Maharashtra: લોકસભાની ચૂંટણી સુધીમાં NCPનો ‘ધ એન્ડ’, BJP સાંસદનો મોટો દાવો
2024ની લોકસભા ચૂંટણી સુધીમાં શરદ પવારની પાર્ટી NCP માં પણ ભંગાણ પડશે. BJP સાંસદ રણજિત સિંહ નિમ્બાલકરે દાવો કર્યો છે કે શિવસેનાની જેવી જ NCPની હાલત હશે.
ભાજપ સાંસદ રણજીત સિંહ નિમ્બાલકરે કહ્યું કે,’શરદ પવારની પાર્ટી NCP માં ઘણા મુખ્યમંત્રી પદની લાલચ ધરાવતા મુંગેરીલાલ છે, જેઓ મેળવવા ઈચ્છે છે. સ્વપ્ન જોવું એ તેમનો મૂળભૂત અધિકાર છે. CM નું સપનું પૂરું કરવાના ચક્કરમાં શિવસેનાનો અંત આવ્યો. હવે તે પક્ષ નથી રહ્યો, તે નેતૃત્વ નથી રહ્યું. બધું બદલાઈ ગયુ. તેની પાસે ન તો કોઈ નામ હતું કે ન કોઈ નિશાન. NCP હવે એ જ લાઈન પર છે. બહુ જલ્દી NCPના અસ્તિત્વનું સંકટ આવવાનું છે.’
શિવસેનાની જેમ NCPમાં પણ એ જ સ્થિતિ!
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના રાજકારણમાં આઠ મહિના પહેલા એકનાથ શિંદેના સમર્થનમાં શિવસેનાના 55માંથી 40 ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ સામે બળવો કર્યો હતો, શિવસેનાના સમર્થકો 10 અપક્ષ ધારાસભ્યો સાથે સુરત થઈને ગુવાહાટી ગયા હતા અને જ્યારે તેમણે પરત ફર્યા, તેમણે ભાજપ સાથે સરકાર બનાવી લીધી હતી.
આ મામલો કેન્દ્રીય ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટમાં ગયો. ચૂંટણી પંચે પક્ષનું નામ બદલીને એકનાથ શિંદે રાખ્યું અને સુપ્રીમ કોર્ટ હાલમાં શિંદે-ઠાકરે વિવાદની સુનાવણી કરી રહી છે. બીજેપી સાંસદ રણજીત સિંહ નિમ્બાલકર દાવો કરી રહ્યા છે કે ટૂંક સમયમાં શિવસેનાની જેમ NCPમાં પણ આવી જ સ્થિતિ ઊભી થશે.
NCPના ઘણા નેતાઓને મુખ્યમંત્રી બનવાના અભરખા
વધુમાં તેમણે કહ્યું હતુ કે, NCP ના જુદા જુદા નેતાઓને ભાવિ મુખ્યમંત્રી તરીકે બતાવવાની સ્પર્ધા ચાલી રહી છે. ત્રણ દિવસ પહેલા એટલે કે 22 ફેબ્રુઆરીએ મુંબઈમાં NCP ઓફિસની બહાર સુપ્રિયા સુલેનું પોસ્ટર લગાવવામાં આવ્યુ હતુ. તેમાં લખ્યું હતુ,મહારાષ્ટ્રના પ્રથમ મહિલા મુખ્યમંત્રી. આના એક દિવસ પહેલા 21 ફેબ્રુઆરીએ અજિત પવારનું આવું જ એક પોસ્ટર લગાવવામાં આવ્યુ હતુ, જેમાં તેમને ભાવિ મુખ્યમંત્રી તરીકે પણ દર્શાવવામાં આવ્યા હતા.
પરંતુ જો બીજેપી સાંસદ રણજીત સિંહના નિમ્બાલકરની વાત માનીએ તો NCPના આટલા બધા નેતાઓ ભાવિ સીએમ બનવાના સપના ક્યાં જોઈ રહ્યા છે. જો કે આમાંથી કોઈ પણ ભાવિ મુખ્યમંત્રી ત્યારે જ બનશે, જ્યારે પક્ષનું અસ્તિત્વ અકબંધ રહેશે. ભાજપના સાંસદે એનસીપીના અસ્તિત્વ પર જ પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે અને તેના માટે સમય પણ આપ્યો છે. તેમનું માનવું છે કે 2024ની ચૂંટણી સુધીમાં NCPનો ‘ધ એન્ડ’ થવા જઈ રહ્યો છે.