 pm, Mon, 12 February 24

Next Article