શું તાલિબાન તરફથી આદેશ મેળવીને દરેક હિન્દુ તહેવાર પર પ્રતિબંધ લગાવી રહી છે સરકાર?, દહી હાંડી પ્રતિબંધ પર ભાજપે શિવસેના પર સાધ્યું નિશાન

|

Aug 30, 2021 | 11:52 PM

શિવસેના તેના "હિન્દુત્વ" સાથે સમાધાન કરી રહી છે, આશિષ શેલારે આવો દાવો કરતાં કહ્યું કે આ તે જ પક્ષ હતો જેણે દહીં હાંડીની ઉજવણી દરમિયાન માનવીય પિરામિડની ઊંચાઈ પર પ્રતિબંધ મુકતા મુંબઈ હાઈકોર્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો.

શું તાલિબાન તરફથી આદેશ મેળવીને દરેક હિન્દુ તહેવાર પર પ્રતિબંધ લગાવી રહી છે સરકાર?, દહી હાંડી પ્રતિબંધ પર ભાજપે શિવસેના પર સાધ્યું નિશાન
Ashish shelar (ફાઈલ ઈમેજ)

Follow us on

મહા વિકાસ અઘાડી સરકાર પર પોતાનો હુમલો તેજ કરતા ભારતીય જનતા પાર્ટી (BJP)એ સોમવારે સવાલ કર્યો હતો કે “મહારાષ્ટ્રમાં હિન્દુ તહેવારો પર તમામ પ્રતિબંધો શા માટે લાદવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય અને મુખ્ય દંડક આશિષ શેલારે કહ્યું કે શું આ સરકાર તાલિબાન પાસેથી આદેશ મેળવી રહી છે? મહારાષ્ટ્રમાં હિન્દુ તહેવારો પર તમામ પ્રતિબંધો કેમ લાદવામાં આવી રહ્યા છે? રાજ્ય સરકારે કોવિડ -19 સંક્રમણને ધ્યાને રાખીને દર વર્ષે જન્માષ્ટમી પર થતી “દહીં હાંડી” ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે.

 

‘શિવસેના તેના હિન્દુત્વ સાથે સમાધાન કરી રહી છે’

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દાવો કર્યો કે શિવસેના તેના “હિન્દુત્વ” સાથે સમાધાન કરી રહી છે, તેમણે કહ્યું કે તે એ જ પક્ષ છે જેણે દહી હાંડી ઉજવણી દરમિયાન મુંબઈ હાઈકોર્ટ દ્વારા માનવીય પિરામિડની ઊંચાઈ પર પ્રતિબંધ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે “કેટલાક વર્ષો પહેલા જ્યારે કોર્ટે એક પીઆઈએલનો જવાબ આપતા સરકારને માનવ પિરામિડની ઊંચાઈઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો હતો, ત્યારે શિવસેનાએ હંગામો મચાવ્યો હતો.”  ત્યારે શિવસેના જ હતી કે જેણે પૂછ્યું હતું કે ‘જો ભારતમાં પ્રતિબંધો લાદવામાં આવશે તો શું આપણે પાકિસ્તાન જઈને દહીં હાંડી ઉજવીશું’.

 

શેલારે કહ્યું કે સરકારે માનવ પિરામિડ ઊંચાઈ અને ભીડ પર પ્રતિબંધ હોવા છતાં દહી હાંડીની મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો. જો કે ભાજપે રાજ્ય સરકારનો પ્રતિબંધ હોવા છતાં આયોજનને પ્રતિકાત્મક રીતે ઉજવવાનો નિર્ણય કર્યો છે.

 

અમે તહેવારની ઉજવણી કરીશું- મનસે

ભાજપ ઉપરાંત મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ દહી હાંડી પર સરકારી આદેશોનો અનાદર કરવાની ધમકી આપી છે. મનસે નેતા બાલા નંદગાંવકરે કહ્યું કે સરકારે તહેવાર પર પ્રતિબંધ શા માટે લગાવવો જોઈએ? અમે બધાં કોવિડ ગાઈડલાઈનનું પાલન કરીને જ તહેવારોની ઉજવણી કરીશું. આ કેવા પ્રકારની સરકાર મહારાષ્ટ્ર પર શાસન કરી રહી છે જે શાંતિપૂર્ણ તહેવારોની ઉજવણી કરવાની મંજૂરી આપતી નથી? દહી હાંડી ભગવાન શ્રી કૃષ્ણના જન્મની યાદમાં ઉજવવામાં આવતો સાંસ્કૃતિક કાર્યક્રમ છે.

 

ઉલ્લેખનીય છે કે આજે ભાજપ દ્વારા મંદિર ખોલવાની મંજુરી માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના ઘણા જીલ્લાઓમાં ભાજપના ધારાસભ્યોથી લઈને કાર્યકરો સુધી આ આંદોલનમાં જોડાયા હતા. શંખનાદ અને ઘંટનાદ દ્વારા આંદોલનનો આરંભ કરવામાં આવ્યો હતો. આ બાજુ મંદિરોમાં આંદોલનને કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

 

 

આ પણ વાંચો : Maharashtra Rain Alert: મુંબઈ સહિત 18 જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, આગામી 24 કલાક ભારે

 

આ પણ વાંચો : Maharashtra: કોરોનાને લઈ સરકારના નિયમોનું પાલન કરવા આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ લોકોને કરી અપીલ

Published On - 11:51 pm, Mon, 30 August 21

Next Article