Maharashtra: મહીલા પોલીસ માટે ખુશખબર ! હવેથી 12 નહીં પણ માત્ર 8 કલાક જ કરવાનું રહેશે કામ

મહિલા પોલીસકર્મીઓ માટે કામના કલાકો હવે 12 થી ઘટાડીને 8 કરવામાં આવ્યા છે. રાજ્યના ડીજીપી સંજય પાંડેએ શુક્રવારે આ માહિતી આપી હતી.

Maharashtra: મહીલા પોલીસ માટે ખુશખબર ! હવેથી 12 નહીં પણ માત્ર 8 કલાક જ કરવાનું રહેશે કામ
મહારાષ્ટ્ર સરકારે મહિલા પોલીસકર્મીઓના કામના કલાકો 12 થી ઘટાડીને 8 કર્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 9:05 PM

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની (CM Uddhav Thackeray) આગેવાનીવાળી મહા વિકાસ આઘાડી (Maha Vikas Aghadi) સરકારે મહિલા પોલીસકર્મીઓ માટે મોટો નિર્ણય લીધો છે. મહિલા પોલીસકર્મીઓના કામના કલાકો હવે 12 થી ઘટાડીને 8 કરવામાં આવ્યા છે.

રાજ્યના ડીજીપી સંજય પાંડેએ (Sanjay Pandey DGP) શુક્રવારે આ માહિતી આપી હતી. હાલમાં પોલીસ દળમાં કામ કરતી મહિલાઓએ 12 કલાક ફરજ બજાવવી પડે છે. મહિલા પોલીસકર્મીઓએ કામની સાથે સાથે તેમની પારિવારિક જવાબદારીઓ પણ સંભાળવી પડે છે. કેટલીકવાર તહેવારો દરમિયાન પણ તેઓ તેમની ફરજ પર વ્યસ્ત હોય છે. ગંભીર કિસ્સાઓમાં, આ કલાકો 12 થી પણ વધારે વધી જાય છે. આવી સ્થિતિમાં, તેમના માટે ઘરે અને બહાર બંને જવાબદારીઓ નિભાવવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

મહિલા પોલીસકર્મીઓને મોટી રાહત, કામના કલાકો ઘટ્યા

મહિલા પોલીસકર્મીઓ માટે કુટુંબ અને રોજગાર વચ્ચે સંતુલન જાળવવું સરળ બન્યું.

આ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે મહિલા પોલીસકર્મીઓના કામના કલાકો 12 થી ઘટાડીને 8 કરી દીધા છે. આ સમાચાર મહિલા પોલીસકર્મીઓ માટે ખુશખબરી લઈને આવ્યા છે. આ નિર્ણયને કારણે ઘણી મહિલા પોલીસ કર્મચારીઓ માટે કુટુંબ અને રોજગાર વચ્ચે સંતુલન જાળવવું સરળ બનશે.

સાંસદ સુપ્રિયા સુલેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો આભાર માન્યો હતો

એનસીપી (NCP) ના સાંસદ સુપ્રિયા સુલેએ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ સહિત સમગ્ર મંત્રીમંડળનો આ નિર્ણય માટે આભાર માન્યો છે. સુપ્રિયા સુલેએ ડીજીપી સંજય પાંડેના ટ્વીટને રીટ્વીટ કરીને પોતાનું ટ્વીટ કર્યું છે. એનસીપી (NCP) પ્રમુખ શરદ પવારની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલેએ પણ પોતાના ટ્વીટમાં કહ્યું છે કે, આનાથી મહારાષ્ટ્રની મહિલા પોલીસકર્મીઓને ઘરની અને બહારની જવાબદારીઓનું સંકલન કરવું સરળ બનશે.

એનસીપી નેતા સુપ્રિયા સુલેએ મહિલા પોલીસકર્મીઓ માટે ખુશી વ્યક્ત કરી

ડીજીપી સંજય પાંડેના મતે, આ પગલું મહિલા કર્મચારીઓને તેમના પરિવાર અને નોકરીની જવાબદારીઓ સારી રીતે નિભાવવામાં મદદ કરશે. આ સિવાય, થોડા દિવસો પહેલા, તેમણે એમ પણ કહ્યું હતું કે પોલીસકર્મીઓની સાપ્તાહિક રજાના એક દિવસ પહેલા, તેમને લાંબી અને તણાવપૂર્ણ ફરજમાં ન મૂકવા જોઈએ. પદ સંભાળ્યા બાદથી સંજય પાંડે સતત પોલીસ કર્મચારીઓની સમસ્યાઓ દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

હાલમાં આ આદેશ એક પ્રયોગ તરીકે આપવામાં આવ્યો છે. આ પછી તે ચેક કરવામાં આવશે કે આ આદેશ દ્વારા મહિલા પોલીસ કોન્સ્ટેબલને ખરેખર કેટલો લાભ થયો છે. હાલમાં, આ પ્રયોગ આગળના આદેશ સુધી ચાલુ રહેશે. જોકે, મહારાષ્ટ્ર સરકારના વિભાગોની જેમ પોલીસ વિભાગ પણ કર્મચારીઓની અછત સામે ઝઝૂમી રહ્યો છે.

આ પણ વાંચો :  મહારાષ્ટ્ર: ડોક્ટર પર બળાત્કાર કરી વીડિયો શૂટ કર્યો, બાદમાં યુવતીના માતા-પિતાને મોકલ્યો અને 10 લાખની ખંડણીની કરી માંગ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">