ભારતનાં આ ઉદ્યોગપતિએ ખરીદ્યો મુંબઈમાં સૌથી મોંઘો ફ્લેટ, કિંમત 100 કરોડ રૂપિયા, જાણો શું છે ફ્લેટની વિશેષતા

ભારતનાં આ ઉદ્યોગપતિએ ખરીદ્યો મુંબઈમાં સૌથી મોંઘો ફ્લેટ, કિંમત 100 કરોડ રૂપિયા, જાણો શું છે ફ્લેટની વિશેષતા
http://tv9gujarati.in/bharat-na-aa-udh…00-karod-no-flat/

કહેવાય છે કે દરેક કોઈનું સપનું હોય છે કે પોતાનું એક ઘર હોય, પરંતુ એ ઘરની કિંમત અગર 100 કરોડ રૂપિયા હોય તો? જી હાં, આપણા દેશનાં એક માલદાર ઉદ્યોગપતિએ મુંબઈમાં 100 કરોડની કિંમતમાં બે ફ્લેટ ખરીદ્યા છે. આ ફ્લેટ મુંબઈનાં પોશ કામાઈકલ રોડ પર આવેલા છે. આ ઉદ્યોગપતિનું નામ છે અનુરાગ જૈન.

इस बिजनेसमैन ने खरीदा भारत का सबसे महंगा फ्लैट, कीमत 100 करोड़

અનુરાગ જૈન બજાજ કંપનીનાં માલિક રાહુલ બજાજનાં ભત્રીજા છે અને તેમનો ઓટો પાર્ટસનો બિઝનેસ છે. અનુરાગ જૈને મુંબઈનાં કામાઈકલ રોડ પર આવેલા કામાઈકલ રેસીડેન્સમાં બે ફ્લેટ ખરીદ્યા છે. આ બંને ફ્લેટ કુલ 6371 સ્ક્વેર ફીટમાં છે અને જૈનને 1 લાખ 56 હજાર961 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફીટ રકમ ચુકવવી પડી છે.

इस बिजनेसमैन ने खरीदा भारत का सबसे महंगा फ्लैट, कीमत 100 करोड़

અનુરાગ જૈનનાં આ ફલેટની મૂળ કિંમત 46.43 કરોડ હતી પરંતુ તેમને બે ગણી રકમ ચુકવવી પડી કેમકે રજીસ્ટ્રી અને સ્ટેમ્પ ડ્યુટી મેળવીને આ કિંમત 100 કરોડ રૂપિયા થઈ ગઈ. રજીસ્ટ્રીની કિંમત 1.56 લાખ રૂપિયા પ્રતિ સ્ક્વેર ફીટ અને 5 કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટીનાં પણ લાગ્યા. આ બંને ફ્લેટને ખરીદવા સાથે તેમને ફ્લેટમાં 8 પાર્કિંગ પણ મળ્યું છે.

इस बिजनेसमैन ने खरीदा भारत का सबसे महंगा फ्लैट, कीमत 100 करोड़

અનુરાગ જૈન એન્ડ્યુરન્સ ટેકનોલોજીસનાં મેનેજીંગ ડાયરેક્ટર છે. તેમની કંપની ભારત અને યુરોપમાં ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનોનાં સ્પેર પાર્ટસ બનાવે છે અને સપ્લાય પણ કરે છે. કામાઈકલ રેસિડન્સ 21 માળની બિલ્ડીંગ છે કે જેમાં માત્ર 28 ફ્લેટ છે. એક ફ્લોર પર બે જ ફ્લેટ બનાવવામાં આવ્યા છે જેથી રહેવા વાળાને પુરી જગ્યા મળે. ફ્લેટની વચ્ચે 2000 સ્ક્વેર ફીટની જગ્યા રાખવામાં આવી છે. બિલ્ડીંગ હાલમાં બની રહી છે.

इस बिजनेसमैन ने खरीदा भारत का सबसे महंगा फ्लैट, कीमत 100 करोड़

ફ્લેટ લેનારા અગર ઈચ્છે તો એક ફ્લોર પર બે ફ્લેટને એક કરીને બનાવી શકે છે. દરેક ફ્લેટનાં એક તરફથી દરીયો અને બીજી તરફથી શહેરનો ખુબસુરત નજારો દેખાય છે. બિલ્ડીંગમાં સોલર પેનલ. રેઈન વોટર હાર્વેસ્ટીંગ, સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન જેવી સુવિધાઓ પણ છે, તો અગાશી પર મોટો ગાર્ડન અને ઈન્ફિનિટી પૂલ પણ છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati