Ganesh Chaturthi Celebration in Mumbai: કોરોના પ્રતિબંધોની વચ્ચે પણ ભક્તો પુરી ભક્તિથી ઉજવી રહ્યા છે ગણેશ ચતુર્થી, આ નેતાએ પણ ઘરે કરી ગણપતિની પધરામણી

|

Sep 11, 2021 | 12:13 AM

મહારાષ્ટ્ર સરકારે કોરોનાની ત્રીજી લહેરની આગાહીને ધ્યાને રાખીને ગણેશ મહોત્સવ દરમિયાન 144 કલમ લાગુ કરવાનો આદેશ આપ્યો છે, ત્યારે મુંબઈકરોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે. તેમ છતા ભક્તોની ભક્તિમાં ક્યાય ઓટ જોવા મળી નથી.

Ganesh Chaturthi Celebration in Mumbai: કોરોના પ્રતિબંધોની વચ્ચે પણ ભક્તો પુરી ભક્તિથી ઉજવી રહ્યા છે ગણેશ ચતુર્થી, આ નેતાએ પણ ઘરે કરી ગણપતિની પધરામણી
મહારાષ્ટ્રમાં કોરોનાના પ્રતિબંધો વચ્ચે પણ ઉજવાઈ રહ્યો છે ગણેશ મહોત્સવ

Follow us on

સમગ્ર દેશ ભગવાન શ્રી ગણેશની પુજા-ભકિતમાં મગ્ન થઈ રહ્યો છે. વાતાવરણ બાપ્પા મોરીયાના નાદથી ગુંજી રહ્યુ છે અને ભકિતમય બની રહ્યું છે. પુરા ભારતમાં સૌથી વધારે મહારાષ્ટ્ર (Maharashtra)માં ઉજવાતો તહેવાર છે. ગણપતિ ઉત્સવનું અનેરુ મહાત્મ્ય અહીં જોવા મળે છે. ત્યારે મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર દ્વારા કોરોનાની ત્રીજી લહેરની આગાહી તેમજ કોરોના સંક્રમણના વધતા કેસોને જોતા મુંબઈમાં 144 કલમ લાગુ કરી દેવાય છે.

 

ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા કેસોને લઈને સરકાર કોઈ બેદરકારી દાખવવા માંગતી નથી. તેમજ કોરોનાનું સંકટ હજુ પુરેપુરુ ટળ્યુ નથી માટે સાવચેતીના દરેક પગલા સરકાર તરફથી લેવાય રહ્યા છે. પરંતુ બીજી તરફ સરકારના આ નિર્ણયથી મુંબઈગરાઓ ઉદાસ ચોક્કસ થઈ ગયા છે, પરંતુ તેમની ભક્તિમાં ક્યાય ઉદાસીનતા કે ઉત્સાહની કમી જોવા મળી નથી. મુંબઈના લોકોની સાથે-સાથે ઘણા નેતાઓએ તેમજ સેલીબ્રીટીઓએ ખુબ જ ભાવ અને ઉત્સાહ પુર્વક પોતાના ઘરે ગણપતિની પધરામણી કરી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેડાવ્યા બાપ્પાને

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરે પણ બાપ્પાની પધરામણી થઈ છે. ફડણવીસે પરિવાર સાથે બાપ્પાની પૂજા કરી હતી. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો અંત આવે એ માટે પ્રાર્થના કરી. આ સાથે તેમણે ખેડૂતો પર આવી રહેલી એક પછી એક કુદરતી આફતો દુર થાય એવી અર્ચના કરી.

 

તેમણે કહ્યું કે ભગવાન ગણેશ બુદ્ધિના  દેવતા છે. માટે ભગવાનને પ્રાર્થના છે કે તેઓ દરેકને સદ્દબુદ્ધિ આપે અને બધાના હાથે સારા અને નિતિવાળા કામો થઈ શકે. ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે તેઓ મોકો ચુક્યા ન હતા અને તેમણે મહાવિકાસ અઘાડી સરકાર પર મંદિર ખોલવા અંગે આકરા પ્રહારો કર્યા હતા.

 

ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે બાપ્પાના સ્વાગત માટે મહારાષ્ટ્રીયનોમાં અનેરો ઉત્સાહ

મહારાષ્ટ્રમાં કોરોનાના પ્રતિબંધો પણ લોકોની ભક્તિ અને ઉત્સાહમાં અવરોધ પેદા કરી શક્યા નથી. લોકો દ્વારા ગણપતિ બાપ્પાનું અનેક રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. એવામાં એક વિદ્યાર્થી ભક્ત દ્વારા અનોખી રીતે કરવામાં આવેલું સ્વાગત ચારેકોર ચર્ચાઈ રહ્યું છે.

 

આ વખતે ગણપતિ બાપ્પા મહારાષ્ટ્રના પૂણે શહેરમાં એક ભક્તના ઘરે ડ્રોન પર બેસીને ઘરના દરવાજે પહોંચી ગયા છે. પૂણે જેએસબી કોલેજના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ સ્વદેશી ટેકનોલોજી સાથે ડ્રોન કેમેરા બનાવ્યા છે. જેના પર બેસીને બાપ્પા ઘરે આવ્યા છે. ડ્રોનથી આવતા બાપ્પાને જોવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા.

 

આ પણ વાંચો :  Lalbaugcha Raja : લાલ બાગચા રાજાના આગમનની છડી પોકારાઈ, જુઓ બાપ્પા કેવા ઘરેણા ધારણ કરશે

 

આ પણ વાંચો :  Maharashtra : યુવતીએ પ્રપોઝલ ઠુકરાવ્યુ તો યુવકે આ રીતે કરી પરેશાન, ભારે જહેમત બાદ પોલીસે કરી આરોપીની ધરપકડ

 

Published On - 11:38 pm, Fri, 10 September 21

Next Article