Maharashtra: અહીં કોઈ તાલિબાન રાજ નથી, ભાજપ કાર્યાલયો પર હુમલા સહન કરવામાં નહીં આવે- ફડણવીસની મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને ચેતવણી

નારાયણ રાણેએ ગઈકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિશે નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં ઠાકરેની ટીકા કરવાની સાથે સાથે 'થપ્પડ' પણ મારવાની વાત કરી હતી. રાણેના આ નિવેદન બાદ તેમની સામે FIR નોંધવામાં આવી છે.

Maharashtra: અહીં કોઈ તાલિબાન રાજ નથી, ભાજપ કાર્યાલયો પર હુમલા સહન કરવામાં નહીં આવે- ફડણવીસની મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને ચેતવણી
રાણેના નિવેદનને સમર્થન નહી, પરંતુ રાણેને પૂર્ણ સમર્થન : ફડણવીસ

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ જે વિવાદીત નિવેદન આપ્યું અને ત્યારબાદ રાજ્યભરમાં શિવસૈનિકો દ્વારા જે રીતે તોડફોડ કરવામાં આવી અને ભાજપના કાર્યાલયો પર હુમલાની ઘટનાઓ સામે આવી છે તે અંગે પત્રકારો સાથે વાતચીત કરતા વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘ભાજપ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના નિવેદનનું સમર્થન કરતું નથી.’

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ભારતની આઝાદીનું અમૃત મહોત્સવ વર્ષ યાદ નથી રહ્યું, તેનો વિરોધ કરવાની આ બીજી રીત હોઈ શકે છે. અમે રાણેના નિવેદનને સમર્થન આપતા નથી. ભાજપ રાણેના નિવેદનને સમર્થન આપતું નથી, પરંતુ શિવસેના જે રીતે જવાબ આપી રહી છે, તેને જોતા અમે સંપૂર્ણ તાકાતથી રાણેની સાથે છીએ.

પોલીસ શિવસૈનિકોના હુમલાઓને અટકાવી શકતી ન હોવાના જવાબમાં ફડણવીસે કહ્યું હતું કે, “હું સંબંધિત તમામ પોલીસ કમિશનરોને કહેવા માંગુ છું કે, જો ભાજપના કાર્યાલયમાં હુમલા થયા તો અમે પણ ચૂપ નહીં બેસીએ. જ્યાં જ્યાં અમારી ઓફિસોમાં તોડફોડ કરવામાં આવશે, ભાજપ તે વિસ્તારની પોલીસ કમિશનર કચેરીમાં જઈને આંદોલન કરશે. અમે ચૂપ નહીં રહીએ, આ મારી ધમકી નથી.”

‘રાજ્ય સરકાર પોલીસનો ઉપયોગ કરી રહી છે, કાયદાનું શાસન હવે નથી’

દેવેન્દ્ર ફડણવીસે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, પોલીસે જે કેસ નોંધ્યો છે, જે આદેશો આપ્યા છે તે પત્ર મેં વાંચ્યો. તેને જોયા પછી, એવું લાગે છે કે, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પોતાને છત્રપતિ (શિવાજી મહારાજ) માને છે ? પોલીસ દ્વારા લગાવવામાં આવેલી કલમો લાગુ કરતા પહેલા જે વ્યક્તિ ઉપર કેસ નોંધવામાં આવી રહ્યો છે તેનું નિવેદન લેવું પણ જરૂરી છે. પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી સરકારને ખુશ કરવા માટે કરવામાં આવી છે.

‘વાછરડાને માર્યો તો ગાયને પણ મારી નાખશું, સેના આવું વલણ બતાવી રહી છે’

રાજ્ય સરકાર બદલામાં જે પ્રકારનું વલણ બતાવી રહી છે તે કોઈ પણ રીતે ન્યાયી ઠેરવી શકાય નહીં. જે રીતે ભાજપ કાર્યાલયો પર હુમલા થયા છે, તે બરાબર છે ? પશ્ચિમ બંગાળની જેમ હિંસા શરૂ થઈ છે. એ જ વાત થઈ કે જો વાછરડાને માર્યો તો ગાયને પણ મારીશું. અમારી એક માત્ર અપીલ છે કે કાયદાનું પાલન કરો.

ફડણવીસે કહ્યું, ‘જ્યારે શરજીલ ઉસ્માની અહીં આવે છે અને હિન્દુઓ વિશે બકવાસ વાતો કરીને જાય છે ત્યારે પોલીસ ક્યાં જાય છે અને પોલીસ મૌન પ્રેક્ષક બની રહે છે. તેને પકડવામાં આવતો નથી. જો એટલો જ દમ છે, તો પછી શરજીલ ઉસ્માનીને પકડીને બતાવો. હિંમત નથી તમારી પાસે.’

પોલીસનો ઉપયોગ ફક્ત પોતાના લાભ માટે, કાયદાના વ્યવસ્થાપન માટે નહી

નારાયણ રાણેના નિવેદનનો લાભ લઈને જે રીતે નારાયણ રાણેજીની યાત્રાને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પોલીસજીવી સરકાર જે રીતે પોલીસનો ઉપયોગ કરી રહી છે, તેનાથી લાગે છે કે રાજ્યમાં કાયદાનું શાસન રહ્યું નથી.

અમે ચેતવણી આપીએ છીએ કે જે રીતે ભાજપ કાર્યાલયો પર હુમલા થઈ રહ્યા છે તે અમે સહન નહીં કરીએ. તેનો જવાબ આપવામાં આવશે. ભાજપના કાર્યકરોને તેમની ઓફિસોની સુરક્ષા કરવાનો અધિકાર છે. જો પોલીસ તેની સુરક્ષા નહીં કરે તો જ આ કરવામાં આવશે. અન્યથા અમે અમારા વર્કર્સને શાંતિ અને વ્યવસ્થા જાળવવા અપીલ કરીએ છીએ.

નારાયણ રાણેએ ગઈકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિશે નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં ઠાકરેની ટીકા કરવાની સાથે સાથે ‘થપ્પડ’ પણ મારવાની વાત કરી હતી. રાણેના આ નિવેદન બાદ તેમની સામે FIR નોંધવામાં આવી છે.

 

આ પણ વાંચો : MAHARASHTRA: નારાયણ રાણેની ધરપકડ કરાઈ, રત્નાગિરિ કોર્ટે જામીન અરજી ફગાવ્યા બાદ પોલીસ એક્શનમાં

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati