AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Breaking news: IMDએ આગામી 24 કલાકમાં મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે એક આગાહીમાં જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવના જણાવી છે.

Mumbai Breaking news: IMDએ આગામી 24 કલાકમાં મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી
rainfall in Mumbai
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 1:57 PM
Share

મહારાષ્ટ્રના માયાનગરીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. દરમિયાન, હવામાન વિભાગ (IMD) એ મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટ બે દિવસ એટલે કે શુક્રવાર અને શનિવાર માટે જારી કરવામાં આવ્યું હતું. IMDએ જણાવ્યું હતું કે શનિવારે શહેરમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો : Bullet Train News: ગુજરાતમાં બુલેટ ટ્રેનનું 353 KM નું વાયડક્ટનું કામ પૂર્ણ, મહારાષ્ટ્રમાં કામ પ્રગતિમાં

શુક્રવારે મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે, થાણે, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, પુણે અને પાલઘર જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાં, વહીવટીતંત્રને વરસાદની સ્થિતિના આધારે નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી છે. શુક્રવારે યોજાનારી 10મી અને 12મીની પૂરક પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી કારણ કે હવામાન વિભાગે રાજ્યમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે. ધોરણ 10ના મુલતવી રાખેલા પેપર 2જી ઓગસ્ટે લેવાશે જ્યારે 12મા ધોરણના પેપર 11મી ઓગસ્ટે લેવાશે.

મુંબઈને ‘યલો’ એલર્ટ હેઠળ રાખવામાં આવ્યું છે, જે રવિવારે અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદનું સૂચન કરે છે, જ્યારે 24 અને 25 જુલાઈ માટે ગ્રીન એલર્ટ જારી કરવામાં આવ્યું છે. IMDએ શુક્રવારે થાણે, રાયગઢ, મુંબઈ જિલ્લાઓ અને પુણેના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી હતી.

રાયગઢ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાયગઢના ઇર્શાલવાડી ગામમાં મોટા ભૂસ્ખલનને લઈને વિધાનસભામાં નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે આ ઘટનામાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે, 8 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાથી પ્રભાવિત લોકોનું પુનર્વસન કરવામાં આવશે. સાથે જ મૃતકોના પરિજનોને 5 લાખની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. ઘાયલોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 109 લોકોને ટ્રેસ કરવામાં આવ્યા છે.

રાયગઢમાં હજુ પણ બચાવ કાર્ય ચાલુ

તેમણે જણાવ્યું કે ભારે વરસાદ અને ધુમ્મસના કારણે રાહત કાર્યમાં મુશ્કેલી આવી રહી છે.પહાડી સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે, તેમ છતાં NDRFની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. બચાવ કાર્ય ચાલુ છે. સીએમ શિંદેએ કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સેનાના હેલિકોપ્ટર લો પરંતુ ખરાબ હવામાનને કારણે તેનો ઉપયોગ કરી શક્યા નહીં.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">