Maharashtra : કોલ્હાપુરમાં ભૂકંપના આંચકા, લોકો ઘર છોડી શહેર તરફ ભાગ્યા

|

Sep 05, 2021 | 7:18 PM

ભૂકંપની તીવ્રતા 3.9 રિક્ટર સ્કેલ નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર કોલ્હાપુર શહેરથી 19 કિમી પશ્ચિમમાં કલે ગામ નજીક જોવા મળ્યું હતું.

Maharashtra : કોલ્હાપુરમાં ભૂકંપના આંચકા, લોકો ઘર છોડી શહેર તરફ ભાગ્યા
કોલ્હાપુરમાં ભૂકંપ, શહેરમાં ભયનો માહોલ

Follow us on

કોલ્હાપુરમાં શનિવારે રાત્રે 11:49 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 3.9 રિક્ટર સ્કેલ નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર કોલ્હાપુર શહેરથી 19 કિમી પશ્ચિમમાં કાલે ગામ નજીક જોવા મળ્યું હતું. ભૂકંપની ધ્રુજારી ઓછી તીવ્રતાની હતી. પરંતુ કંપન અનુભવાયા બાદ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. ફરી આંચકા આવવાના ડરથી લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. લોકોએ આખી રાત ઘરની બહાર એટલે કે ખુલ્લામાં સૂઈને વિતાવી.

થોડી વારમાં ફેલાયો ભયનો માહોલ, લોકો ઘરની બહાર દોડી આવ્યા 

રાત્રે 12 વાગ્યાના થોડા સમય પહેલા, શહેરના રહેવાસીઓને એક વિચિત્ર અવાજ સંભળાવવાનું શરૂ થયું. થોડા સમય પછી, ઇમારતોમાં કંપનનો આભાસ થયો. લોકો તરત જ સમજી ગયા કે તે ભૂકંપનું કંપન છે. લોકો તરત જ ઘરની બહાર દોડી ગયા અને શેરીઓ અને પાર્કોમાં ભેગા થયા. બાદમાં તેમને ખબર પડી કે ભૂકંપની તીવ્રતા 3.9 રિક્ટર સ્કેલ નોંધાઈ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સોલાપુર અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપ વધારે સમય રહ્યો ન હતો અને મળેલી માહિતી મુજબ, ભૂકંપના આંચકા મહારાષ્ટ્રના સોલાપુરમાં અને કર્ણાટકના સિંદગી, વિજયપુર, બસવણવાગેવાડી જેવા શહેરોમાં પણ અનુભવાયા હતા. જો કે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. પરંતુ વિજયપુરના કેટલાક લોકોએ સ્થાનિક પત્રકારો સમક્ષ ભૂકંપના આંચકા અનુભવવાનું સ્વીકાર્યુ હતું.

એક પ્રતિષ્ઠીત સ્થાનિક સમાચાર વેબસાઇટ અનુસાર, તે વિસ્તારના રહેવાસી એક વ્યક્તિએ જણાવ્યું કે, ‘અમે ઘરમાં સૂતા હતા કે અચાનક અમારી બિલ્ડિંગ ધ્રુજવા લાગી. લગભગ ચાર મિનિટ સુધી કંપન અનુભવાયું. તરત જ બધા ઘરની બહાર આવ્યા. જ્યારે અમે રસ્તાઓ પર આવીને જોયું ત્યારે અમારા જેવા ઘણા લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા અને તેઓ ઘરોની બહાર શેરીઓમાં પણ ઉભા હતા.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે

લોકોના અનુભવના આધારે, સ્થાનિક મીડિયાએ સમાચારને વેગ મળ્યો. બાદમાં નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ પણ ભૂકંપની પુષ્ટિ કરી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની તીવ્રતા 3.9 જણાવી હતી.

આ પણ વાંચો :  Maharashtra : જે લોકો ઈતિહાસ નથી રચી શક્તા તેઓ ઈતિહાસનો નાશ કરી નાખે છે, સંજય રાઉતનો ભાજપ પર પ્રહાર

આ પણ વાંચો : Maharashtra : કેબિનેટ મંત્રીના સ્વાગત કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, લોકોએ કહ્યું “તહેવારોમાં પ્રતિબંધ કેમ ?”

Next Article