ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતી બાંગ્લાદેશી મહિલાને થઈ સજા, કોર્ટે આટલા વર્ષની કેદની સજા ફટકારી

|

Jan 27, 2022 | 6:14 PM

મહારાષ્ટ્રના (Maharashtra) થાણેની એક અદાલતે બાંગ્લાદેશની (Bangladesh) એક 25 વર્ષીય મહિલાને દેશમાં ગેરકાયદેસર રીતે રહેવા બદલ લગભગ આટલા વર્ષની જેલની સજા ફટકારી છે.

ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતી બાંગ્લાદેશી મહિલાને થઈ સજા, કોર્ટે આટલા વર્ષની કેદની સજા ફટકારી
પ્રતિકાત્મક તસવીર

Follow us on

મહારાષ્ટ્રના (Maharashtra) થાણેની એક અદાલતે (Thane court) બાંગ્લાદેશની (Bangladesh) એક 25 વર્ષીય મહિલાને દેશમાં ગેરકાયદેસર રીતે રહેવા બદલ લગભગ અઢી વર્ષની જેલની સજા ફટકારી છે. જિલ્લા અને અધિક સેશન્સ જજ એ.એસ. પંધારીકરે બાંગ્લાદેશના નોડલ જિલ્લાના રહેવાસી રિમી મોહમ્મદ રમઝાન સિદ્દરને ભારતીય પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ દોષિત ઠેરવ્યા છે. મહિલાને 2 વર્ષની 5 મહિનાની જેલ અને 14,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે 21 જાન્યુઆરીએ આ આદેશ આપ્યો હતો. આની નકલ ગુરુવારે ઉપલબ્ધ થઈ.

અધિક સરકારી વકીલે કોર્ટને માહિતી આપી હતી કે, મે 2019 માં, જિલ્લા પોલીસના ગેરકાયદેસર ટ્રાફિકિંગ સેલના અધિકારીઓએ કાશીમીરા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી અને ત્યાં ગેરકાયદેસર રીતે રહેતી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી હતી. તેમણે કહ્યું કે, એવું જાણવા મળ્યું છે કે, મહિલાઓ પાસે ભારતમાં રહેવા માટે પાસપોર્ટ કે વિઝા નથી. તેણે કહ્યું કે, અન્ય બે મહિલાઓ જામીન પર બહાર છે.

કાલીચરણને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો

થાણે કોર્ટે 21 જાન્યુઆરીએ કાલીચરણ બાબાને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. પોલીસે બે દિવસનો પોલીસ કસ્ટડી માંગ્યો હતો. કાલીચરણ બાબાને થાણે કોર્ટે 3 ફેબ્રુઆરી 2022 સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે, ત્યારબાદ પોલીસે બાબા કાલીચરણને રાયપુર જેલમાં મોકલી દીધા છે. કાલીચરણ બાબાએ કલ્યાણ, પુણે અને અન્ય સ્થળોએ જાહેર સમારોહમાં મહાત્મા ગાંધી વિરુદ્ધ વાંધાજનક નિવેદનો કર્યા હતા. રાજ્યના હાઉસિંગ મિનિસ્ટર જિતેન્દ્ર આવ્હાડે 29 ડિસેમ્બરે થાણેના નૌપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ફરિયાદ મુજબ નૌપાડા પોલીસે કાલીચરણ બાબાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે બે દિવસની પોલીસ કસ્ટડી માંગી હતી, પરંતુ કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. તે જ સમયે, કોર્ટની બહાર કાર્યકરોએ કાલીચરણના સમર્થનમાં જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

વર્ધાની એક કોર્ટે તેને 25 જાન્યુઆરી સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે

રાયપુરમાં મહાત્મા ગાંધી વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપવા બદલ વર્ધામાં કાલીચરણ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. 12 જાન્યુઆરીએ પોલીસે કાલીચરણને વર્ધા જિલ્લા સેશન્સ કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારે પોલીસે પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી. જો કે કાલીચરણ મહારાજને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતો. કોર્ટે કાલીચરણને 25 જાન્યુઆરી સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો.

આ પણ વાંચો: Exam Preparation Tips 2022: બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે, આ રીતે ઓછા સમયમાં કરો તૈયારી

આ પણ વાંચો: SSC CGL Recruitment 2021-22: આવતીકાલથી SSC CGL અરજી ફોર્મમાં કરો સુધારો, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

Next Article