Coronavirus Update: મહારાષ્ટ્ર લોકડાઉન તરફ? કોરોના બેકાબૂ બનતા ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉનની સ્ટ્રેટજી બનાવશે

|

Mar 30, 2021 | 9:39 AM

Coronavirus Update :  મહારષ્ટ્રમાં કોરોનાની સ્થિતી બેકાબૂ થઇ રહી છે. રાજ્યમાં રવિવારે કોરોનાના રેકોર્ડ બ્રેક 40 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. જેનાથી સરકારની ચિંતા વધી ગઇ છે. અને બીજી તરફ ટોટલ લોકડાઉનની તૈયારી કરવામાં આવી રહી છે

Coronavirus Update: મહારાષ્ટ્ર લોકડાઉન તરફ? કોરોના બેકાબૂ બનતા ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉનની સ્ટ્રેટજી બનાવશે
Coronavirus

Follow us on

Coronavirus Update :  મહારાષ્ટ્ર (Maharatsra)માં કોરોના (Corona)ની સ્થિતિ બેકાબૂ થઇ રહી છે. રાજ્યમાં રવિવારે કોરોનાના રેકોર્ડ બ્રેક 40 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. જેનાથી સરકારની ચિંતા વધી ગઇ છે. અને બીજી તરફ ટોટલ લોકડાઉનની તૈયારી કરવામાં આવી રહી છે. કોરોના પર બની ટાસ્ક ફોર્સે લોકડાઉનનું સૂચન પણ કર્યુ છે. ત્યારબાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય સચિવ સીતારામ કુંટેને કહ્યું કે લોકડાઉનની સ્ટ્રેટજી બનાવો

CM બોલ્યા કલમ 144 અથવા કર્ફયુથી કામ નહીં ચાલે 

ઉદ્ધવે રવિવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં કલમ 144થી કામ નથી ચાલવાનું. કર્ફયૂથી પણ કંઇ નથી થવાનું હવે લોકડાઉન જ એકમાત્ર વિકલ્પ છે. ઉદ્ધવના આ નિવેદન પર માનવામાં આવી રહ્યું છે કે આવનારા એક કે બે દિવસમાં મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવવાની જાહેરાત થઇ શકે છે. મુખ્યમંત્રીએ હૉસ્પિટલમાં બેડની સંખ્યા , ઓક્સીજન અને વેંટિલેટર્સની વ્યવસ્થા બાબતે અધિકારીઓ પાસેથી જાણકારી લીધી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 40 હજાર કેસ

મહારાષ્ટ્રમાં પાછલા 24 કલાક દરમ્યાન કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રવિવારે અહીં 40,414 કેસ સામે આવ્યા છે. અહીં એક દિવસમાં મળેલા સંક્રમિતોની સંખ્યા સૌથી વધારે છે. આ પહેલા 26 માર્ચે 36,902 કેસ સામે આવ્યા હતા. છેલ્લા દિવસોમાં રાજ્યમાં 108 લોકોના મોત થયા છે. 58 લોકોના મોત નાગપુરમાં થયા છે. મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં 6923 નવા કેસ સામે આવ્યા છે. તે સિવાય 12 લોકોના મોત પણ થયા છે. મુંબઇમાં અત્યાર સુધી 3 લાખ 98 હજાર 674 કોરોના સંક્રમિત કેસ સામે આવી ચૂક્યા છે. અત્યાર સુધી 11 હજાર 649 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.

બીજી તરફ હિંગોલીમાં એક સપ્તાહનું ટોટલ લોકડાઉન લગાવી દેવામાં આવ્યુ છે. 29 માર્ચ સવારે 7 વગ્યાથી 4 એપ્રિલ બપોરે 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. જો કે આ દરમ્યાન જરુરી સેવાઓ જેમકે દૂધ , કરિયાણુ , ફળ-શાકભાજીની દુકાનો અને મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. એ સિવાય ઔરંગાબાદમાં  પણ 30 માર્ચની અડધી રાતથી 8 એપ્રિલ સુધી લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાનાં કારણે વર્ષો જૂની પરંપરા ટૂટી

બીડ જિલ્લાના કેઝ તાલુકાના વિદા ગામામાં હોળી પર પાછલા 80 વર્ષોથી ચાલનારી જૂલૂસની પરંપરા આ વખતે રદ્દ કરી દેવામાં આવી છે. આ જૂલૂસમાં એક ગધેડાને રંગ લગાવીને એના ગળામાં સેન્ડલ પહેરાવીને એક શખ્સને બેસાડીને આખા ગામમાં ફેરવવામાં આવે છે. ગધેડા પર બેસવાવાળા આ શખ્સને સોનાની એક વીંટી અને નવો ડ્રેસ ઇનામમાં આપવામાં આવે છે.

 

Next Article