Bombay Highcourt: લોકપ્રિય લુડો ગેમને કૌશલ્યની જગ્યાએ નસીબની રમત તરીકે જાહેર કરવા માંગ, મુંબઈ હાઈકોર્ટમાં અરજી દાખલ

|

Jun 05, 2021 | 7:41 PM

આ મોબાઈલની ગેમને કારણે ઘણા લોકોને આર્થિક નુકશાન પણ ભોગવવું પડે છે. તેની વચ્ચે મુંબઈમાં (Mumbai) મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS) પદાધિકારી દ્વારા મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

Bombay Highcourt: લોકપ્રિય લુડો ગેમને કૌશલ્યની જગ્યાએ નસીબની રમત તરીકે જાહેર કરવા માંગ, મુંબઈ હાઈકોર્ટમાં અરજી દાખલ
Bombay Highcourt

Follow us on

Bombay Highcourt: આજકાલ મોબાઈલને કારણે મેદાનમાં રમાતી રમતોનું ચલણ ઓછું થઈ ગયું છે. યુવાનોથી લઈને નાના બાળકો સતત મોબાઈલમાં (Mobile Game) ગેમ રમવા માટે ટેવાયેલા રહે છે. આ મોબાઈલની ગેમને કારણે ઘણા લોકોને આર્થિક નુકશાન પણ ભોગવવું પડે છે. તેની વચ્ચે મુંબઈમાં (Mumbai) મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS) પદાધિકારી દ્વારા મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં લોકપ્રિય લુડો ગેમને કૌશલ્યની જગ્યાએ નસીબની રમત  જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

 

મહારાષ્ટ્ર સરકારને નોટિસ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના(MNS)પદાધિકારીએ કહ્યું છે કે “લુડો ગેમમાં લોકો પૈસા દાવ પર લગાવી રહ્યા છે.  ઉપરાંત અરજીમાં મોબાઈલ એપ (Mobile App)સાથે સંકળાયેલા લોકો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.”  આ મામલે મુંબઈ હાઈકોર્ટ(Mumbai Highcourt) દ્વારા 22 જૂને સુનાવણી ધરવામાં આવશે.  ઉપરાંત આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી તેનો જવાબ પણ માંગ્યો છે.

 

અરજી મુજબ લુડોની રમતમાં પાસા પડ્યા બાદ તેના પર આવતા અંકો (Numbers)પર નિર્ભર કરે છે. એટલે જોવા જઈએ તો લુડોની રમત કૌશલ્યની જગ્યાએ નસીબ પર આધાર રાખે છે. જ્યારે લોકો આ રમતમાં કંઈક શરત(Condition) લગાવે છે, ત્યારે આ રમત જુગારનું(Gambling) રૂપ લે છે.

 

લોકો લુડો એપ પર કરી રહ્યા છે નાણાંનું રોકાણ

અરજીમાં કહેવામાં આવ્યું છે કે “લોકો લુડો એપ પર નાણાંનું રોકાણ કરી રહ્યા છે”. લોકો પાંચ-પાંચ રૂપિયાની શરત લગાવે છે, ત્યારબાદ 17 રૂપિયા વિજેતાના(Winner) ખાતામાં પહોંચે છે. જ્યારે ત્રણ રૂપિયા એપ્લિકેશનના શેરમાં જાય છે.

 

અરજદારના વકીલનું કહેવું છે કે લુડો ગેમના નામ પર જુગાર સામજીક દુષણનું (Social pollution) રૂપ લે છે. મહત્વપૂર્ણ છે કે આ પહેલાં મેજીસ્ટ્રેટ કોર્ટમાં(Magistrate Court) પણ અરજી થઈ હતી. જ્યાં લુડોની રમતને કૌશલ્યની ગેમ ગણાવીને એફ.આર.આઈ (FIR)નોંધણી કરવાનો ઈનકાર કર્યો હતો.

 

 

આ પણ વાંચો: World Environment Day: વડોદરાની એક એવી કંપની જ્યાં દરરોજ ઉજવાય છે પર્યાવરણ દિવસ, કર્મચારીઓને જન્મદિવસે અપાય છે બે વૃક્ષની ભેટ

Next Article