તો શુ મહારાષ્ટ્ર પાકિસ્તાન છે ? ઠાકરેએ ફડણવીસના ‘ગુજરાત PAK નથી’ નિવેદન પર કર્યો વળતો પ્રહાર

|

Sep 18, 2022 | 10:37 AM

મહારાષ્ટ્રના (Maharashtra) નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કહ્યું હતું કે પાડોશી રાજ્ય પાકિસ્તાન નથી. તેમણે મહારાષ્ટ્રની અગાઉની મહા વિકાસ અઘાડી (MVA) સરકાર પર પણ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.

તો શુ મહારાષ્ટ્ર પાકિસ્તાન છે ? ઠાકરેએ ફડણવીસના ગુજરાત PAK નથી નિવેદન પર કર્યો વળતો પ્રહાર
Aaditya Thackeray and Devendra Fadnavis

Follow us on

શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ (Aditya Thackeray) મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને (Devendra Fadnavis) ‘ગુજરાત પાકિસ્તાન નથી’ એવી ટિપ્પણી બદલ વળતો પ્રહાર કર્યો હતો. પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ સવાલ કર્યો કે શું મહારાષ્ટ્ર એ પાકિસ્તાન છે, જે પ્રોજેક્ટને ગુજરાતમાં લઈ ગયો ? ઠાકરેએ પૂછ્યું, ‘શું મહારાષ્ટ્ર પાકિસ્તાન છે કે તમે પ્રોજેક્ટ ગુજરાત તરફ લઈ ગયા, મહારાષ્ટ્રના યુવાનોએ શું ભૂલ કરી છે ?’

વેદાંત-ફોક્સકોન પ્રોજેક્ટને પડોશી રાજ્યમાં ગુજરાતમાં જવાને કારણે શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. ફડણવીસે શુક્રવારે કહ્યું હતું કે પાડોશી રાજ્ય પાકિસ્તાન નથી. તેમણે મહારાષ્ટ્રની અગાઉની મહા વિકાસ અઘાડી (MVA) સરકાર પર પણ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો.

ફડણવીસે કહ્યું- ગુજરાત એ પાકિસ્તાન નથી

ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, ‘ગુજરાત એ પાકિસ્તાન નથી. એ આપણો ભાઈ છે. આ એક તંદુરસ્ત સ્પર્ધા છે. અમે કર્ણાટક અને બધાને પાછળ છોડવા માંગીએ છીએ. વિપક્ષની નીતિ બધું જ અટકાવવાની હતી અને આવી નીતિથી મહારાષ્ટ્ર ગુજરાતને પછાડી શક્યું નથી.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

ફડણવીસે કહ્યું કે તેઓ જૂનના અંતમાં નાયબ મુખ્યપ્રધાન બનતાની સાથે જ વેદાંતના અધ્યક્ષ અનિલ અગ્રવાલને વ્યક્તિગત રીતે મળ્યા હતા. મહારાષ્ટ્રે ગુજરાતની જેમ જ કંપની સમક્ષ દરખાસ્ત મૂકી હતી, પરંતુ તેમને કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાનો નિર્ણય અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે.

સબસિડી માટે કમિશન ચૂકવવાનો આરોપ

દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્રની અગાઉની મહા વિકાસ અઘાડી સરકારના કાર્યકાળ દરમિયાન કોઈપણ સબસિડી લેવા માટે 10 ટકા કમિશન આપવું પડતું હતું. નોંધનીય છે કે વેદાંત-ફોક્સકોને તેનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાતને પસંદ કર્યું હતું. મહારાષ્ટ્રની એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસ સરકાર આ માટે ટીકાઓનો સામનો કરી રહી છે.

Next Article