AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: નારાયણ રાણેને બોમ્બે હાઈકોર્ટમાંથી મળી રાહત, નાસિક પોલીસને કાર્યવાહી કરતા અટકાવ્યા, આગામી સુનાવણી 17 સપ્ટેમ્બરે

બોમ્બે હાઈકોર્ટમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે સંબંધિત કેસમાં આજે (25 ઓગસ્ટ, બુધવાર) સુનાવણી યોજાઈ હતી. બોમ્બે હાઈકોર્ટે નાસિક પોલીસને નારાયણ રાણે સામે કોઈ કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો હતો.

Maharashtra: નારાયણ રાણેને બોમ્બે હાઈકોર્ટમાંથી મળી રાહત, નાસિક પોલીસને કાર્યવાહી કરતા અટકાવ્યા, આગામી સુનાવણી 17 સપ્ટેમ્બરે
નારાયણ રાણે (ફાઇલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 5:48 PM
Share

બોમ્બે હાઈકોર્ટમાં (Bombay High Court) કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે (Union Minister Narayan Rane) સંબંધિત કેસમાં સુનાવણી ચાલી રહી છે. નારાયણ રાણેએ તેમની સામેનો કેસ રદ કરવા અરજી કરી છે. રાણેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને (CM Uddhav Thackeray) થપ્પડ મારવાનું વાંધાજનક નિવેદન આપ્યું હતું.

મહાડમાં આપેલા નિવેદન પર ગઈકાલે (મંગળવાર, 24 ઓગસ્ટ) રત્નાગીરી પોલીસે તેમની ધરપકડ કરી હતી. આ પછી તેમને મહાડ પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા અને તેમને મહાડ કોર્ટમાં રજૂ કરવામા આવ્યા. મોડી રાત્રે મહાડ કોર્ટમાં મેજિસ્ટ્રેટે તેમની જામીન અરજી સ્વીકારી હતી. આજે બોમ્બે હાઈકોર્ટ તેમની વિરુદ્ધ કેસ રદ કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી.

બોમ્બે હાઈકોર્ટમાં કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે સંબંધિત કેસમાં આજે (25 ઓગસ્ટ, બુધવાર) સુનાવણી યોજાઈ હતી. બોમ્બે હાઈકોર્ટે નાસિક પોલીસને નારાયણ રાણે સામે કોઈ કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો હતો. જોકે પૂણે પોલીસ દ્વારા નોંધાયેલા કેસ અંગે કોર્ટે કંઈ કહ્યું નથી. આગામી સુનાવણી 17 સપ્ટેમ્બરે થશે.

રાણે વિરુદ્ધ પૂણે નાસિક, થાણે અને મહાડમાં ચાર કેસ નોંધાયેલા છે. રાણે વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસોને રદ કરવાની અરજી મુંબઈ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. બોમ્બે હાઈકોર્ટમાં આજે આ અંગે સુનાવણી કરી હતી. જેમાં નારાયણ રાણેને રાહત આપવામાં આવી છે. બુધવારે સવારે વકીલોની ટીમ નારાયણ રાણેના ઘરેથી નીકળી હતી.  વકીલ અનિકેત નિકમની ટીમે જરૂરી કાગળ અને અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરી અને સુનાવણી માટે કોર્ટ પહોંચી હતી.

આ રીતે મહાડ કોર્ટમાં જામીન મંજૂર કરાયા

અગાઉ ગઈકાલે નારાયણ રાણેની ધરપકડ કરવામાં આવ્યા બાદ મહાડ પોલીસે તેમને મહાડ કોર્ટમાં રજૂ કર્યા હતા. 45 મિનિટથી એક કલાક સુધી ચાલેલી સુનાવણી બાદ મહાડ કોર્ટે નારાયણ રાણેને જામીન આપ્યા હતા. તેમને રૂ .15,000ના અંગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા. જામીન આપતી વખતે મહાડ કોર્ટે કેટલીક શરતો પણ મૂકી હતી.

કોર્ટે કહ્યું કે આ દરમિયાન નારાયણ રાણેનો ઓડિયો સેમ્પલ લેવામાં આવશે. પરંતુ જો અવાજનો નમૂનો લેવો હોય તો રાણેને 7 દિવસ અગાઉ નોટિસ આપવામાં આવશે. આ શરત પણ મુકવામાં આવી છે કે નારાયણ રાણેએ રાયગઢ ક્રાઈમ બ્રાંચમાં બે દિવસ (30 ઓગસ્ટ અને 13 સપ્ટેમ્બર) હાજર રહેવું પડશે.

ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન નહીં કરે તેવી ચેતવણી સાથે રાણેને જામીન આપવામાં આવ્યા હતા. અગાઉ કોર્ટે 7 દિવસની પોલીસ કસ્ટડીની માંગણી પણ ફગાવી દીધી હતી અને રાણેને રાહત આપતા જામીન મંજૂર કર્યા હતા. જામીન મળ્યા બાદ નારાયણ રાણે મહાડથી મુંબઈમાં તેમના જુહુમાં આવેલા નિવાસસ્થાન તરફ નીકળ્યા હતા.

બંને પક્ષોના વકીલોએ જામીન પૂર્વેની દલીલોમાં શું કહ્યું?

મહાડ કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ જામીન પૂર્વેની દલીલમાં સરકારી વકીલ ભૂષણ સાલવી અને રાણેના વકીલ રાજેન્દ્ર શિરોડકર વચ્ચે ધારદાર દલીલ થઈ હતી. સરકારી વકીલે નારાયણ રાણેના નિવેદનને ખૂબ જ ગંભીર ગણાવ્યું અને 7 દિવસની પોલીસ કસ્ટડીની માંગને પુનરાવર્તિત કરી. સરકારી વકીલે કહ્યું કે રાણેના નિવેદનમાં મુખ્યમંત્રીની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જ્યારે રાણેના વકીલે જણાવ્યું હતું કે રાણેના નિવેદન બાદ ઘણા નિયમો અને કાયદાઓનું ઉલ્લંઘન થયું છે. રાણેની ધરપકડ કરતા પહેલા કોઈ નોટિસ આપવામાં આવી ન હતી. એટલું જ નહીં, જે કલમો હેઠળ નારાયણ રાણેની ધરપકડ કરવામાં આવી છે. તે પણ ખોટું છે અને રાજકીય હેતુઓથી પ્રેરિત છે.

રાણેના વકીલે જણાવ્યું હતું કે રાણેએ જે પણ નિવેદન આપ્યું તે જાહેર સ્થળે આપવામાં આવ્યું હતું અને સામાન્ય ભાષામાં આવા વાક્યો વારંવાર કહેવામાં આવે છે. આવા કિસ્સામાં કસ્ટડીની શું જરૂર છે? રાણેના સ્વાસ્થ્યના કારણો દર્શાવીને રાણેના વકીલે જામીન આપવાની અપીલ પણ કરી હતી. કોર્ટે રાણેના વકીલની દલીલો સ્વીકારી અને નારાયણ રાણેને જામીન આપ્યા.

આ પણ વાંચો : શું અનિલ પરબે પોલીસને નારાયણ રાણેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો ? જુઓ Video

દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
g clip-path="url(#clip0_868_265)">