Maharashtra: રાજ્યપાલના પદ પરથી હટવા ઈચ્છે છે ભગત સિંહ કોશ્યારી, વડાપ્રધાન મોદીને કહી મનની વાત

|

Jan 23, 2023 | 5:47 PM

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ટ્વીટ કરીને કહ્યું 'વડાપ્રધાન મોદીના મુંબઈ પ્રવાસ દરમિયાન મેં તેમને કહ્યું કે હું તમામ રાજકીય જવાબદારીઓમાંથી મુકત થઈને લેખન-વાંચન અને અન્ય કામમાં પોતાનું બાકી જીવન પસાર કરવા ઈચ્છુ છું.'

Maharashtra: રાજ્યપાલના પદ પરથી હટવા ઈચ્છે છે ભગત સિંહ કોશ્યારી, વડાપ્રધાન મોદીને કહી મનની વાત
Bhagat Singh Koshyari and pm modi
Image Credit source: File Image

Follow us on

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પોતાના પદ પરથી હટવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તે બાકીનું જીવન વાંચન-લેખનમાં પસાર કરવા માંગે છે. આ વાતની જાણ તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરી છે. રાજ્યપાલ કોશ્યારીએ સોમવારે રાજભવન દ્વારા જાહેર પ્રેસ રિલિઝ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. તેમને કહ્યું કે તે તમામ રાજકીય જવાબદારીથી મુકત થવા ઈચ્છે છે.

તેની સાથે જ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ટ્વીટ કરીને કહ્યું ‘વડાપ્રધાન મોદીના મુંબઈ પ્રવાસ દરમિયાન મેં તેમને કહ્યું કે હું તમામ રાજકીય જવાબદારીઓમાંથી મુકત થઈને લેખન-વાંચન અને અન્ય કામમાં પોતાનું બાકી જીવન પસાર કરવા ઈચ્છુ છું.’

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રાજ્યપાલ કોશ્યારીએ મરાઠીમાં ટ્વીટ કરતા કહ્યું કે મહારાષ્ટ્ર જેવી સંતો, સમાજ સુધારકો અને વીરોની મહાન ભૂમિના રાજ્યપાલ હોવું મારા માટે સૌભાગ્યની વાત હતી. પ્રદેશની જનતા પાસેથી 3 વર્ષથી વધારે સમય સુધી મળેલા પ્રેમ અને સ્નેહને ક્યારેય નહીં ભૂલી શકુ.

 આ પણ વાંચો: Pariksha Pe Charcha 2023: PM મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે પરીક્ષા પે ચર્ચા, જાણો આ કાર્યક્રમ વિશે

આ વિવાદોમાં રહ્યા રાજ્યપાલ કોશ્યારી

જણાવી દઈએ કે ભગતસિંહ કોશ્યારી 2019ની રાજ્યની ચૂંટણી બાદ રાજભવનમાં દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારના સવાર-સવારમાં શપથ સમારોહ આયોજિત કરવાના પોતાના નિર્ણય બાદથી વિવાદોમાં રહ્યા હતા. ત્યારબાદ પણ ભગતસિંહ કોશ્યારી અન્ય વિવાદમાં ચર્ચામાં રહ્યા છે. જેમાં સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલેની વિરૂદ્ધ તેમના નિવેદન અને રાજ્ય વિધાનસભા માટે તત્કાલીન એમવીએ સરકાર દ્વારા નામાંકિત 12 એમએલસીના લિસ્ટનો સ્વીકારવાના તેમના ઈનકારથી ચર્ચામાં હતા.

શિવસેનાએ રાજ્યપાલ પર સાધ્યું હતું નિશાન

‘છત્રપતિ શિવાજી મહારાજ જુના સમયના પ્રતિક છે’ કોશ્યારીની આ ટિપ્પણીએ રાજ્યવ્યાપી વિરોધ શરૂ કરી દીધો હતો. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે આરોપ લગાવ્યો હતો કે તેમને મહારાષ્ટ્રના આઈકનનું અપમાન કર્યુ છે અને ‘મરાઠી માનુસ’ની વિરૂદ્ધ છે.

તેમને પક્ષપાતી ગણાવતા વિપક્ષે ગયા મહિને કોશ્યારીની વિરૂદ્ધ એક વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેમાં માંગ કરવામાં આવી હતી કે તેમને રાજ્યપાલના પદ પરથી હટાવવા આવે.

Next Article