Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news: Sharad Pawar ને મળી જાનથી મારી નાખવાની ધમકી, પુત્રી સુપ્રિયા સુલે પહોંચી પોલીસ સ્ટેશન

Breaking news: મહારાષ્ટ્રમાં એનસીપી પ્રમુખ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ પછી પુત્રી સુપ્રિયા સુલે પોલીસ પાસે પહોંચી અને જરૂરી કાર્યવાહીની માંગ કરી.

Breaking news: Sharad Pawar ને મળી જાનથી મારી નાખવાની ધમકી, પુત્રી સુપ્રિયા સુલે પહોંચી પોલીસ સ્ટેશન
Sharad Pawar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2023 | 12:00 PM

Sharad Pawar News : મહારાષ્ટ્રમાં એનસીપી પ્રમુખ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ પછી પુત્રી સુપ્રિયા સુલે પોલીસ પાસે પહોંચી અને જરૂરી કાર્યવાહીની માંગ કરી. સુપ્રિયા સુલેએ મીડિયાને કહ્યું, ‘મને પવાર સાહેબ માટે વોટ્સએપ પર ધમકીભર્યો મેસેજ મળ્યો હતો. તેને એક વેબસાઈટ દ્વારા ધમકી આપવામાં આવી છે. આથી હું પોલીસ પાસે ન્યાયની માંગણી કરવા આવી છું. હું મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાનને વિનંતી કરું છું. આવા કૃત્યો નિમ્ન સ્તરનું રાજકારણ છે અને તેને રોકવું જોઈએ.

Sharad Pawar met CM Eknath Shinde: શરદ પવાર CM એકનાથ શિંદેને તેમના નિવાસસ્થાન ‘વર્ષા’ પર મળ્યા, રાજકારણ ગરમાયું

એનસીપી વડા 23 જૂને વિપક્ષની બેઠકમાં ભાગ લેવા પટના જશે

આ દરમિયાન શરદ પવારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ 23 જૂને પટનામાં યોજાનારી વિરોધ પક્ષોની બેઠકમાં ભાગ લેશે. આ બેઠક બિહારના મુખ્યમંત્રી અને JDU પ્રમુખ નીતિશ કુમારની પહેલ પર યોજાવા જઈ રહી છે.

હાર્દિક પંડ્યા સાથે જાસ્મિને સંબંધોની કરી પુષ્ટિ? મેચ બાદ MI ટીમની બસમાં બેઠી
Plant in pot : ઉનાળામાં ભૂલથી પણ આ ખાતરનો ઉપયોગ ન કરતા, છોડ સૂકાઈ શકે છે
Soft Healthy Hair: શું તમે નબળા અને ડ્રાય હેરથી પરેશાન છો? આ ફૂલનો કરો ઉપયોગ
Bitter Gourd Juice: દરરોજ સવારે કાચા કારેલાનું જ્યુસ પીવાથી થશે અનેક ફાયદા
ઘરના માટલામાં જ થઈ જશે Fridge જેવું ઠંડુ પાણી ! અજમાવો આ ટ્રિક
એપ્રિલ મહિનામાં આ 4 રાશિ થઈ જશે માલામાલ ! શરુ થઈ રહ્યું Good Luck

અગાઉ આ બેઠક માટે 12 જૂનની તારીખ નક્કી કરવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસના કારણે તેને મોકૂફ રાખવી પડી હતી. દરમિયાન કોંગ્રેસે પણ પુષ્ટિ કરી છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી બેઠકમાં હાજરી આપશે.

જ્યાં સુધી મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલની પાર્ટીનો સવાલ છે, તેમનું સ્ટેન્ડ સ્પષ્ટ નથી. નીતીશ કુમારનું કહેવું છે કે જો તમામ પાર્ટીઓ સાથે મળીને લડે તો આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને 100થી પણ ઓછી સીટો પર લાવી શકાય છે.

નીતિશ કુમારે શરદ પવારને ફોન કર્યો

પવારે કહ્યું કે નીતીશ કુમારે તેમને બેઠકમાં હાજરી આપવા માટે બોલાવ્યા છે. નીતીશ કુમારે દેશના મુખ્ય વિપક્ષી નેતાઓને બેઠક માટે આમંત્રણ આપ્યું છે અને હું પણ જઈશ. તેમણે આ મીટિંગ માટેનું આમંત્રણ સ્વીકાર્ય છે કારણ કે રાષ્ટ્રીય મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવાની જરૂર છે અને કારણને સમર્થન આપવાની અમારી જવાબદારી છે.

g clip-path="url(#clip0_868_265)">