બાબા સિદ્દીકીના પુત્ર – નવાબ મલિકની પુત્રીને NCP અજીત જૂથે આપી ટિકિટ

|

Oct 25, 2024 | 1:38 PM

NCP અજીત જૂથે નાંદેડની લોહા બેઠક પરથી ભાજપના નેતા અને પૂર્વ સાંસદ પ્રતાપ ચિખલીકરને ટિકિટ આપી છે. આ સીટ એનસીપી ક્વોટામાં જવાને કારણે બીજેપી નેતા પ્રતાપ એનસીપીમાં જોડાયા અને અજિત પવારે તેમને અહીંથી ઉમેદવાર બનાવ્યા.

બાબા સિદ્દીકીના પુત્ર - નવાબ મલિકની પુત્રીને NCP અજીત જૂથે આપી ટિકિટ

Follow us on

મહારાષ્ટ્રમાં, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અજિત પવાર જૂથે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં જેલાવાસ ભોગવી ચૂકેલા નેતા નવાબ મલિકની પુત્રી સના મલિકને ટિકિટ આપવામાં આવી છે. NCPએ મહારાષ્ટ્રના અનુશક્તિ નગરથી સનાને મેદાનમાં ઉતાર્યા છે.

જ્યારે બાંદ્રા ઈસ્ટ સીટ પરથી બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાનને ટિકિટ આપવામાં આવી છે. બીજી યાદીમાં 7 ઉમેદવારોના નામ સામેલ છે. એનસીપીએ ભાજપ છોડનારા ત્રણ નેતાઓ અને કોંગ્રેસના પૂર્વ નેતાને ટિકિટ આપી છે.

NCP અજીત જૂથની બીજી યાદીમાં 7 ઉમેદવારોના નામ સામેલ છે. બીજી યાદીમાં પણ નવાબ મલિકને ટિકિટ આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં શું નવાબ મલિક રાજકારણમાં સક્રિય રહેશે, શું પાર્ટી તેમને કુર્લા પૂર્વ બેઠક પરથી ઉમેદવાર બનાવશે કારણ કે તેમની પુત્રી સનાને અનુશક્તિ નગરથી ઉમેદવાર બનાવવામાં આવી છે.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

નવાબ મલિક પર અંડરવર્લ્ડ અને મની લોન્ડરિંગ સાથે સંબંધ હોવાનો આરોપ છે, આ કારણે ભાજપ નવાબ મલિકથી અંતર બનાવી રહ્યું છે. આ જ કારણ છે કે એનસીપીએ તેમને હજુ સુધી ટિકિટ આપી નથી. અજિત પણ ભાજપ સાથે નારાજગી અને તણાવ ઈચ્છતા નથી.

બીજી તરફ NCP અજીત જૂથે નાંદેડની લોહા બેઠક પરથી ભાજપના નેતા અને પૂર્વ સાંસદ પ્રતાપ ચિખલીકરને ટિકિટ આપી છે. આ સીટ એનસીપી ક્વોટામાં જવાને કારણે, બીજેપી નેતા પ્રતાપ એનસીપીમાં જોડાયા અને અજિત પવારે તેમને અહીંથી ઉમેદવાર બનાવ્યા.

ટિકિટ માટે ભાજપ છોડી દીધું

આ અંગે પ્રતાપે TV9ને જણાવ્યું કે વાસ્તવમાં પાર્ટી ઈચ્છતી હતી કે તેઓ લોકસભા પેટાચૂંટણી લડે, પરંતુ તેઓ ઈચ્છતા ન હતા, તેથી તેમણે વિધાનસભાની ટિકિટ માંગી હતી. પરંતુ જ્યારે આ સીટ એનસીપીના ખાતામાં ગઈ તો તેઓ એનસીપી (અજિત પવાર)માં જોડાયા. તેમને એનસીપી તરફથી ટિકિટ પણ મળી હતી. તેમણે કહ્યું કે તેઓ ભાજપ સાથે કોઈ નારાજગીને કારણે NCP (અજિત જૂથ)માં જોડાયા નથી.

બીજી મહત્વની વાત એ છે કે એનસીપીએ ઈસ્લામપુર બેઠક પરથી નિશિકાંત પાટીલને ટિકિટ આપી છે, જે એનસીપી (શરદ પવાર જૂથ)ના જયંત પાટીલ સામે ચૂંટણી લડશે.

પ્રથમ યાદીમાં 38 ઉમેદવારો

અગાઉ, બે દિવસ પહેલા બુધવારે એનસીપી અજીત જૂથે તેના 38 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને પક્ષના વડા અજિત પવાર પુણે જિલ્લાની બારામતી બેઠક પરથી ચૂંટણી લડશે. પ્રથમ યાદીમાં મંત્રીઓ સહિત 26 ધારાસભ્યોને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જેઓ સત્તાધારી છાવણીમાં જોડાવાના સમયે અજીત સાથે હતા.

NCPએ અમરાવતીથી વર્તમાન ધારાસભ્ય સુલભા ખોડકે અને ઇગતપુરીથી હિરામન ખોસ્કરને મેદાનમાં ઉતાર્યા છે. આ બંને તાજેતરમાં કોંગ્રેસ છોડીને NCPમાં જોડાયા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિવંગત માણિકરાવ ગાવિતના પુત્ર ભરત ગાવિતને નવાપુર વિધાનસભાથી ટિકિટ આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે 20મી નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન યોજાશે, જ્યારે મતગણતરી આગામી 23મી નવેમ્બરે થશે.

Next Article