Maharashtra : હવે મુંબઈમાં પણ ગેરકાયદે દબાણો પર બુલડોઝરવાળી, માહિમમાં દરગાહ પાસેનો ભાગ તોડી પડાયો

પ્રશાસને માહિમમાં એક દરગાહ પાસે બનેલા ગેરકાયદેસર ભાગને તોડી પાડ્યો. મહત્વનું છે કે MNS ચીફ રાજ ઠાકરેએ એક વીડિયોને શેર કરીને ગેરકાયદે દબાણોને લઈ ચેતવણી આપી હતી.

Maharashtra : હવે મુંબઈમાં પણ ગેરકાયદે દબાણો પર બુલડોઝરવાળી, માહિમમાં દરગાહ પાસેનો ભાગ તોડી પડાયો
Follow Us:
| Updated on: Mar 23, 2023 | 12:07 PM

ઉત્તર પ્રદેશની જેમ મુંબઈમાં પણ બુલડોઝરની કાર્યવાહી જોવા મળી રહી છે. પ્રશાસને માહિમમાં એક દરગાહ પાસે બનેલા ગેરકાયદેસર ભાગને તોડી પાડ્યો.  મહત્વનું છે કે MNS ચીફ રાજ ઠાકરેએ બુધવારે મુંબઈમાં તેમની રેલીમાં એક વીડિયો બતાવ્યો હતો. આ વીડિયોમાં માહિમ બીચ પર એક દરગાહનું નિર્માણ થતું જોવા મળી રહ્યું હતુ.

રાજ ઠાકરેએ ગેરકાયદે બાંધકામને લઈ આપી હતી ચેતવણી

રાજ ઠાકરેએ ચેતવણી આપી હતી કે મુંબઈમાં નવો હાજી અલી તૈયાર થઈ રહ્યો છે. જો એક મહિનામાં આ ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી નહીં થાય તો ત્યાં સૌથી મોટું ગણપતિ મંદિર બનાવવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 14-12-2024
પાકિસ્તાનની આ 5 એક્ટ્રેસને ભારતમાં ખૂબ સર્ચ કરે છે લોકો, સુંદરતા છે અદભૂત
ભારતના 100 રૂપિયા ટ્રુડોના કેનેડામાં કેટલા થઈ જાય ?
લાઈફમાં એકવાર ઝીનત અમાનની આ 7 ફિલ્મો જરૂર જોવી
રાજ કપૂરનું આ 3 એક્ટ્રેસ સાથે જોડાયેલું હતું નામ, એક ના કારણે પત્નીએ છોડ્યું હતું ઘર!
Vastu shastra : કેવી રીતે જાણી શકાય, ઘરમાં વાસ્તુ દોષ છે કે નહીં ?

માહિમ બીચ આસપાસ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો

આપને જણાવી દઈએ કે, રાજ ઠાકરેએ દાદરના શિવાજી પાર્ક ખાતેના તેમના સંબોધનમાં પણ એક મહિનાનો સમય આપીને આ ચેતવણી આપી હતી અને તેમની ચેતવણીના એક જ દિવસમાં મુંબઈ મહાનગરપાલિકાએ તેની સામે કાર્યવાહી કરી છે.

રાજ ઠાકરેની ગઈકાલની ચેતવણી બાદથી માહિમ બીચની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. તો મુંબઈ પોલીસ કમિશનરે ગેરકાયદે બાંધકામની તપાસના આદેશ આપ્યા બાદ પોલીસ ટીમ મોકલી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક દૂર કરવા આદેશ કર્યો હતો.બાદમાં BMCના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આજે સવારે ગેરકાયદેસર રીતે બનેલી દરગાહને તોડી પાડવાની કામગીરી પૂર્ણ કરી હતી.

g clip-path="url(#clip0_868_265)">