CM ઉદ્ધવ ઠાકરેના ભાજપ પર આકરા પ્રહાર, કહ્યું ‘ BJP મહારાષ્ટ્રના હિંદુઓમાં ભાગલા પાડવા માંગે છે’
મુખ્ય પ્રધાને ભારતીય જનતા પાર્ટીનું નામ લીધા વિના આક્ષેપ કર્યો હતો કે ભાજપ મહારાષ્ટ્રને (Maharashtra) "હિંદુ વિરોધી" તરીકે દર્શાવવા માંગે છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) અને શિવસેના (Shiv sena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે ભાજપ પર રાજ્યમાં હિંદુઓમાં ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો હતો. ઠાકરેએ કોંકણ અને પશ્ચિમ, ઉત્તર મહારાષ્ટ્રના પક્ષના જિલ્લા પ્રમુખોને ઓનલાઈન સંબોધનમાં આ નિવેદન આપ્યું હતું. શિવસેના દ્વારા શેર કરાયેલા ઠાકરેના ભાષણના મુદ્દાઓ અનુસાર, મુખ્ય પ્રધાને ભારતીય જનતા પાર્ટીનું નામ લીધા વિના આક્ષેપ કર્યો હતો કે ભાજપ મહારાષ્ટ્રને (Maharashtra) “હિંદુ વિરોધી” તરીકે દર્શાવવા માંગે છે, જેમ તેણે અગાઉ પશ્ચિમ બંગાળમાં (West Bengal) કર્યું હતું.
ઠાકરેએ કહ્યું કે, અમે હંમેશા કહીએ છીએ કે મહારાષ્ટ્ર દિશા બતાવે છે. હવે મહારાષ્ટ્રે ફરી દિશા બતાવવી જોઈએ, મહારાષ્ટ્રમાં હિન્દુઓ, મરાઠીઓ અને બિનમરાઠીઓમાં ભાગલા પાડવું એ ભાજપનું કાવતરું છે. ઠાકરેએ પક્ષના નેતાઓને સંબોધ્યા પછી શિવસેનાના સાંસદ સંજય રાઉતે પત્રકારોને જણાવ્યું હતું કે ઠાકરેએ પાર્ટીનું સંગઠન બનાવવાનો આગ્રહ કર્યો હતો.
ઢોંગ કરનારાઓને ખુલ્લા પાડો
રાઉતે કહ્યું કે જો શિવસેના પર રાજકીય હુમલા કરવામાં આવે તો ઠાકરેએ પણ જવાબ આપ્યો. ઠાકરેએ કહ્યું કે આપણે ઢોંગ કરનારા તત્વોનો પર્દાફાશ કરવો પડશે. નકલી હિન્દુત્વવાદીઓ તરફથી શિવસેના સામે કોઈ પડકાર નથી. સાંસદે કહ્યું કે ઠાકરે નજીકના ભવિષ્યમાં મહારાષ્ટ્રના ભાગોની મુલાકાત લેવાનો પણ સંકલ્પ કર્યો છે.
ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં અયોધ્યા જશે
આ સાથે સંજય રાઉતે અગાઉ માહિતી આપી હતી કે CM ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં અયોધ્યાની મુલાકાત લેશે. રાજ ઠાકરેની મુલાકાતના સમાચાર આવ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ઉદ્ધવ ઠાકરે પહેલા પર્યાવરણ અને પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે પણ અયોધ્યા જવાના છે. સાથે જ ભાજપ પણ શિવસેના પર હિન્દુત્વને લઈને સતત પ્રહારો કરી રહ્યું છે. ઉપરાંત ટૂંક સમયમાં ઉદ્ધવ ઠાકરે મુંબઈમાં એક મોટી સભા યોજવા જઈ રહ્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : Maharashtra Corona Reports: મહારાષ્ટ્રમાં શનિવારે કોરોનાએ ફરી ઝડપ પકડી, 150 થી વધુ નવા કેસ નોંધાયા
આ પણ વાંચો : Maharashtra: કુલર બન્યુ કિલર? ઠંડી હવા ઝેરી બની અને નાશિકમાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો