મુંબઇ લોકલ ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર, પીક અવર્સ દરમિયાનની ટ્રેનમાં વધારો કરાયો

|

Nov 29, 2021 | 3:41 PM

Mumbai: અગાઉ CSMTથી બાંદ્રા વચ્ચે 2 ટ્રેન સેવા હતી, તે હવે ગોરેગાંવ સુધી ચાલશે. જ્યારે હાલમાં CSMTથી ગોરેગાંવ વચ્ચે 42 સેવાઓ છે. આ તમામ સેવાઓના વિસ્તરણ સાથે, હવે 106 સેવાઓ હાર્બર લાઇન પર ગોરેગાંવ સુધી ચાલશે.

મુંબઇ લોકલ ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર, પીક અવર્સ દરમિયાનની ટ્રેનમાં વધારો કરાયો
Mumbai Local train

Follow us on

મુંબઇ લોકલ ટ્રેનના(Mumbai local train) ટાઇમ ટેબલમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. કોરોના(Corona) સમયગાળા પછી મુસાફરો(Passengers)ની સુવિધાને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ રેલવે(Central Railway)એ હાર્બર, ટ્રાન્સ-હાર્બર લાઇન, બેલાપુર(Belapur), નેરુલ અને ખારકોપરને જોડતા ચોથા કોરિડોરના સમયપત્રકમાં સુધારો કર્યો છે. આ ટાઈમ ટેબલ(Time table) 1 ડિસેમ્બર 2021થી લાગુ થશે.

હાલમાં મુખ્ય લાઇનની સેવાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સેન્ટ્રલ રેલવે(Central Railway)ના જનરલ મેનેજર અનિલ કુમાર લાહોટીએ જણાવ્યું હતું કે, ”પશ્ચિમ રેલવેના સંકલનમાં પનવેલથી અંધેરી અને CSMTથી અંધેરી સેવાઓના વિસ્તરણથી મુસાફરોનો સમય બચશે. તે મુસાફરોને નવી મુંબઈ અને મુંબઈ વચ્ચે એકીકૃત મુસાફરી કરવામાં પણ મદદ કરશે.”

હાર્બર સેવાઓનું ગોરેગાંવ સુધી વિસ્તરણ

સેન્ટ્રલ રેલવેએ હાર્બર લાઇનની સેવાઓને ગોરેગાંવ સ્ટેશન સુધી લંબાવી છે. આ સાથે હાર્બર લાઇનથી ગોરેગાંવ સુધી કુલ 106 સેવાઓ ઉપલબ્ધ થશે. રેલવે પણ આ વિસ્તરણને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વિસ્તરણ મુસાફરોને સુવિધા આપશે. સેન્ટ્રલ રેલવેના એક અધિકારીના જણાવ્યા અનુસાર હાલમાં સીએસએમટીથી અંધેરી સ્ટેશન સુધી 44 સેવાઓ ચાલી રહી છે. હવે તેને ગોરેગાંવ સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પનવેલ અને અંધેરી વચ્ચે ચાલતી 18 સેવાઓને પણ ગોરેગાંવ સુધી લંબાવવામાં આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હાર્બર લાઇન પર 614 સેવાઓ ચાલશે
સેન્ટ્રલ રેલવેના જણાવ્યા અનુસાર  હાર્બર લાઇન પર લોકલ ટ્રેનની કુલ સંખ્યા 614 હશે, જ્યારે ટ્રાન્સહાર્બર લાઇન પર 262 સેવાઓ હશે.

પીક અવર્સ દરમિયાન સેવાઓમાં વધારો થયો
ચોથા કોરિડોર પર, પીક અવર્સ દરમિયાન સેવાઓના સમયપત્રકમાં સુધારો કરવામાં આવ્યો છે, પરંતુ સેવાઓની કુલ સંખ્યા 40 માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. માનખુર્દથી શરૂ થતી સેવાઓ હવે પ્લેટફોર્મ નંબર 3ને બદલે પ્લેટફોર્મ નંબર 2 પરથી ચાલશે.

મુંબઇ લોકલ ટ્રેનના ટાઇમ ટેબલમાં કરેલા ફેરફારથી મુસાફરોને ઘણી રાહત થશે. ઘણી  ટ્રેનનું વિસ્તરણ થવાથી મુસાફરોને વારંવાર ટ્રેન બદલવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળશે. ખાસ કરીને પીક અવર્સમાં ટ્રેનની ફ્રીકવન્સી વધતા મુસાફરોએ ઓછી ભીડનો સામનો કરવો પડશે.

આ પણ વાંચોઃ Farm Laws Repeal Bill 2021 : લોકસભા બાદ રાજ્યસભામાં પણ કૃષિ કાયદા પરત ખેંચવા માટેનું બિલ પાસ, લોકસભા આવતીકાલ સવાર સુધી સ્થગિત

આ પણ વાંચોઃ રાજયમાં ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી, 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી માવઠું પડશે

Next Article