સચિન વાજેને નહીં મળે હોસ્પિટલમાંથી રજા, કોર્ટે કહ્યું ‘હાઉસ અરેસ્ટ પર ફેંસલો આવ્યા બાદ જ મળશે ડીસ્ચાર્જ’
વાજે, મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટીલિયાની બહાર એક વાહનમાં વિસ્ફોટક સામગ્રી મળવાના મામલે તથા મનસુખ હિરેન હત્યા કેસમાં આરોપી છે. હોસ્પિટલે કોર્ટને જાણ કરી હતી કે વાજેને 28 સપ્ટેમ્બરે રજા મળી શકે છે.
મુંબઈની વિશેષ અદાલતે મંગળવારે હોસ્પિટલને નિર્દેશ આપ્યો હતો કે બરતરફ કરાયેલા પોલીસ કર્મચારી સચિન વાજેની (Sachin Vaze) હોમ કસ્ટડી માટેની અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી તેમને ડિસ્ચાર્જ આપવામાં ન આવે. વાજે હાર્ટ સર્જરી (ઓપન હાર્ટ સર્જરી) પછી હોસ્પિટલમાં દાખલ છે.
વાજે, મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટીલિયાની બહાર એક વાહનમાં વિસ્ફોટક સામગ્રી મળવાના મામલે તથા મનસુખ હિરેન હત્યા કેસમાં આરોપી છે. હોસ્પિટલે કોર્ટને જાણ કરી હતી કે વાજેને 28 સપ્ટેમ્બરે રજા મળી શકે છે. વાજેએ તેમના વકીલ રૌનક નાયક મારફતે મંગળવારે વિનંતી કરી હતી કે જ્યાં સુધી તેમની હોમ કસ્ટડી માટેની અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં ન આવે.
હાર્ટ સર્જરી બાદ હાઉસ એરેસ્ટની માંગ કરવામાં આવી હતી
વાજે ગયા અઠવાડિયે દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે હાર્ટ સર્જરી બાદ રિકવરી માટે તેને હોમ કસ્ટડીમાં રહેવાની મંજૂરી આપવામાં આવે. જોકે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે વાજે ફરાર થઈ શકે છે. મંગળવારે, સ્પેશિયલ જજ એ.ટી. વાનખેડેએ હોસ્પિટલને બુધવાર સુધી વાજેને ડિસ્ચાર્જ ન આપવાનો નિર્દેશ આપ્યો હતો, કારણ કે તેમની અરજી પર તે જ દિવસે સુનાવણી થવાની છે.
બેન્ચે કહ્યું કે આપણા દેશમાં સૌથી મોટી સમસ્યા એ છે કે કોઈપણ આદેશને લાગુ કરવાનો છે. ખંડપીઠે કહ્યું, “કાયદાઓ તો છે, પરંતુ આખરે તેનો અમલ પણ થવો જોઈએ. અમારા આદેશનો સાચી ભાવનાથી અમલ થવો જોઈએ. ”
13 સપ્ટેમ્બરે કરવામાં આવી વાજેની સર્જરી
સચિન વાજેની 13 સપ્ટેમ્બરે એક ખાનગી હોસ્પિટલમાં ઓપન હાર્ટ બાયપાસ સર્જરી થઈ હતી. સર્જરી બાદ વાજેને 17 સપ્ટેમ્બરે ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. 27 સપ્ટેમ્બરે તેમના ટાંકા કાઢવામાં આવે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 100 કરોડનો વસુલી કેસ હાઈ પ્રોફાઈલ કેસ છે. જ્યારથી આ કેસ બહાર આવ્યો છે, ત્યારથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. તાજેતરમાં એનઆઈએ દ્વારા કોર્ટમાં સચિન વાજે સહિત 10 આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી હતી.
NIAની તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર કાવતરું સચિન વાજે દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું અને બાદમાં સ્કોર્પિયોના માલિક હિરેન મનસુખની પણ કથિત રીતે પકડાઈ જવાના ડરથી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં NIAએ તમામ 10 આરોપીઓ સામે આર્મ્સ એક્ટ અને UAPAમાં અનેક કલમો સાથે ચાર્જશીટ દાખલ કરી હતી.
આ પણ વાંચો : Mumbai Sakinaka Rape: મુંબઈ પોલીસે સાકીનાકા બળાત્કાર કેસમાં ચાર્જશીટ દાખલ કરી, 346 પાનામાં 77 લોકોના નોંધાયા જવાબો