રાજયમાં ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી, 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી માવઠું પડશે

હવામાન (Weather) વિભાગ પ્રમાણે, 2 ડિસેમ્બરે દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ અને દીવમાં 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 2:49 PM

ગુજરાતમાં ફરી એકવાર માવઠુ ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવી શકે છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદ પડે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. આવતીકાલથી 2 ડિસેમ્બર સુધી માવઠુ પડે તેવી આગાહી કરાઈ છે.. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ પર તેની અસર વર્તાશે.

જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે. 1 ડિસેમ્બરે અરબી સમુદ્રમાં લૉ-પ્રેસર સર્જાશે. જેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે. જ્યારે કે 2 તારીખે પણ ભારે વરસાદ પડશે. મહત્વનું છે કે, માવઠાના કારણે સૌથી મોટો ફટકો ખેડૂતોને પડે છે. માવઠાના કારણે પાકને નુકસાન થતા ખેડૂતોની કફોડી થઈ જાય છે. ત્યારે ખેડૂતોને પણ પાક સુરક્ષિત સ્થાને રાખવા સૂચના અપાઈ છે.

હવામાન (Weather) વિભાગ પ્રમાણે, 2 ડિસેમ્બરે દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ અને દીવમાં 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

આ ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 3 અને 4 ડિસેમ્બરે કમોસમી વરસાદ કેર વર્તાવી શકે છે. 3 ડિસેમ્બરે આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે પંચમહાલ, દાહોદ, છોડાઉદેપુર, સુરત અને બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે.

તેવી જ રીતે 4 ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ડાંગ અને તાપીમાં ભારે અને મધ્યમ વરસાદ વરસી શકે છે. કમોસમી વરસાદના વધુ એક રાઉન્ડના કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. 1 ડિસેમ્બરથી જ રાજ્યના ઘણા વિસ્તારોમાં વારાવરણ પલટાવાનું શરૂ થઈ જશે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">