Mumbai: કોર્ટે સુરેશ પૂજારીને 25 ડિસેમ્બર સુધી ATS કસ્ટડીમાં મોકલ્યો, ગઈકાલે જ ફિલિપાઈન્સથી આવ્યો હતો પરત

|

Dec 15, 2021 | 7:28 PM

સુરેશ ગેંગસ્ટર રવિ પૂજારીનો નજીકનો સંબંધી છે અને 2007માં તેની સાથે અલગ થઈ ગયો હતો. જે બાદ તે વિદેશ ભાગી ગયો હતો. તમને જણાવી દઈએ કે શરૂઆતમાં સુરેશે અંડરવર્લ્ડ ડોન છોટા રાજન અને રવિ પૂજારી સાથે કામ કર્યું અને બાદમાં પોતાની ગેંગ બનાવી હતી.

Mumbai: કોર્ટે સુરેશ પૂજારીને 25 ડિસેમ્બર સુધી ATS કસ્ટડીમાં મોકલ્યો, ગઈકાલે જ ફિલિપાઈન્સથી આવ્યો હતો પરત
Court sent Suresh Pujari to custody till December 25

Follow us on

થાણેની એક કોર્ટે બુધવારે ગેંગસ્ટર સુરેશ પૂજારી (Gangster Suresh Pujari) જે મુંબઈ (Mumbai) અને કર્ણાટકમાં જબરદસ્તી વસુલીના અનેક કેસોમાં વોન્ટેડ છે, તેને 25 ડિસેમ્બર સુધી ATS કસ્ટડીમાં મોકલી દીધો છે. પૂજારીને મંગળવારે જ ફિલિપાઈન્સથી ભારત પરત લાવવામાં આવ્યો હતો. ગઈકાલે, IB અને CBI અધિકારીઓએ પૂજારીને દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ કસ્ટડીમાં લીધો હતો. કેન્દ્રીય એજન્સીઓ દ્વારા પૂછપરછ કર્યા બાદ તેને મહારાષ્ટ્ર એટીએસને સોંપવામાં આવ્યો હતો.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

મુંબઈ અને થાણે પોલીસે જબરદસ્તી વસુલીના અનેક કેસ બાદ 2017 અને 2018માં તેની સામે ‘રેડ કોર્નર નોટિસ’ જાહેર કરી હતી. પૂજારી 15 વર્ષથી વધુ સમયથી ફરાર હતો અને ઓક્ટોબરમાં ફિલિપાઈન્સમાં પકડાયો હતો. તેની સામે થાણેમાં ખંડણીના કુલ 23 કેસ નોંધાયેલા છે. સુરેશ ગેંગસ્ટર રવિ પૂજારીનો નજીકનો સંબંધી છે અને 2007માં તેનાથી અલગ થઈ ગયો હતો. જે બાદ તે વિદેશ ભાગી ગયો હતો. તમને જણાવી દઈએ કે શરૂઆતમાં સુરેશે અંડરવર્લ્ડ ડોન છોટા રાજન અને રવિ પૂજારી સાથે કામ કર્યું અને બાદમાં પોતાની ગેંગ બનાવી લીધી હતી.

 

દુનિયાભરની પોલીસને આ રીતે ચકમો આપી રહ્યો હતો

સુરેશ પૂજારી, રવિ પૂજારીનો ખાસ મિત્ર હોવાનું કહેવાય છે. તેને બે વર્ષ પહેલા સેનેગલથી લાવવામાં આવ્યો હતો અને 15 ઓક્ટોબરે તેની ફિલિપાઈન્સમાં ઈન્ટરપોલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પુજારી વિરુદ્ધ ખંડણીના ઘણા મામલા નોંધાયા હતા. ગુપ્તચર વિભાગને માહિતી મળી હતી કે સુરેશ પૂજારી પાસે આઠ અલગ-અલગ નામે પાસપોર્ટ હતા, જેના કારણે તે દુનિયાભરની પોલીસને ચકમો આપવામાં સફળ રહ્યો હતો.

 

મહારાષ્ટ્ર એટીએસને મળી કસ્ટડી

આ કેસમાં આશ્ચર્યજનક વળાંક છે કે મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચને પૂજારીની કસ્ટડી મળવાની હતી, જેના બદલે મહારાષ્ટ્ર એટીએસને ગેંગસ્ટરની કસ્ટડી આપવામાં આવી છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર ગઈકાલે રાત્રે તેમને ખબર પડી કે પૂજારીની કસ્ટડી તેમને આપવામાં આવી નથી, પરંતુ કસ્ટડી મહારાષ્ટ્ર એટીએસને આપવામાં આવી છે. મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દિલ્હી ગઈ હતી, પરંતુ તેમને સુરેશ પૂજારીની કસ્ટડી આપવામાં આવી ન હતી. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ પાસે એ વાતની કોઈ જાણકારી નથી કે તેમને પૂજારીની કસ્ટડી શા માટે આપવામાં આવી નથી.

 

આ પણ વાંચો :  Hindu Ekta Mahakumbh: મોહન ભાગવતે, ધર્મ છોડનારાઓને ઘર વાપસીના શપથ લેવડાવ્યા, કહ્યું- તમારા માટે નહીં પરંતુ તમારા પ્રિયજનો માટે કરો કામ

 

Next Article