Breaking News: સંજય રાઉતના સબંધીને ત્યાં EDના દરોડા, 100 કરોડથી વધુના કૌભાંડનો છે આરોપ

ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતના નજીકના સુજીત પાટકરના 10 સ્થળો પર EDની ટીમે દરોડા પાડ્યા છે.

Breaking News: સંજય રાઉતના સબંધીને ત્યાં EDના દરોડા, 100 કરોડથી વધુના કૌભાંડનો છે આરોપ
ed raids
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2023 | 12:36 PM

ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતના નજીકના સુજીત પાટકરના 10 સ્થળો પર EDની ટીમે દરોડા પાડ્યા છે. કોરોનાના સમયગાળા દરમિયાન બીજેપી નેતા કિરીટ સોમૈયાએ લાઈફ લાઈન હોસ્પિટલ મેનેજમેન્ટ કંપની પર 100 કરોડથી વધુના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. આજે EDએ આ જ સંદર્ભે દરોડા પાડ્યા છે. આ સિવાય કોવિડ સમયગાળા દરમિયાન BMCના એડિશનલ કમિશનર રહેલા IAS સંજીવ જયસ્વાલના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. આદિત્ય ઠાકરેના નજીકના સૂરજ ચવ્હાણના ઘરે પણ EDના દરોડા પડ્યા છે.

સૂરજ ચવ્હાણ શિવસેના યુબીટીના સેક્રેટરી છે અને આદિત્ય ઠાકરેની ખૂબ નજીક હોવાનું પણ માનવામાં આવે છે. અત્યાર સુધીમાં EDની ટીમે 15 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા છે. ED એ BMCના વરિષ્ઠ અધિકારીઓ, સપ્લાયર્સ, શહેરમાં કોવિડ-સંબંધિત સેવાઓ શરૂ કરવામાં મદદ કરનાર સર્વિસ કોન્ટ્રાક્ટરો અને કૌભાંડમાં અન્ય સાથીદારો સામે કાર્યવાહી કરી છે.

કોવિડ સમયગાળા દરમિયાન કૌભાંડનો છે મામલો

કોવિડ યુગ દરમિયાન, સુજિત પાટકરની લાઇફલાઇન હોસ્પિટલ મેનેજમેન્ટ કંપની સેવાઓ સંબંધિત કૌભાંડની અગાઉ આર્થિક ગુના શાખા દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. હવે EDએ કાર્યવાહી કરી છે. કોવિડ યુગ દરમિયાન તબીબી સેવાઓ પૂરી પાડવાના નામે કરોડો રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવતા ભાજપના નેતા કિરીટ સોમૈયાએ મુંબઈના આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી, ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં કેસ નોંધીને સુજીત પાટકરના કૌભાંડની તપાસ શરૂ કરી. આ પછી આજે સવારે 8 વાગ્યાની આસપાસ EDના છ-સાત અધિકારીઓ સુજીત પાટકર સાથે સંબંધિત અલગ-અલગ સ્થળોએ પહોંચ્યા અને દરોડા શરૂ કર્યા.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

તત્કાલિન BMC કમિશનરના ઘરે દરોડા

સજંય રાઉતના સબંધી પહેલા પહેલા ED BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલની પણ પૂછપરછ કરી ચૂકી છે. જે દરોડો પણ કોવિડ સમયગાળા દરમિયાન કોન્ટ્રાક્ટ આપવા સંબંધિત કૌભાંડને લઈને કરવામાં આવ્યો છે. જેમાં BMC એડિશનલ કમિશનર સંજીવ જયસ્વાલ અને રાજીવ સાલુંખે, હેમંત ગુપ્તા, સંજય શાહ જેવા અધિકારીઓના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા છે. જે જગ્યાએ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે ત્યાં કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બહારથી કોઈને બહાર જવાની કે અંદર આવવાની છૂટ નથી. ફોન પર વાત કરવાની પણ મંજૂરી નથી. BMC ચૂંટણી નજીક, EDની આ મોટી કાર્યવાહીથી મુંબઈમાં ખળભળાટ મચી ગયો છે.

આદિત્ય ઠાકરેના ખાસ સૂરજ ચવ્હાણ

આદિત્ય ઠાકરેના નજીકના સૂરજ ચવ્હાણના ઘરે પણ EDના દરોડા શરૂ થયા છે. વિવિધ ચૂંટણીઓમાં ઠાકરે જૂથ માટે પડદા પાછળ ચૂંટણી સમીકરણ તૈયાર કરવામાં તેઓ મહત્વની ભૂમિકા ભજવે છે. આગામી BMC ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

કાર્યવાહી કરવામાં આવશે

મુંબઈમાં કોરોના સમયગાળા દરમિયાન ઘણા કોવિડ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા હતા. સુજીત પાટકર પર એવો આરોપ છે કે તેણે રાતોરાત કંપની ઉભી કરી. નિયમોની વિરુદ્ધ જઈને BMCએ તેને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જ્યારે તેને આ કામનો કોઈ અનુભવ નહોતો. કિરીટ સોમૈયાનો આરોપ છે કે આવું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે સુજીત પાટકર સંજય રાઉતના બિઝનેસ પાર્ટનર છે.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">