AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદાણી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીની બદલશે તસવીર, મુંબઈની ધારાવી Redevelopment પ્રોજેક્ટને મળી મંજૂરી

Adani-Dharavi Redevelopment Project: ટૂંક સમયમાં એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીનો લુક બદલાવા જઈ રહ્યો છે. આ માટે મહારાષ્ટ્ર સરકારે અદાણી ગ્રુપને મંજૂરી આપી દીધી છે.

અદાણી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીની બદલશે તસવીર, મુંબઈની ધારાવી Redevelopment પ્રોજેક્ટને મળી મંજૂરી
Dharavi Redevelopment project
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 2:05 PM
Share

ટૂંક સમયમાં એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીની કાયા પલટ થઇ જશે. મહારાષ્ટ્ર સરકારે અદાણી ગ્રૂપને મુંબઈની ધારાવીનો પુનઃવિકાસ કરવાની મંજૂરી આપી છે. હવે ટૂંક સમયમાં અદાણી ગ્રૂપ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (Dharavi Redevelopment Project)શરૂ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, ધારાવી એશિયાની સૌથી ગીચ વસ્તીવાળી ઝૂંપડપટ્ટી છે. તેની વસ્તી લગભગ 8 લાખ છે.

આ પણ વાંચો : ગૌતમ અદાણી ખરીદશે અનિલ અંબાણીની ફડચામાં ગયેલી કંપની, જાણો શું છે અદાણી ગ્રુપની યોજના?

હવે મહારાષ્ટ્ર સરકારે પણ આ ગીચ વસ્તીવાળા વિસ્તારને સુંદર બનાવવાનું કામ અદાણી ગ્રુપને આપ્યું છે. પ્રોજેક્ટના સીઈઓ એસવીઆર શ્રીનિવાસે જણાવ્યું હતું કે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સરકારી ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. હવે ટૂંક સમયમાં એવોર્ડ પત્ર પણ જારી કરવામાં આવશે. જે બાદ અદાણી ગ્રુપ આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકશે. પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 23000 કરોડનો ખર્ચ થશે.

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીની બદલાશે સ્થિતી

ધારાવી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે. માહિતી અનુસાર, ગયા વર્ષે નવેમ્બરમાં અદાણી ગ્રુપે ધારાવી સ્લમ વિસ્તારને ફરીથી બનાવવા માટે બિડ લગાવી હતી. તે સમયે અદાણી ગ્રુપે આ માટે 5069 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. DLF એ 2025 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ધારાવી એશિયાનો સૌથી ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે. 240 હેક્ટરની આ વસાહતમાં આઠ લાખ લોકો રહે છે અને 13,000 નાના ઉદ્યોગો છે. અહીં શિક્ષણ અને સ્વચ્છતાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. હવે મંજૂરી મળ્યા બાદ અદાણી ઈન્ફ્રા તેને સજાવવાનું કામ કરશે.

આ છે યોજના

મહારાષ્ટ્ર સરકારે ધારાવીના સમગ્ર વિસ્તારને અવિકસિત વિસ્તાર તરીકે પસંદ કર્યો છે. આ માટે ખાસ પ્લાનિંગ ઓથોરિટી બનાવવામાં આવી છે. જેને સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એટલે કે SPV બનાવવું પડશે, જેમાં 80% ઇક્વિટી અથવા 400 કરોડ રૂપિયા હશે. જેની મહારાષ્ટ્ર સરકાર પાસે 20% ઇક્વિટી અથવા રૂ. 100 કરોડનો હિસ્સો હશે. SPV દ્વારા પુનઃવિકાસ પછી, પાત્ર લોકોને મફતમાં મકાનો આપવામાં આવશે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">