IIT બોમ્બેના 26 વર્ષના વિદ્યાર્થીએ હોસ્ટેલના 7મા માળેથી કૂદીને કરી આત્મહત્યા! સુસાઇડ નોટમાં કરી આ વાત

|

Jan 17, 2022 | 12:18 PM

દેશની સૌથી પ્રતિષ્ઠિત એન્જીનિયરિંગ સંસ્થાઓમાંની એક IIT બોમ્બેના વિદ્યાર્થીએ ગઈકાલે રાત્રે મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં (Mumbai) આત્મહત્યા (Suicide) કરી લીધી હતી.

IIT બોમ્બેના 26 વર્ષના વિદ્યાર્થીએ હોસ્ટેલના 7મા માળેથી કૂદીને કરી આત્મહત્યા! સુસાઇડ નોટમાં કરી આ વાત
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Maharashtra: દેશની સૌથી પ્રતિષ્ઠિત એન્જીનિયરિંગ સંસ્થાઓમાંની એક IIT બોમ્બેના વિદ્યાર્થીએ ગઈકાલે રાત્રે મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં (Mumbai) આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. મીડિયા પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, વિદ્યાર્થીએ સવારે 5 વાગ્યાની આસપાસ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીએ હોસ્ટેલના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ હોસ્ટેલ પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જ્યાં વિદ્યાર્થીને રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન ડોક્ટરોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર યુવક ડિપ્રેશનમાં હોવાના સંકેતો મળ્યા છે.

વાસ્તવમાં, મુંબઈ પોલીસે જણાવ્યું કે, ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી આવી છે. જોકે, આ સુસાઈડ નોટમાં તેણે જણાવ્યું હતું કે, તે ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન મૃતક વિદ્યાર્થીએ સુસાઈડ નોટમાં કોઈને જવાબદાર ઠેરવ્યા નથી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તે જ સમયે, પોલીસ અધિકારીએ કહ્યું કે, વિદ્યાર્થીના પરિવારના સભ્યોને ઘટના વિશે જાણ કરવામાં આવી છે.

IIT બોમ્બેના 26 વર્ષના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આત્મહત્યા કરનાર 26 વર્ષીય વિદ્યાર્થી એન્જિનિયરિંગમાં માસ્ટર્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે જ સમયે, તેનેમુંબઈની રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મળતી માહિતી મુજબ, આ વિદ્યાર્થી ડિપ્રેશનનો શિકાર હતો. હાલ પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે. વિદ્યાર્થીના તણાવ પાછળનું કારણ શું હતું તે જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

અત્યાર સુધીમાં 122 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે

જણાવી દઈએ કે સંસદ સત્ર દરમિયાન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે IIT, IIM, કેન્દ્રીય યુનિવર્સિટી, IESC અને અન્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વર્ષ 2014 થી 2021 દરમિયાન 122 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. જેમાંથી 24 વિદ્યાર્થીઓ અનુસૂચિત જાતિના, 3 અનુસૂચિત જનજાતિના, 41 અન્ય પછાત વર્ગના અને ત્રણ લઘુમતીમાંથી છે.

 

આ પણ વાંચો: Maharashtra : ભિવંડીના બંધ કાપડના કારખાનામાં ભીષણ આગ, કરોડોની સંપત્તિ બળીને ખાખ

આ પણ વાંચો: Maharashtra Corona Cases: મહારાષ્ટ્રમાં ન ઘટી કોરોનાની રફતાર, આંકડો ફરી 41 હજારને પાર અને 29ના મોત

Next Article