AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરીના કપૂર ખાનની ટીમે જાહેર કર્યું નિવેદન, કહ્યું પાર્ટીમાં એક મહેમાન પહેલેથી જ હતા બીમાર

કરીના કપૂર અને તેની મિત્ર કોરોનાનો શિકાર બની છે. કોરોના પોઝિટિવ આવ્યા બાદ અભિનેત્રી અને તેના મિત્રો પર કોરોનાના નિયમો તોડવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ પછી હવે એક્ટ્રેસની ટીમે એક નિવેદન જાહેર કર્યું છે.

કરીના કપૂર ખાનની ટીમે જાહેર કર્યું નિવેદન, કહ્યું પાર્ટીમાં એક મહેમાન પહેલેથી જ હતા બીમાર
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 9:51 AM
Share

બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) હાલમાં જ કોરોનાનો શિકાર બની છે. કરીના ઉપરાંત તેની મિત્ર અમૃતા અરોરા, (Amrita Arora) સોહેલ ખાનની (Sohail Khan) પત્ની સીમા ખાન (Seema Khan) અને સંજય કપૂરની (Sanjay Kapoor) પત્ની મહિપ કપૂર (Maheep Kapoor) પણ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે.

આ સમાચાર આવ્યા બાદ કરીનાને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. તેની સાથે કોરોના હોવા પર બાકીના લોકો સાથે પાર્ટી કરવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે.હવે કરીનાની ટીમ દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે અને એક્ટ્રેસને લઈને સ્પષ્ટતા આપવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જે પાર્ટીમાં બધા હાજર હતા. ત્યાં એક વ્યક્તિ પહેલાથી જ બીમાર હતો અને તેના કારણે દરેકની તબિયત બગડી છે.

કરીના કપૂર ખાનના પ્રવક્તાએ એક નિવેદન જાહેર કર્યું છે. તેમાં લખ્યું છે કે, કરીનાએ લોકડાઉનના સમયગાળા દરમિયાન એક જવાબદાર નાગરિકની સંપૂર્ણ જવાબદારી લીધી છે. જ્યારે પણ તે ઘરની બહાર નીકળતી ત્યારે તેનું સંપૂર્ણ ધ્યાન રાખતી. તે અફસોસની વાત છે કે આ વખતે તે અને અમૃતા અરોરા કોવિડનો શિકાર બન્યા જ્યારે બંને મિત્રો સાથે ડિનર પાર્ટીમાં ગયા હતા.

જે કહેવામાં આવી રહ્યું હતું તે રીતે તે મોટી પાર્ટી નહોતી. પાર્ટીમાં હાજર લોકોમાંથી એકની તબિયત સારી ન હતી અને તેને ઉધરસની સમસ્યા હતી. તેના કારણે આ વાયરસ અન્ય લોકો સુધી પહોંચ્યો છે. તે વ્યક્તિ સંપૂર્ણપણે જવાબદાર છે. તેણે પાર્ટીમાં ન આવવું જોઈતું હતું અને અન્યોને જોખમમાં મૂકવું જોઈએ નહીં.

કરીના એક જવાબદાર નાગરિક છે નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, જેમ જ કરીનાને ખબર પડી કે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેણે તરત જ પોતાની જાતને ક્વોરન્ટાઈન કરી લીધી. તે તમામ જરૂરી સાવચેતીઓ અને પ્રોટોકોલનું પાલન કરી રહી છે. તે યોગ્ય નથી કે તેના પર આરોપ લગાવવો જોઈએ કે તે જવાબદાર છે અને તેણે નિયમો તોડ્યા છે. કરીના એક જવાબદાર નાગરિક છે અને તે પોતાના પરિવારને પણ આટલા જોખમમાં મૂકી શકતી નથી.

કરીના કઈ પાર્ટીમાં ગઈ હતી? ખરેખર, તાજેતરમાં જ કરણ જોહરે તેની ફિલ્મ કભી ખુશી કભી ગમના 20 વર્ષ પૂરા થવા પર એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં કરીના, અમૃતા, મલાઈકા અરોરા, અર્જુન કપૂર, કરિશ્મા કપૂર, આલિયા ભટ્ટ, મહિપ કપૂર અને સીમા ખાન હાજર રહ્યા હતા. હવે કરીના, અમૃતા, સીમા અને મહિપનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી આલિયા, અર્જુન, મલાઈકા અને કરિશ્મા પણ વાયરસના ખતરામાં છે.

આ પાર્ટી પહેલા કરીનાએ અમૃતા, મલાઈકા, રિયા કપૂર, કરિશ્મા અને મસાબા ગુપ્તા સાથે પણ પાર્ટી કરી હતી. હવે દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે કઈ પાર્ટીમાં કયા વ્યક્તિ પહેલાથી કોવિડથી સંક્રમિત હતા.

હાલ તો કરીના ઘરે ક્વોરેન્ટાઇન પર છે. તેમના બંને પુત્રો તૈમુર અલી ખાન અને જેહ પણ ઘરે છે. સૈફ અલી ખાન કામના કારણે ઘરની બહાર છે. કરીનાનું ઘર સીલ કરી દેવામાં આવ્યું છે. તેમજ બીએમસી દ્વારા તેમના ઘરની બહાર નોટિસ લગાવવામાં આવી છે.

આ પણ વાંચો : Omicron Variant: અત્યાર સુધીનો સૌથી ઝડપથી ફેલાતો વેરિઅન્ટ ઓમિક્રોન છે, દર્દીઓ અને મૃત્યુઆંક વધવાની ધારણા – WHO

આ પણ વાંચો : કુશીનગર એરપોર્ટથી શરૂ થતી કોલકાતા અને મુંબઈની ફ્લાઈટ્સ કરવામાં આવી રદ , સ્પાઈસજેટે ઓમિક્રોનને લઈ 26 માર્ચ સુધી યોજના કરી સ્થગિત

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">