16 વર્ષીય છાત્રનું અનોખું સંશોધન, ઘરમાં GAS લીક થવા પર ડિવાઇસ કરશે તમને ફોન

16 વર્ષીય છાત્રનું અનોખું સંશોધન, ઘરમાં GAS લીક થવા પર ડિવાઇસ કરશે તમને ફોન
Shiv

અમુક વાર એવી ઘટના ઘટી જતી હોય છે કે તે ઘટનામાંથી આપણને કોઈ પ્રેરણા મળે છે. થોડા સમય પહેલા એક બહુમાળી ઇમારતમાં આગ લાગી હતી જેમાં અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

Charmi Katira

| Edited By: Bhavesh Bhatti

Feb 02, 2021 | 12:40 PM

અમુક વાર એવી ઘટના ઘટી જતી હોય છે કે તે ઘટનામાંથી આપણને કોઈ પ્રેરણા મળે છે. થોડા સમય પહેલા એક બહુમાળી ઇમારતમાં આગ લાગી હતી, જેમાં અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટના ગેસ (GAS) લીક થવાને કારણે થઇ હતી, પરંતુ એક 16 વર્ષના બાળકને આ સમસ્યાનું સમાધાન શોધવા માટે પ્રેરિત કર્યા.

આ 16 વર્ષનું બાળક બીજી કોઈ નહીં પરંતુ શિવ કંપાની (SHIV) છે. શિવના દાદા-દાદીના 32 માળના ફ્લેટમાં આગ લાગી હતી. આ ભીષણ આગને કાબુમાં લેવા માટે 5 કલાક લાગી ગયા હતા. આ દરમિયાન 90થી વધુ લોકોના જીવ બચાવવામાં આવ્યા હતા. આ બાદ શિવએ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેને ઇન્ટરનેટ પર સંશોધન કર્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે મુંબઈમાં આ ઘટના સામાન્ય છે, પરંતુ આ ઘટના પર આસાનીથી કાબુ મેળવી શકાય છે. જો આગ લાગતા જ ફાયર ડિપાર્ટમેન્ટને સૂચના મળે તો આ ઘટનાને રોકી શકાય છે.

જેને ધ્યાનમાં રાખીને શિવએ એક એવું ઉપકરણ બનાવવાનું શરૂ કર્યું કે જે લોકો આગ લાગવાથી કોઈપણ ભય પહેલા લોકોને સચેત કરી શકે. આ પછી કેટલાક મહિના સંશોધન પછી તેમણે એક સાધન વિકસાવી જેનું નામ “સેનસેફ” છે. તે એક એવું ઉપકરણ છે જે ધૂમ્રપાન, એલપીજી અને અન્ય જ્વલનશીલ વાયુઓનું સ્તર અનુભવી શકે છે અને કોઈપણ ભયની સ્થિતિમાં એલાર્મ વગાડી દે છે.

હાલમાં ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા શિવ કહે છે, મેં આ ડિવાઇસ માટે પેટન્ટ ફાઇલ કર્યુ છે. જો કે કોરોના મહામારીને કારણે કાગળનું કામ હજી પૂર્ણ થયું નથી. હાલ તો હું એક પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ ડિઝાઇન કરી રહ્યો છું જેથી વાયરમાં કોઈ અવરોધ ન આવે. મને મારા સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે આવી મોટાભાગની ઘટનાઓ માટે ગેસ લિક અને મોડી પ્રતિક્રિયા જવાબદાર છે. તેથી મારું પોતાનું સાધન આ બંને સમસ્યાઓનો સામનો કરવા માટે બનાવવામાં આવ્યું છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati