Mumbai: ગણેશ ચતુર્થી પર ભીડની શક્યતાને લઈને મુંબઈના મેયરનું નિવેદન, “કોરોનાની ત્રીજી લહેર આવશે નહી આવી ગઈ છે”

મુંબઈના મેયર કિશોરી પેડનેકરે લોકોને તેમના ઘરમાં રહીને ગણેશ ચતુર્થીની ઉજવણી કરવાનું કહ્યું. આ સાથે મેયરે સાવધાની રાખવા પણ જણાવ્યું હતું.

Mumbai: ગણેશ ચતુર્થી પર ભીડની શક્યતાને લઈને મુંબઈના મેયરનું નિવેદન, “કોરોનાની ત્રીજી લહેર આવશે નહી આવી ગઈ છે”
મુંબઈના મેયર કિશોરી પેડનેકરે લોકોને કોરોનાની સ્થિતિ અંગે આપી ચેતવણી.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 8:43 PM

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો (Corona Cases in Maharashtra)  ફરી એકવાર વધી રહ્યા છે, આ દરમિયાન આગામી ગણેશ ચતુર્થીના (Ganesh Chaturthi) તહેવારને લઈને સરકારની ચિંતા વધી છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે (Mumbai Mayor Kishori Pednekar)  લોકોને  ઘરની બહાર ગણેશ ચતુર્થીની ઉજવણીને લઈને ચેતવણી આપી હતી. મેયરે કહ્યું કે અહીં કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave)  દસ્તક આપી ચુકી છે, તેથી ઘરે રહીને જ તહેવારની ઉજવણી કરો.

કિશોરી પેડનેકરે મંગળવારે મીડિયાને કહ્યું, “કોરોનાની ત્રીજી લહેર આવી નથી રહી, તે પહેલેથી જ અહીં છે. નાગપુરમાં તેની જાહેરાત થઈ ચૂકી છે. પેડનેકરે મુંબઈમાં લોકોને ગણેશ ચતુર્થી દરમિયાન ઘરમાં રહીને જ ઉજવણી કરવાની અપિલ કરી હતી. ગણેશ ચતુર્થી 10 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. આ પ્રસંગે મેયરે ભાર મૂક્યો હતો કે લોકોએ કોરોનાનો ફેલાવો અટકાવવા માટે માસ્ક પહેરવું જોઈએ તેમજ અન્ય સાવચેતી પણ રાખવી જોઈએ.

મંત્રી નીતિન રાઉતે ત્રીજી લહેરના આગમનનો ઉલ્લેખ કર્યો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં થયેલા વધારાને જોતા મેયરે ચિંતા વ્યક્ત કરી છે. કિશોરી પેડણેકર નાગપુરના સંરક્ષક મંત્રી નીતિન રાઉતની (Minister Nitin Raut) ટિપ્પણીનો ઉલ્લેખ કરી રહ્યા હતા કે શહેર પહેલેથી જ કોવિડ -19 ની ત્રીજી લહેરની પકડમાં છે. એક પ્રતિષ્ઠીત ન્યૂઝ એજન્સી અનુસાર નીતિન રાઉતે જણાવ્યું કે, “લાંબા સમય બાદ આજે અહી બમણા પોઝિટિવ કેસો આવ્યા છે. ત્રીજી લહેર દસ્તક આપી ચુકી છે.

આવનારા દિવસોમાં વધુ નિયંત્રણો લાદવામાં આવશે

રાઉતે એમ પણ કહ્યું કે આગામી ત્રણથી ચાર દિવસમાં જિલ્લામાં વધુ નિયંત્રણો લગાવવામાં આવી શકે છે કારણ કે દૈનિક સંક્રમણની સંખ્યા બે આંકડામાં વધી રહી છે. સોમવારે, શહેરમાં કોવિડ -19 ના 12 કેસ નોંધાયા હતા, જેના કારણે આ સંખ્યા 493,072 પર પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે વધારવામાં આવનારા પ્રતિબંધોમાં રેસ્ટોરન્ટ્સને રાત્રે 10 વાગ્યાની જગ્યાએ 8 વાગ્યા સુધી ખુલ્લુ રાખવાની, દુકાનો અને અન્ય સંસ્થાઓ સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી શકે છે તેમજ વીકેન્ડમાં સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ પણ અપાઈ શકે છે.

આ સાથે જ મંત્રીએ એમ પણ કહ્યું કે માત્ર આવશ્યક સેવાઓને જ સંચાલિત કરવાની મંજૂરી આપી શકાય છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બે થી ત્રણ દીવસોમાં વેપારીઓ અને અન્ય સંગઠનો સાથે બેઠક કર્યા બાદ વધેલા પ્રતિબંધોની જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો :  Investigation Report Leaked Case: અનિલ દેશમુખના વકીલ આનંદ ડાગા અને સીબીઆઈ ઈન્સ્પેક્ટરને બે દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા

આ પણ વાંચો :  Maharashtra : મોહન ભાગવતે સમજાવ્યો હિન્દુ હોવાનો અર્થ, જાણો આ પર શરદ પવારે શું આપી પ્રતિક્રિયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">