Maharashtra Temples Reopen: મહારાષ્ટ્રમાં નવરાત્રિના પ્રથમ દિવસે 7 ઓક્ટોબરથી તમામ મંદિરો ફરી ખુલશે, ઠાકરે સરકારનો મોટો નિર્ણય

|

Sep 24, 2021 | 11:22 PM

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે ઠાકરે સરકારે નવરાત્રિના પહેલા દિવસથી રાજ્યના તમામ મંદિરો ખોલવાનો નિર્ણય કર્યો છે.

Maharashtra Temples Reopen: મહારાષ્ટ્રમાં નવરાત્રિના પ્રથમ દિવસે 7 ઓક્ટોબરથી તમામ મંદિરો ફરી ખુલશે, ઠાકરે સરકારનો મોટો નિર્ણય
ઉદ્ધવ ઠાકરે (ફાઈલ ઈમેજ)

Follow us on

કોરોના રોગચાળાને કારણે મહારાષ્ટ્રમાં બંધ મંદિરો હવે ફરીથી ખુલવા જઈ રહ્યા છે (Maharashtra Temples Reopen). મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ શુક્રવારે આ વિશે માહિતી આપી. સીએમઓના જણાવ્યા અનુસાર, નવરાત્રીના પ્રથમ દિવસે (Navaratri 2021) 7 ઓક્ટોબરથી રાજ્યના તમામ મંદિરો ફરી ખોલવામાં આવશે. આ દરમિયાન કોરોનાના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.

મહારાષ્ટ્રમાં મંદિર ન ખોલવા માટે ભાજપ મહારાષ્ટ્ર સરકાર પર સતત પ્રહાર કરી રહી હતી. વિપક્ષ તરફથી અન્ય જાહેર સ્થળો ખોલવાની જેમ પણ મંદિરો ખોલવાની માગ કરવામાં આવી હતી. વિપક્ષ પાર્ટી ભાજપ અને મનસે દ્વારા મંદીરો ખોલવા માટે આંદોલન પણ ચલાવવામાં આવ્યું હતું. તેમજ શીવસેનાને હિંદુ વિરોધી સરકાર ગણાવી હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ આંદોલન બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ જવાબો આપ્યા હતા. તેમણે તહેવારોની ઉજવણી અને મંદિરો ખોલવાની જગ્યાએ કોરોના મહામારીથી લડવા માટે હોસ્પીટલો ખુલી રાખવા પર ભાર મુક્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતુ કે જીવન છે તો તહેવારો બાદમાં પણ ઉજવી શકાશે. જો કે હવે કોરોનાની બીજી લહેર ધીમી પડી છે ત્યારે નવરાત્રીના તહેવાર ઉપર ઠાકરે સરકારે હવે આ અંગે નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી કાર્યાલયે 7 ઓક્ટોબરથી મંદિર ખોલવા તેમજ કોરોના નિયમોનું પાલન કરવાનું કહ્યું છે.

ધોરણ 8 થી 12 સુધીની શાળાઓ 4 ઓક્ટોબરથી ખુલશે

સાથે જ મહારાષ્ટ્રમાં 4 ઓક્ટોબરથી શાળાઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના નિયમોના પાલનની સાથે રાજ્યભરમાં શાળાઓ શરૂ થશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) આ પ્રસ્તાવ પર મંજૂરી આપી દીધી છે. આ અંગે જાહેરાત કરતા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે (Varsha Gaikwad) કહ્યું કે શહેરી વિસ્તારોમાં શાળાઓ 8 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે ખુલશે. ગ્રામીણ વિસ્તારોમાં 5 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવામાં આવશે.

DM ને નિર્ણયમાં ફેરફાર કરવાનો અધિકાર હશે

રાજ્યના શિક્ષણ વિભાગે કોરોનાને કારણે રાજ્યમાં બંધ રહેલી શાળાઓને ફરી ખોલવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. મુખ્યમંત્રીએ રાજ્યના કોરોના ટાસ્ક ફોર્સ સાથે પરામર્શ કર્યા બાદ આ પ્રસ્તાવ સ્વીકાર્યો છે. પરંતુ સાથે જ, કોરોના સંબંધિત સંજોગોને જોતા, જિલ્લા મેજિસ્ટ્રેટને નિર્ણય બદલવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

હાજરી માટે કોઈ દબાણ રહેશે નહીં

જે જિલ્લાઓમાં કોરોના સંબંધિત પરિસ્થિતિઓ સાનુકૂળ નથી ત્યાં જિલ્લા મેજિસ્ટ્રેટ શાળા બંધ રાખવાનો નિર્ણય કરી શકે છે. બાળકોને બોલાવવા માટે વાલીઓની સંમતિ જરૂરી રહેશે. વિદ્યાર્થીઓને હાજરી માટે દબાણ કરવામાં આવશે નહીં.

 

આ પણ વાંચો  :  Maharashtra: મહીલા પોલીસ માટે ખુશખબર ! હવેથી 12 નહીં પણ માત્ર 8 કલાક જ કરવાનું રહેશે કામ

Next Article