Breaking News: મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, કાર-બસની ટક્કરમાં 6 લોકોના મોત, મુંબઈમાં Best બસે સર્જેલા અકસ્માતથી રૂંવાડા ઉભા થઈ જશે, જુઓ Video

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે એક કાર નાગપુરથી નાગભીડ તરફ જઈ રહી હતી ત્યારે તે એક ખાનગી બસ સાથે અથડાઈ હતી

Breaking News: મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, કાર-બસની ટક્કરમાં 6 લોકોના મોત, મુંબઈમાં Best બસે સર્જેલા અકસ્માતથી રૂંવાડા ઉભા થઈ જશે, જુઓ Video
Terrible road accident in Maharashtra's Chandrapur, 6 people killed in car-bus collision
Follow Us:
| Updated on: Jun 05, 2023 | 7:41 AM

Maharashtra Chandrapur Road Accident: મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે એક કાર નાગપુરથી નાગભીડ તરફ જઈ રહી હતી ત્યારે તે એક ખાનગી બસ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો. આ ભયંકર અકસ્માતમાં, કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એકનું હોસ્પિટલમાં લઈ જતી વખતે અને બીજાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

તમને જણાવી દઈએ કે આ દુર્ઘટના ચંદ્રપુર જિલ્લાના નાગભીડ-નાગપુર રોડ પર કાનપા ગામ પાસે થઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાઓને તાત્કાલિક ગ્રામ્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

કાનપા ગામમાં ભયાનક અકસ્માત સર્જાયો હતો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના રવિવારે સાંજે લગભગ 4 વાગ્યે નાગભીડથી 17 કિલોમીટર દૂર કાનપા ગામમાં બની હતી. તેણે કહ્યું કે એક કારમાં છ લોકો હતા અને તેઓ નાગપુરથી નાગભીડ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન સામેથી આવતી ખાનગી બસ સાથે કાર અથડાઈ હતી.

છ લોકોના દર્દનાક મોત

પોલીસના જણાવ્યા અનુસાર, ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમના મૃતદેહોને વાહનના કટીંગ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. તે જ સમયે, અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલી નવ વર્ષની બાળકીનું હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્તનું નાગભીડની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું

આ મૃત્યુ પામેલા લોકોની યાદી છે

મીડિયા રિપોર્ટ્સમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, મૃત્યુ પામેલા લોકોમાં રોહન વિજય રાઉત (30), ઋષિકેશ વિજય રાઉત (28), પ્રભા શેખર સોનવને (35), લાખની, ગીતા વિજય રાઉત (50), સુનીતા રૂપેશ ફેંડર (40) છે. નાગપુરની યામિની (9)નો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, હાલ પોલીસે બસ ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે અને આ મામલે તપાસ હાથ ધરી છે.

મુંબઈમાં રોડ અકસ્માત

મુંબઈમાં એક ભયાનક માર્ગ અકસ્માતનો એક વીડિયો સામે આવ્યો છે. વાયરલ વીડિયો મુંબઈના કફ પરેડ વિસ્તારનો છે. જ્યાં બે બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 49 વર્ષીય ડોક્ટરનું મોત થયું છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના 3 જૂનના રોજ સવારે 6.30 વાગ્યે બની હતી.

વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બેસ્ટની બસ બધવાર પાર્ક પાસે પહેલાથી પાર્ક કરેલી બસને પાછળથી ટક્કર મારે છે. બસને ટક્કર માર્યા બાદ તે બસને કેટલાક મીટર સુધી આગળ ખેંચે છે. આ દર્દનાક અથડામણમાં ડૉ.બલરામ ભગવે બેસ્ટની બસના પૈડા નીચે આવી ગયા હતા. જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા સમય બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">