મહારાષ્ટ્રના પુરગ્રસ્ત વિસ્તાર માટે મોદી સરકારે જાહેર કર્યુ 700 કરોડનુ રાહત પેકેજ, કેન્દ્રિય કૃષિ પ્રધાનની જાહેરાત

|

Jul 27, 2021 | 6:40 PM

Maharashtra Flood: કેન્દ્રીય કૃષિ પ્રધાને ( Agriculture Minister ) કહ્યુ કે, અમારી પાસે જેટલી જાણકારી છે તેમા ખાસ કરીને ખેડૂતોને નુકસાન થયુ છે. ખેડૂતોને થયેલા નુકસાનના પૃથ્કરણ કર્યા બાદ ગૃહ વિભાગે 700 કરોડની મદદ મંજૂર કરી છે.

મહારાષ્ટ્રના પુરગ્રસ્ત વિસ્તાર માટે મોદી સરકારે જાહેર કર્યુ 700 કરોડનુ રાહત પેકેજ, કેન્દ્રિય કૃષિ પ્રધાનની જાહેરાત
મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે મોદી સરકારે 700 કરોડના પેકેજની કરી જાહેરાત

Follow us on

કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે ( Agriculture Minister Narendrasinh Tomar ), લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં મંગળવારે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારના (Flooded areas of Maharashtra) ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યુ છે. કેન્દ્ર સરકારે પૂરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને થયેલા નુકસાન અંગે આશરે 700 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં તાજેતરમાં જ વરસેલા અતિ ભારે વરસાદને કારણે ઠેર ઠેર નુકસાન થવા પામ્યુ છે. પૂરને કારણે, લગભગ 200 લોકોના મૃત્યુ નિપજ્યા છે. કેટલાય ઘરને નુકસાન થયુ છે. દુકાનદારોના માલસામાનને પણ પૂરથી નુકસાન થવા પામ્યુ છે. તો ખેડૂતોએ કરેલ વાવેતરને ભારે નુકસાન થવા પામ્યુ છે.

વિપક્ષના નેતા દ્વારા લોકસભના ચોમાસુ સત્રના પાંચમા દિવસે પણ પેગાસસ મુદ્દે ભારે હોબાળો ચાલુ રાખ્યો હતો. જેના કારણે ગૃહની કાર્યવાહી મુલતવી રાખવાની ફરજ પડી હતી. વિપક્ષ દ્વારા વારંવાર ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ સર્જવામાં આવ્યો હતો.

કૃષિપ્રધાનની જાહેરાત
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષી નેતાઓને અનુરોધ કર્યો હતો કે તેઓ તેમના સ્થાને બેસીને ગૃહની કાર્યવાહી ચલાવવામાં સાથ આપે. સરકારને તમામ પ્રકારના પ્રશ્નો પુછી શકે છે. પુછાયેલા સવાલના જવાબ મેળવવામાં વિપક્ષના સભ્યોને અધિકાર છે. આમ છતા વિપક્ષે અધ્યક્ષના અનુરોધને અવગણીને સતત વિક્ષેપ સર્જયો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

વિપક્ષના હોબાળાની વચ્ચે કેન્દ્રીય કૃષિ પ્રધાને મહારાષ્ટ્રમાં આવેલ વિનાશક પૂરનો ઉલ્લેખ કર્યો. નરેન્દ્રસિંહ તોમરે પૂર અંગે જણાવ્યુ કે, કુદરતી આપત્તિમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે. હજારો પરિવાર ઉપર સંકટ આવ્યુ છે. અમારી પાસે જેટલી માહિતી છે તેમાં ખાસ કરીને ખેડૂતોને પારાવાર નુકસાન થયુ છે. ખેડૂતોને થયેલા નુકસાનનો અહેવાલ મળ્યો છે. આ રિપોર્ટના આધારે કરાયેલા પૃથ્થકરણ બાદ કેન્દ્રીય ગૃહ વિભાગે મહારાષ્ટ્રના પુરગ્રસ્ત વિસ્તાર માટે 700 કરોડની મદદ મંજૂર કરી છે.

આ પણ વાંચોઃ આ મહિલાઓએ બદલ્યું તેના ગામનું ચિત્ર, હવે ઘરે બેઠા આ રીતે કરે છે લાખોની કમાણી

આ પણ વાંચોઃ Maharashtra Rain: સંકટ યથાવત! હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે આપી ભારે વરસાદની આગાહી, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 164નાં મોત

Next Article