Maharashtra : BJP MLAએ શિંદે જૂથના નેતાને મારી ગોળી, હાલત ગંભીર, વિસ્તારમાં વધ્યો તણાવ

|

Feb 03, 2024 | 9:19 AM

ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનમાં બીજેપી ધારાસભ્યએ શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર ગોળીબાર કર્યો હતો. મહેશને લગભગ 4 ગોળીઓ વાગી હતી. તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. તેમને જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

Maharashtra : BJP MLAએ શિંદે જૂથના નેતાને મારી ગોળી, હાલત ગંભીર, વિસ્તારમાં વધ્યો તણાવ
Shinde group leader Mahesh Gaikwad

Follow us on

મુંબઈને અડીને આવેલા થાણેના કલ્યાણ ઉલ્હાસ નગર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપ છે કે બીજેપીના ધારાસભ્યએ શિંદે જૂથના એક નેતા પર ગોળીબાર કર્યો છે. આરોપો અનુસાર બીજેપી ધારાસભ્ય ગણપત ગાયકવાડે ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનની અંદર શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડને ગોળી મારી હતી. જેના કારણે વિસ્તારમાં તણાવ વધી ગયો છે.

વિસ્તારમાં તંગદિલીનો માહોલ

મહેશને લગભગ 4 ગોળીઓ વાગી હતી. તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. મહેશ ઉપરાંત શિવસેના શિંદે જૂથના રાહુલ પાટીલને પણ ગોળી વાગી છે. જેના કારણે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. ઘટના બાદ મહેશ ગાયકવાડના સમર્થકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હોસ્પિટલમાં પણ સમર્થકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

મહેશ ગાયકવાડને ચાર ગોળી વાગી

પોલીસે આ મામલે અત્યાર સુધી મૌન સેવી લીધું છે. આ મામલો શાસક પક્ષના નેતાઓ સાથે જોડાયેલો છે. વાસ્તવમાં કલ્યાણ પૂર્વ શિવસેના (શિંદે જૂથ) શહેર પ્રમુખ મહેશ ગાયકવાડ અને ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ કેટલાક પરસ્પર વિવાદના સંદર્ભમાં હિલ લાઇન પોલીસ સ્ટેશન ગયા હતા.

આ વાતચીત દરમિયાન વિવાદ એટલો વધી ગયો કે ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે મહેશ ગાયકવાડ પર ગોળીબાર કર્યો. મહેશને ચાર જેટલી ગોળી વાગી હતી. આ પછી મહેશને ગંભીર ઈજા થઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

બંને વચ્ચે ઘણા સમયથી વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે

એવું કહેવામાં આવી રહ્યું છે કે, થાણેના બીજેપી ધારાસભ્ય ગણપત ગાયકવાડનો આ વિસ્તારમાં દબદબો છે જ્યારે મહેશ ગાયકવાડનો પણ તે જ વિસ્તારમાં ઘણો પ્રભાવ છે, પરંતુ સ્થાનિક રાજકારણમાં વર્ચસ્વની લડાઈ લાંબા સમયથી બંને વચ્ચે ચાલી રહી છે. બે જૂથો વચ્ચે રોજેરોજ વિવાદ થાય છે, પરંતુ આજે વિવાદ એટલો વધી ગયો કે ફાયરિંગ પણ થયું અને તે પણ પોલીસ સ્ટેશનની અંદર.

‘શૂટર દેવેન્દ્ર ફડણવીસની નજીક છે’

કોંગ્રેસના નેતા બીવી શ્રીનિવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું, ‘મહારાષ્ટ્રના બીજેપી ધારાસભ્ય ગણપત ગાયકવાડે શિવસેના શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડને ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનમાં ગોળી મારી દીધી હતી. તેણે આગળ લખ્યું છે કે, ગોળી ચલાવનારા દેવેન્દ્ર ફડણવીસની નજીક છે, જેને ગોળી વાગી તે મુખ્યમંત્રી શિંદેની નજીક છે, ફાયરિંગની ઘટના સ્થળ પોલીસ સ્ટેશન છે.

Next Article