AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મુંબઈમાં આતંકવાદી હુમલાનો ડર ! 1 મે મહારાષ્ટ્ર દિવસ પર આતંકવાદી હુમલાની આશંકા, ધારા 144 લાગુ

મુંબઈમાં 1 મેના રોજ મહારાષ્ટ્ર દિવસના અવસર પર આતંકવાદી હુમલો થવાની આશંકા છે. પરેડ દરમિયાન આતંકવાદી અને અસામાજિક તત્વો હુમલો કરી શકે છે

Breaking News : મુંબઈમાં આતંકવાદી હુમલાનો ડર ! 1 મે મહારાષ્ટ્ર દિવસ પર આતંકવાદી હુમલાની આશંકા, ધારા 144 લાગુ
breaking news fear of terrorist attack on the occasion of maharashtra day
| Updated on: Apr 26, 2023 | 2:32 PM
Share

મુંબઈમાં 1 મેના રોજ મહારાષ્ટ્ર દિવસના અવસર પર આતંકવાદી હુમલો થવાની આશંકા જતાવાઈ રહી છે. પરેડ દરમિયાન આતંકવાદી અને અસામાજિક તત્વો હુમલો કરી શકે છે તેવી માહિતી મળી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શિવાજી પાર્કની એર સ્પેસનો ઉપયોગ આતંકવાદી હુમલા માટે થઈ શકે છે. જોખમને ધ્યાનમાં રાખીને કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ સાથે દાદર, શિવાજી પાર્ક, માહિમ અને વરલીના ચાર પોલીસ સ્ટેશનોની હદને ‘નો-ફ્લાઈંગ’ ઝોન તરીકે જાહેર કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં આંતકવાદી હુમલાની આશંકા

શિવાજી પાર્કમાં આયોજિત પરેડ દરમિયાન આતંકી હુમલો થઈ શકે છે. આ માટે આતંકવાદીઓ શિવાજી પાર્કનો એરસ્પેસ તરીકે ઉપયોગ કરી શકે છે. માનવામાં આવે છે કે જો આ હુમલો થશે તો મોટી સંખ્યામાં લોકોના મોત થઈ શકે છે. જાહેર અને સરકારી સંપત્તિને પણ નુકસાન થઈ શકે છે. 1 મેના રોજ મુંબઈના શિવાજી પાર્કમાં પરેડ યોજાવાની છે. એટલા માટે આતંકવાદીઓએ આ સ્થળ અને તારીખ પસંદ કરી છે.

પાર્કની આસપાસના વિસ્તારને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરાયો

આતંકવાદી હુમલાના કાવતરાને કારણે ક્ષેત્રમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ગુપ્તચર વિભાગ તરફથી મળેલા ઈનપુટ બાદ શિવાજી પાર્કની આસપાસના વિસ્તારને નો-ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ વિભાગની ટીમો પણ સંપૂર્ણ સતર્ક થઈ ગઈ છે. ત્યાંથી પસાર થતા દરેક શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે.

 2008માં થયો હતો આંતકી હુમલો

જણાવી દઈએ કે મુંબઈને દેશની આર્થિક રાજધાની કહેવામાં આવે છે. 26 નવેમ્બર 2008ના રોજ સરહદ પારથી આવેલા આતંકવાદીઓએ મુંબઈમાં મોટો આતંકવાદી હુમલો કર્યો હતો. મુંબઈની તાજ હોટેલ, નરીમાન હાઉસ અને ઓબેરોય હોટલમાં આતંકવાદીઓએ ગોળીઓથી હુમલો કરીને અનેક લોકોની હત્યા કરી હતી. આ આતંકી હુમલા બાદ મુંબઈ સંપૂર્ણપણે હચમચી ગયું હતું.

આ દરમિયાન આતંકવાદીઓએ મુંબઈના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન છત્રપતિ શાહુજી ટર્મિનસ પર મુસાફરોને પણ નિશાન બનાવ્યા હતા. આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને અનેક મુસાફરોની હત્યા કરી નાખી હતી.

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">