ગુલાબ બાદ શાહીનનું સંક્ટ ! મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ

|

Sep 30, 2021 | 2:30 PM

અરબી સમુદ્રમાંથી ઉદ્દભવી રહેલા આ શાહીન વાવાઝોડાની (Cyclone Shaheen) મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર થવાની સંભાવના છે.

ગુલાબ બાદ શાહીનનું સંક્ટ ! મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ
File Photo

Follow us on

Maharashtra : મહારાષ્ટ્રમાં ગુલાબ ચક્રવાતે ભારે તબાહી મચાવી છે. બુધવારે ભારે વરસાદ બાદ મરાઠવાડા, વિદર્ભ, મુંબઈ અને દરિયાકાંઠાના વિસ્તારો પૂરની સ્થિતિ જોવા મળી હતી. હવામાન વિભાગના (Metrological Department) જણાવ્યા અનુસાર ચક્રવાત ગુલાબ હવે નબળુ પડ્યુ છે. પરંતુ નવા ચક્રવાતી તોફાન શાહીનને કારણે મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ

આગાહીને પગલે હવામાન વિભાગે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યુ છે. IMD અનુસાર, શાહીનની અસર ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પડી શકે છે. અરબી સમુદ્રમાંથી ઉદ્દભવી રહેલા આ શાહીન વાવાઝોડાની (Cyclone Shaheen) મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર થવાની સંભાવના છે.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં 436 લોકોએ જીવ ગુમાવ્યા છે

મહારાષ્ટ્રમાં આ ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં 436 લોકોએ જીવ ગુમાવ્યા છે અને ભારે આર્થિક નુકસાન પણ થયું છે. જો કે, વરસાદ હજુ પણ અવિરત ચાલુ છે અને મુંબઈ સહિત મહારાષ્ટ્રના (Maharashtra) મોટાભાગના વિસ્તારોમાં ગુરુવારે ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. છેલ્લા ત્રણ દિવસથી મરાઠવાડા અને વિદર્ભમાં વરસાદના કારણે 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુલાબ ચક્રવાતની અસરને કારણે વરસાદ (Heavy Rains) થઈ રહ્યો હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે.

196 લોકો વીજળી પડવાથી મૃત્યુ પામ્યા

રાજ્યના રાહત અને પુનર્વસન મંત્રી વિજય વડેટ્ટીવારના જણાવ્યા અનુસાર, આ 436 લોકોમાંથી 196 લોકોના વીજળી પડવાથી મૃત્યુ થયા હતા. બાકીના લોકો પૂર, મકાન ધરાશાયી, ભૂસ્ખલન વગેરેને કારણે મૃત્યુ પામ્યા છે. તેમના મતે, માત્ર સપ્ટેમ્બર મહિનામાં (September Month) જ 71 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ચોમાસાની શરૂઆત પહેલા મેના અંતમાં અરબી સમુદ્રમાં આવેલા તાઉતે ચક્રવાતને કારણે 86 લોકોના મુત્યુ થયા હતા.

વધુમાં મંત્રી વડેટ્ટીવારે જણાવ્યુ હતુ કે, હજુ પણ રાજ્યના 127 વિસ્તારો એવા છે જ્યાં વરસાદ (Rains) બેકાબુ થયો છે. ભારે વરસાદને પગલે ઘણી જગ્યાએ રસ્તાઓને નુકસાન થયુ છે, ઉપરાંત વીજ થાંભલા પડી જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

આ પણ વાંચો: Maharashtra: વરસાદ અને પૂરે મચાવી તબાહી! 436 લોકોએ જીવ ગુમાવ્યા, ખેતી ધોવાઈ ગઈ

આ પણ વાંચો: Leopard Attack LIVE: હુમલાખોર દીપડા સાથે જાંબાઝ દાદીએ ભીડી બાથ, અને પછી થયું કંઈક આવું, જુઓ Video

Published On - 2:07 pm, Thu, 30 September 21

Next Article