Vaccination in Maharashtra : PM મોદીની સાથેની બેઠક પહેલા CM ઉદ્ધવ ઠાકરેની ટકોર, ‘મહારાષ્ટ્રમાં 30 નવેમ્બર સુધી 100 ટકા વેક્સિનેશન કરો કંપ્લીટ’

મુખ્યમંત્રીએ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને 30 નવેમ્બર સુધીમાં પોતપોતાના જિલ્લાઓમાં 100% રસીકરણનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવા નિર્દેશ આપ્યો હતો.

Vaccination in Maharashtra : PM મોદીની સાથેની બેઠક પહેલા CM ઉદ્ધવ ઠાકરેની ટકોર, 'મહારાષ્ટ્રમાં 30 નવેમ્બર સુધી 100 ટકા વેક્સિનેશન કરો કંપ્લીટ'
Chief Minister Uddhav Thackeray
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 6:50 AM

Vaccination in Maharashtra: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બુધવારે (3 નવેમ્બર) કોવિડ રસીકરણ અભિયાનની સમીક્ષા કરવા જઈ રહ્યા છે. અગાઉ, સીએમ ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) એ મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિભાગીય કમિશનરો, જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી.

આ બેઠકમાં, સીએમ ઉદ્ધવ ઠાકરેએ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને રસીકરણ કાર્યક્રમને ઝડપી બનાવવા અને 30 નવેમ્બર સુધીમાં 100% રસીકરણનો લક્ષ્યાંક હાંસલ કરવા નિર્દેશ આપ્યો હતો. એટલે કે, મહિનાના અંત સુધીમાં, મહારાષ્ટ્રમાં દરેક વ્યક્તિને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મળવો જોઈએ (100% Vaccination in Maharashtra). આ ઉપરાંત મુખ્યમંત્રીએ રસીનો એક ડોઝ લઈ ચૂકેલા લોકોને સમયસર બીજો ડોઝ લેવામાં કોઈ ઢીલ ન રાખવા આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રીએ કહ્યું કે કોરોનાની લહેર હજી પૂરી થઈ નથી. પરંતુ જેમણે રસી લીધી છે, તેમને કોરોના સંક્રમણ થવાની સંભાવના ઘણી હદ સુધી ઘટી ગઈ છે. જો કોરોના આવે તો પણ જીવનું જોખમ ઓછું હોય છે, તે સાબિત થયું છે. તેથી શહેરીજનોને અપીલ છે કે તેઓ વિના સંકોચે વહેલામાં વહેલી તકે રસી લેવાનો પ્રયાસ કરે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

‘તમારા સંબંધિત જિલ્લામાં 100% રસીકરણનો લક્ષ્યાંક હાંસલ કરવો’ મુખ્યમંત્રીએ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને 30 નવેમ્બર સુધીમાં પોતપોતાના જિલ્લાઓમાં 100% રસીકરણનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવા નિર્દેશ આપ્યો હતો. આ માટે તમામ સ્તરે જઈને તમામ ધર્મ અને જાતિના લોકોએ રસીકરણના અભિયાનમાં ભાગ લેવો જોઈએ. મંગળવારે મુખ્યમંત્રી દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં આરોગ્ય મંત્રી રાજેશ ટોપે (Rajesh Tope) જાલનાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા.

આ મહત્વની બેઠકમાં મુખ્ય સચિવ સીતારામ કુંટે, જાહેર આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ ડો.પ્રદીપ વ્યાસ, આરોગ્ય સેવા કમિશનર એન.રામાસ્વામી, મેડિકલ એજ્યુકેશન એન્ડ રિવિઝન કમિશનર સચિન્દ્ર પ્રતાપ સિંહ, મુખ્ય પ્રધાનના અગ્ર સચિવ સીતારામ કુંટે, મુખ્ય સચિવ સીતારામ કુંટે સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીના વર્ષા નિવાસસ્થાનના કમિટી રૂમમાં વિકાસ ખડગે, કોવિડ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ડો.સંજય ઓક, સભ્ય ડો.શશાંક જોશી, ડો.રાહુલ પંડિત ઉપસ્થિત રહ્યા હતા.

‘કોરોના સંક્રમણનું કારણ ઓછું હોવાનું જણાવી ટેસ્ટિંગ ઘટાડશો નહીં’ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ બેઠકમાં કહ્યું કે હાલમાં કોરોનાનું સંક્રમણ ઓછું છે. પરંતુ આનો અર્થ એ નથી કે કોરોનાના ટેસ્ટિંગમાં ઘટાડો થવો જોઈએ. લોકોને કોરોના નિયમોનું ધ્યાન રાખવાની અપીલ પણ કરવામાં આવી છે. નચિંત ન બનો.

રાજ્યના વિવિધ સ્થળોએ લેબની સુવિધા વિકસાવવામાં આવી છે. તેનો ઉપયોગ કરવો જરૂરી છે. સિનેમા હોલ શરૂ થઈ રહ્યા છે. દરેક સિનેમા હોલમાં રસી સંબંધિત સંદેશાઓ બતાવવા જોઈએ. આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન કામદારો માટે રસીકરણના બંને ડોઝની શરતો ફરજિયાત બનાવો. રસીકરણ માટે દુર્ગમ વિસ્તારોમાં મોબાઈલ યુનિટનો ઉપયોગ કરો. દિવાળી પછી વિવિધ વિસ્તારોના આંકડાઓ મેળવીને તે મુજબ રસીકરણની ગતિ વધારવી અને 100% રસીકરણનો લક્ષ્યાંક હાંસલ કરાવો.

આ પણ વાંચો: Ahmedabad: મેલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના સકંજામાં શહેર, જાણો ઓક્ટોબર મહિનામાં કેટલા આવ્યા કેસ

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 03 નવેમ્બર: ક્રોધમાં આવીને નિર્ણય ના લેશો, તે ખોટા સાબિત થતા નુકસાન થઇ શકે

g clip-path="url(#clip0_868_265)">