ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારને ફરીથી મળી જાનથી મારી નાખવાની ધમકી

|

Aug 15, 2022 | 2:01 PM

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Businessman Mukesh Ambani) અને તેમના પરિવારને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુકેશ અંબાણી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી રિલાયન્સ હોસ્પિટલના લેન્ડલાઈન પરથી આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારને ફરીથી મળી જાનથી મારી નાખવાની ધમકી
Mukesh Ambani - Chairman , RIL

Follow us on

જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Businessman Mukesh Ambani) અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. તેઓને ધમકી અંગેના ચારથી પાંચ કોલ આવ્યા હોવાનું જાણવા મળે છે. અંબાણી પરિવારને (Ambani family) મળેલ ધમકી સંદર્ભે મુંબઈ પોલીસ (Mumbai Police) તપાસ કરશે તેમ જાણવા મળે છે. અંબાણીને ચારથી પાંચ ધમકીભર્યા ફોન આવ્યા હતા. આ ફોનની તપાસ શરૂ કરવામાં આવી છે. આ બધા ફોન આજે આવ્યા છે. સ્વતંત્રતા દિવસે તેમને આવો ધમકીભર્યો ફોન આવતાં ખળભળાટ મચી ગયો છે. આગામી ત્રણ કલાકમાં અંબાણી પરિવારને મારી નાખવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી છે. પોલીસની એક ટીમ રિલાયન્સ હોસ્પિટલમાં તપાસ કરી રહી છે.

અંબાણીને અપાઈ ધમકી

મુકેશ અંબાણી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી અંગેના ઓછામાં ઓછા ચારથી પાંચ કોલ આવ્યા હોવાનું જાણવા મળે છે. મુંબઈ પોલીસ તપાસ કરશે તેમ જાણવા મળે છે. આ મામલે અંબાણી પરિવાર પોલીસ ફરિયાદ નોંધાવશે તેવા અહેવાલ છે. તેઓ ડી. બી માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે તેવું જાણવા મળે છે. મુકેશ અંબાણી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી રિલાયન્સ હોસ્પિટલના લેન્ડલાઈન પરથી આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ. પ્રાથમિક અનુમાન છે કે ધમકીભર્યો ફોન કોલ કરનાર વ્યક્તિ માનસિક રીતે બિમાર હોઈ શકે છે.

પોલીસ દ્વારા પૂછપરછ

અંબાણીને ધમકીભર્યો ફોન આવ્યા બાદ મુંબઈ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. પોલીસે રિલાયન્સ હોસ્પિટલમાં જઈને પૂછપરછ કરી છે. ફોન કરનાર અને ફોન ઉપાડનાર વ્યક્તિ પાસેથી વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. પોલીસ વતી કહેવામાં આવ્યું છે કે પ્રાથમિક માહિતી મુજબ ફોન કરનાર મનોરોગી છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને ફોન કરનાર કોણ છે તે શોધી કાઢશે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

અંબાણીને ચારથી પાંચ ધમકીભર્યા ફોન આવ્યા હતા. આ ફોનની તપાસ શરૂ કરવામાં આવી છે. આ બધા ફોન આજે આવ્યા છે. સ્વતંત્રતા દિવસે તેમને આવો ધમકીભર્યો ફોન આવતાં ખળભળાટ મચી ગયો છે. આગામી ત્રણ કલાકમાં અંબાણી પરિવારને મારી નાખવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી છે. પોલીસની એક ટીમ રિલાયન્સ હોસ્પિટલમાં તપાસ કરી રહી છે. આ કેસમાં રિલાયન્સ હોસ્પિટલના કર્મચારીનું નિવેદન નોંધવામાં આવી રહ્યું છે.

હોસ્પિટલ પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે “અમને આઠ ફોન કોલ્સ હતા. અમે આ ધમકીભર્યા ફોન કૉલને ખૂબ ગંભીરતાથી લીધો છે અને કૉલ કરનારની તપાસ કરીશું. ફોન કોલની જાણ તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. રિલાયન્સ હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.”

 

 

Published On - 12:35 pm, Mon, 15 August 22

Next Article