ચાર મહિનાનાં સુકારા પછી IPO બજારમાં પરત ફરી હરિયાળી

|

Jul 23, 2020 | 12:18 PM

ચાર મહિનાનાં બ્રેક બાદ ફરી એક વાર IPO બજારમાં રોનક પરત ફરી રહી છે. કોરોનાની મહામારીની સીધી અસર IPO બજાર પણ પડી હતી એટલે જ કંપનીઓએ આ દરમિયાન પૈસા ભેગા કરવા માટે બ્લોક ટ્રેડ, FPO અને રાઈટ ઈશ્યુ જેવા રસ્તાઓ અપનાવ્યા છે. મુંબઈની સ્પેશ્યલીટિ કંપની રોસ્સારી બાયોટેકે પાછલા મહિને 6.6 કરોડ ડોલર (આશરે 495 કરોડ)નો […]

ચાર મહિનાનાં સુકારા પછી IPO બજારમાં પરત ફરી હરિયાળી
http://tv9gujarati.in/char-mahina-na-s…t-fari-hariyaadi/

Follow us on

ચાર મહિનાનાં બ્રેક બાદ ફરી એક વાર IPO બજારમાં રોનક પરત ફરી રહી છે. કોરોનાની મહામારીની સીધી અસર IPO બજાર પણ પડી હતી એટલે જ કંપનીઓએ આ દરમિયાન પૈસા ભેગા કરવા માટે બ્લોક ટ્રેડ, FPO અને રાઈટ ઈશ્યુ જેવા રસ્તાઓ અપનાવ્યા છે. મુંબઈની સ્પેશ્યલીટિ કંપની રોસ્સારી બાયોટેકે પાછલા મહિને 6.6 કરોડ ડોલર (આશરે 495 કરોડ)નો ઈસ્યુ રજુ કર્યો કે જેને 80% ટકા સુધીનું સબ્સક્રિપ્શન મળ્યું હતું જે દર્શાવે છે કે પ્રાથમિક બજારમાં કેટલી જોરદાર માગ છે. એજ રીતે બ્લૈક સ્ટોન ગ્રૃપનાં રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને માઈન્ડ સ્પેસ બિઝનેસ પાર્ક રીટ પણ 60 કરોડ ડોલર(આશરે 4,700 કરોડ રૂપિયા)નો IPO મુકવા જઈ રહી છે. આ દેશમાં બીજો રીટ IPO હશે.

આ બંને ઈસ્યુથી દેશનાં IPO બજારમાં ચાર મહિનાનાં દુકાળ બાદ હવે તે પુરૂ થવા જઈ રહ્યો છે. આ પહેલા છેલ્લો મોટો IPO SBI કાર્ડનો હતો કે જેણે બજારથી 1.7 અબજ ડોલર ભેગા કર્યા હતા. આના બાદ હવે નાની કંપનીનાં જ ઈસ્યુ આવશે. 23 માર્ચે નિચલા સ્તરે ખસકી ગયા બાદ ભારતીય શેર બજારોએ ફરી જોરદાર તેજી મેળવી છે.

ભલે IPO બજાર શાંત રહ્યા હોય પરંતુ નાંણાકિય બજારમાં કાફી સક્રિયતા જોવા મળી રહી. કંપનીઓએ લોકડાઉન દરમિયાન ફોલો અન ઈશ્યુ અને રાઈટ્સનાં માધ્યમથી ફંડને મેળવ્યું. બ્લુમબર્ગ મુજબ મે મહિનામાં કેટલીય કંપનીઓનાં રોકાણકારોએ પોતાની ઈક્વીટી ભાગ વેચીને 5.44 અબજ ડોલરને ભેગા કર્યા. જૂનમાં 10 FPO રજૂ થયા જેનાથી 2ય43 અબજ ડોલર ભેગા કરવામાં આવ્યા કે જે એક વર્ષની સોથી મોટી ડીલ ગણી શકાય. જોકે રોકાણકારો આ હજુ પણ ભારતીય યૂનિકોર્ન જેવી કે ઓલા, ફ્લિપકાર્ટ, પેટીએમ જેવા ઈશ્યુ માટે સતત લાંબી રાહ જોવી પડી શકે છે. વીમા કંપની પોલીસી બજાર વર્ષ 2021 સુધી લિસ્ટ થવા માગે છે કે જે સ્ટાર્ટ અપનો પહેલો મોટો ઈશ્યુ બની શકે છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Next Article