ફડચામાં ગયેલી PMC બેંકના થાપણદારોને પૈસા પાછા મળ્યા, 8.5 લાખ ખાતાધારકોને 3800 કરોડ રૂપિયા મળ્યા

PMC બેંકનું યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે મર્જર થયું છે. તમને જણાવી દઈએ કે લગભગ બે વર્ષ પહેલા નાણાકીય અનિયમિતતાનો મામલો સામે આવ્યા બાદ રિઝર્વ બેંકે પીએમસી બેંકના બોર્ડને ભંગ કરી દીધું હતું.

ફડચામાં ગયેલી PMC બેંકના થાપણદારોને પૈસા પાછા મળ્યા, 8.5 લાખ ખાતાધારકોને 3800 કરોડ રૂપિયા મળ્યા
PMC Bank (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 2:12 PM

યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેન્કે (Unity Small Finance Bank) કૌભાંડગ્રસ્ત પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક (PMC Bank)ના થાપણદારોને આશરે રૂ. 3,800 કરોડ ચૂકવ્યા છે. લગભગ 8,50,000 માન્ય ખાતાઓ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા હતા. ગુડી પડવા પર આ મરાઠી નવું વર્ષ થાપણદારો માટે ખુશીઓ લઈને આવ્યું છે. Unity SFB ને ગુરુવારે DICGC તરફથી PMC બેન્કના ભૂતપૂર્વ થાપણદારોની પ્રમાણિત સૂચિ પ્રાપ્ત થઈ છે. આ થાપણદારોના ખાતામાં તેમની 5 લાખ રૂપિયા સુધીની થાપણો જમા થઈ ગઈ છે. વીમા કવચ મુજબ, થાપણદારને મહત્તમ રૂ. 5 લાખની મર્યાદાને આધીન તેના નાણાં પ્રાપ્ત થાય છે.

તમને જણાવી દઈએ કે કોઈ પણ બેન્કની ડિફોલ્ટ અથવા નિષ્ફળતાના કિસ્સામાં, ગ્રાહકોની થાપણ એક હદ સુધી સુરક્ષિત રહે છે. આને થાપણ વીમો કહેવામાં આવે છે. ડિપોઝિટ વીમો એ થાપણદારો માટે એક પ્રકારનું રાક્ષા કવર છે. જે બેન્કના દરેક થાપણદારો માટે ઉપલબ્ધ છે. DICGC આ વીમો પૂરો પાડે છે. તે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ની સંપૂર્ણ માલિકીની કંપની છે. બેન્કનું લાઇસન્સ રદ થાય અને લિક્વિડેશન પ્રક્રિયા શરૂ થાય તો 5 લાખ રૂપિયા સુધીની થાપણો સુરક્ષિત રહે છે.

PMC બેન્કનું યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેન્ક સાથે મર્જર થયું છે. લગભગ બે વર્ષ પહેલા નાણાકીય ગેરરીતિનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ રિઝર્વ બેન્કે પીએમસી બેન્કના બોર્ડને રદ(બોર્ડના દરેક સભ્યોનું સભ્યપદ રદ) કરી દીધું હતું.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

3700 કરોડની લોન લીધી હતી

Unity SFB એ તમામ થાપણદારોના બેન્ક ખાતામાં ત્વરિત ક્રેડિટ કરી છે જેમના ધારકો તેમની ક્રેડિટ બેલેન્સ કન્ફર્મેશન યુનિટી બેન્ક એપ પર મોકલી રહ્યા છે. બિન્દ્રાએ જણાવ્યું હતું કે, આ ખાતાઓને ભંડોળમાં મદદ કરવા માટે, યુનિટી SFB એ DICGC પાસેથી રોકડ સહાય લીધી છે જે તે ભવિષ્યની તારીખે ચૂકવશે. બેન્કે રૂ. 3,700 કરોડથી વધુની લોન લીધી છે, જે સમયાંતરે ચૂકવવામાં આવશે.

Unity SFB મુખ્યત્વે ડિજિટલ બેંક હશે જ્યાં નવા શેરધારકોએ રોકડ અને વોરંટ દ્વારા રૂ. 3,000 કરોડથી વધુની મૂડી એકત્રિત કરી છે. મૂડીનો ઉપયોગ બેંક માટે આધાર બનાવવા માટે કરવામાં આવશે.

ઑક્ટોબરની શરૂઆતમાં, રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) એ Centrum Financial Services અને Resilient Innovation (RIPL) ના કન્સોર્ટિયમને નાના ફાઇનાન્સ બેંક લાઇસન્સ જાહેર કર્યું હતું, જે ભારતપે નામનું અગ્રણી ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ ધરાવે છે. લગભગ છ વર્ષના અંતરાલ પછી આ પ્રથમ વખત છે જ્યારે કેન્દ્રીય બેંકે નવું બેંક લાઇસન્સ જાહેર કર્યું છે.

આ કૌભાંડનો પર્દાફાશ 2019માં થયો હતો

PMC બેંકમાં નકલી ખાતા દ્વારા એક ડેવલપરને 6500 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. આ કૌભાંડની જાણકારી વર્ષ 2019માં રિઝર્વ બેંકને મળી હતી. રિઝર્વ બેંકે સપ્ટેમ્બર 2019માં બેંક પર કડક નિયંત્રણો લાદ્યા હતા. RBIનું મોરેટોરિયમ 23 સપ્ટેમ્બર 2019થી લાગુ છે. આ અંતર્ગત બેંકના થાપણદારો પર ઉપાડ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આરબીઆઈએ પીએમસી બેંકના બોર્ડને ભંગ કરી દીધું હતું.

આ પણ વાંચો :ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ, મોટા ભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર ,અમદાવાદ અને ડીસામાં 43 ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા

આ પણ વાંચો :Sabarkantha : વર્ષ 2010માં થયેલા સંગીત વિસારદ ભરતીકાંડ મામલે ફરિયાદ નોંધાઇ, પાંચ લોકો સામે ગુનો દાખલ કરાયો

g clip-path="url(#clip0_868_265)">