રેપ પીડિતાના નવા નિવેદનથી ફેલાઈ સનસનાટી, કહ્યું- ભાજપ નેતા ચિત્રા વાઘની ઉશ્કેરણી પર શિવસેનાના નેતા પર લગાવ્યો ગંભીર આરોપ

ચિત્રા વાઘે અમારી સહયોગી ચેનલ ટીવી9 ભારતવર્ષ ડીજીટલ સાથે વાત કરતાં તેમના સ્પષ્ટીકરણમાં કહ્યું, મેં પીડિતાનું નવું નિવેદન સાંભળ્યું. ખરાબ લાગ્યું. જીવનમાં ક્યારેક તમારે આવા અનુભવોમાંથી પસાર થવું પડે છે.

રેપ પીડિતાના નવા નિવેદનથી ફેલાઈ સનસનાટી, કહ્યું- ભાજપ નેતા ચિત્રા વાઘની ઉશ્કેરણી પર શિવસેનાના નેતા પર લગાવ્યો ગંભીર આરોપ
BJP Leader Chitra Wagh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 8:47 PM

મહારાષ્ટ્રના પુણેમાં શિવસેનાના નેતા રઘુનાથ કુચિક (Raghunath Kuchik Shiv Sena) પર લગ્નના બહાને બળાત્કારનો આરોપ લગાવનાર રેપ પીડિતા (Rape Victim) એ અચાનક પોતાના નવા નિવેદનથી સનસનાટી મચાવી દીધી છે. આજે (મંગળવાર, 12 એપ્રિલ) બીજેપી નેતા ચિત્રા વાઘ પર આરોપ લગાવતા પીડિતાએ નિવેદન આપ્યું છે કે તેમણે જ શિવસેનાના નેતા પર આરોપ લગાવવા માટે ઉશ્કેરી હતી. આ કેસમાં રઘુનાથ કુચિક સહિત કુલ આઠ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતાનું કહેવું છે કે તેણે આ બધું ચિત્રા વાઘના કહેવા પર જ કર્યું છે.

પીડિતાએ એમ પણ જણાવ્યું હતું કે, ચિત્રા વાઘે તેની પાસે સુસાઈડ નોટ પણ લખાવી. ચિત્રા વાઘે ખોટા મેસેજ બતાવ્યા.  તેણે આ મેસેજ ન તો તેણે રઘુનાથ કુચિકને લખ્યા હતા અને ન તો શિવસેનાના નેતાએ આ મેસેજ તેને લખ્યા હતા. પીડિતાનું કહેવું છે કે હવે તે પોલીસની સામે આ બધી વાત કહેવા તૈયાર છે.

ખૂબ જ ગંભીર આરોપ લગાવતા, પીડિતાએ કહ્યું કે ચિત્રા વાઘે જ તેના પર દબાણ કર્યું કે તેણે પોલીસ સમક્ષ શું નિવેદન નોંધવું છે. પીડિતાએ એમ પણ કહ્યું હતું કે ગઈકાલે ભાજપનો એક વ્યક્તિ તેની પાસે એક પત્ર લઈને આવ્યો હતો અને મારા પર તે પત્ર પોલીસને આપવા દબાણ કરવામાં આવ્યું હતું.

ચિત્રા વાઘે અમારી સહયોગી ચેનલ ટીવી9 ભારતવર્ષ ડીજીટલ સાથે વાત કરતાં તેમના સ્પષ્ટીકરણમાં કહ્યું, મેં પીડિતાનું નવું નિવેદન સાંભળ્યું. ખરાબ લાગ્યું. જીવનમાં ક્યારેક તમારે આવા અનુભવોમાંથી પસાર થવું પડે છે. ફેબ્રુઆરીથી હું પીડિતા સાથે એકલી ઊભી હતી અને તેની લડાઈ લડી રહી હતી. ત્યારે કોઈ મદદ માટે ઉભુ થયુ ન હતું. આજે બધા મારી સામે એક થઈને ઉભા છે. આ જોઈને આનંદ થાય છે. હું તમામ પ્રકારની તપાસ માટે તૈયાર છું.

આ પણ વાંચો :  મહારાષ્ટ્રમાં સચીન પવારની હત્યા કરીને સુરત નાસી આવેલા ત્રણ આરોપીની ધરપકડ

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">