બાબાસાહેબ પુરંદરે : પોતાની લેખન શૈલી વડે છત્રપતિ શિવાજીના ચરિત્રને ઘરે ઘરે પહોચાડ્યુ હતુ, જાણો તેમના જીવન-કર્મ વિશે
બાબાસાહેબ પુરંદરેનો જન્મ 29 જુલાઈ 1922માં પુણેમાં થયો હતો. તેમણે 17 વર્ષની નાની ઉમરે જ છત્રપતિ શિવાજીના જીવન પર લખ્યુ હતુ.
Babasaheb Purandare Died: જાણીતા ઇતિહાસકાર-લેખક અને પદ્મ વિભૂષણ બાબાસાહેબ પુરંદરેનું સોમવારે અવસાન થયું (Historian-Writer and Padma Vibhushan Babasaheb Purandare Died). ઉંમર સંબંધિત બિમારીઓને કારણે થોડા દિવસ પહેલા દાખલ કરાયા બાદ તેઓ પુણેની એક ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર હતા. સોમવારે સવારે 5 વાગ્યાની આસપાસ તેમનું નિધન થયું હતું.
લોકપ્રિય નાટક જાણતા રાજાના હતા રચયિતા બાબાસાહેબ પુરંદરે છત્રપતિ શિવાજી ઉપર નાટક લખ્યુ હતું. આ નાટકનુ નામ હતુ જાણતા રાજા. મૂળ નાટક મરાઠીમાં લખાયુ હતુ. જેનુ પાછળથી હિન્દી સહિત પાંચ ભાષામાં અનુવાદ થયુ હતું. આ નાટક સમગ્ર દેશમાં ખુબ જ જાણીતુ બન્યુ હતું. અને દેશના વિભિન્ન શહેરમાં જાણતા રાજા નાટકના ખેલ યોજાયા હતા. આ નાટક 200 થી વધુ કલાકારો દ્વારા ભજવવામાં આવ્યું હતુ.
ચિંગારિયા-કેસરી પુસ્તક લખ્યુ હતુ બાબાસાહેબ પુરંદરેનો જન્મ 29 જુલાઈ 1922માં પુણેમાં થયો હતો. તેમણે 17 વર્ષની નાની ઉમરે જ છત્રપતિ શિવાજીના જીવન પર લખ્યુ હતુ. તેમનુ લખાણ ઠીગ્ણયા ( ચિંગારિયાં) નામે પ્રકાશીત થઈ હતી. આના થોડાક સમય બાદ, રાજા શિવ છત્રપતિ અને નારાયણ રાવ પેશવા ઉપર કેસરી નામે પુસ્તક લખ્યુ હતુ.
પદ્મવિભૂષણ અને મહારાષ્ટ્ર ભૂષણથી સન્માનિત હતા બાબાસાહેબ પુરંદરેને 2019માં ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મવિભૂષણ ( Padma Vibhushan) અને 2015માં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારથી (Maharashtra Bhushan award) સન્માનિત કરાયા હતા. તેઓ લોકપ્રિય ઇતિહાસકાર-લેખક હતા. પોતાની લેખન શૈલી વડે છત્રપતિ શિવાજી મહારાજના ચરિત્રને ઘરે ઘરે પહોચાડયુ હતુ. સાથોસાથ તેમણે દેશ વિદેશમાં શિવ ચરિત્ર ઉપર આપેલા વ્યાખ્યાનને કારણે પણ જાણીતા બન્યા હતા. બાબા પુરંદરેએ શિવ ચરિત્ર ઉપર ઓછામાં ઓછા 12 હજારથી વધુ વ્યાખ્યાન આપ્યા હતા.
વિવાદ પણ સર્જાયો હતો મરાઠી સાહિત્યકાર, ઈતિહાસકાર, નાટ્યકાર અને પ્રખર વકતા તરીકે બાબાસાહેબ પુરંદરે ઓળખાતા હતા. તેમને છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાયેલા ઈતિહાસના લેખક તરીકે પણ ઓળખવામાં આવતા હતા. મહારાષ્ટ્ર સરકારે, બાબા પુરંદરને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. તેમને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ આપતા વિવાદ સર્જાયો હતો. અનો વિવાદ અદાલતના દ્વાર સુધી પહોચ્યો હતો. જો કે કોર્ટે બાબા પુરંદરે વિરુધ્ધની અરજીને ફગાવી દીધી હતી. અને અરજીકર્તાને ભારે દંડ પણ ફટકાર્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), ગૃહપ્રધાન અમિત શાહ સહીત રાજકીય અને સાહિત્ય જગતના ઘણા મહાનુભવોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
I am pained beyond words. The demise of Shivshahir Babasaheb Purandare leaves a major void in the world of history and culture. It is thanks to him that the coming generations will get further connected to Chhatrapati Shivaji Maharaj. His other works will also be remembered. pic.twitter.com/Ehu4NapPSL
— Narendra Modi (@narendramodi) November 15, 2021
બળવંત મોરેશ્વર પુરંદરેમાં જન્મેલા, બાબાસાહેબે છત્રપતિ શિવાજી (Chhatrapati Shivaji) પર ઘણા પુસ્તકો લખ્યા અને તેમનું જીવન ઇતિહાસ અને સંશોધન માટે સમર્પિત કર્યું.
Shivshahir Babasaheb Purandare was witty, wise and had rich knowledge of Indian history. I had the honour of interacting with him very closely over the years. A few months back, had addressed his centenary year programme. https://t.co/EC01NsO1jc
— Narendra Modi (@narendramodi) November 15, 2021
તેમને 2019માં ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ ( Padma Vibhushan) અને 2015માં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર (Maharashtra Bhushan award) થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Shivshahir Babasaheb Purandare will live on due to his extensive works. In this sad hour, my thoughts are with his family and countless admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) November 15, 2021
આ પણ વાંચો: T20 World Cup:ફાઈનલ મેચમાં વિચિત્ર સંયોગ, ભારતનો સામનો કરનારી ટીમ ક્યારેય ચેમ્પિયન બની શકી નથી